Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશના પ્રોસિક્યુટરે કહ્યું- હસીના પરત ફરશે તો ફાંસી થશે:તેમની પાસે કોઈ વિકલ્પ નથી; ગઈકાલે બાંગ્લાદેશ સરકારે પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો

    7 hours ago

    બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પોતાના દેશમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સરકારી વકીલ મોહમ્મદ અમીનુલ ઇસ્લામે મંગળવારે કહ્યું કે જો હસીના દેશમાં પરત ફરશે, તો તેમને ફાંસીની સજા આપવામાં આવશે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હસીનાના વકીલોએ ગઈકાલે એટલે કે 9 નવેમ્બરે બાંગ્લાદેશના દિલ્હીસ્થિત હાઈ કમિશનને ઈમેલ મોકલીને તેમના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ સરકારે આ માંગને ફગાવી દીધી છે. શેખ હસીનાને નવેમ્બર 2025માં બાંગ્લાદેશની અદાલતે વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખવાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી. હસીનાએ આ કેસને મજાક ગણાવ્યો હતો અને આરોપોને ફગાવી દીધા હતા. બાંગ્લાદેશ હસીનાના પ્રત્યર્પણની માંગ કરી રહ્યું છે ચીફ પ્રોસિક્યુટર અમીનુલ ઇસ્લામે એમ પણ કહ્યું છે કે ગંભીર ગુનામાં દોષિત વ્યક્તિને પાસપોર્ટ આપી શકાય નહીં. આ પહેલાં પણ બાંગ્લાદેશ ભારતને હસીનાને પરત મોકલવાની માંગ કરી ચૂક્યું છે. હસીનાના ભારતમાં રહેવાને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ યથાવત્ છે. ભારતની પૂર્વ ડિપ્લોમેટે કહ્યું- બાંગ્લાદેશ નથી ઇચ્છતું કે હસીના પરત ફરે ભારતની ભૂતપૂર્વ ડિપ્લોમેટ વીણા સીકરીએ કહ્યું કે શેખ હસીના સ્પષ્ટપણે કહી ચૂકી છે કે તેઓ પરત જવા માગે છે અને બાંગ્લાદેશમાં અદાલતનો સામનો કરવા માટે તૈયાર છે. ટ્રાવેલ ડોક્યુમેન્ટ માટે અરજી કરવી તેમના માટે તાર્કિક પગલું છે, કારણ કે તેમનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. સીકરીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ સરકારની પ્રતિક્રિયા ખૂબ જ આશ્ચર્યજનક છે. તેમના વિદેશ રાજ્યમંત્રી હુમાયૂન કબીર હજુ પણ ભારત પાસેથી પ્રત્યાર્પણની જ માગ કરી રહ્યા છે. આનાથી બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ નથી ઇચ્છતા કે શેખ હસીના પરત ફરે. હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવા માગે છે હસીના ઘણી વાર કહી ચૂકી છે કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. AFPને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને ખબર છે કે પરત ફરવા પર તેમને ફાંસી થઈ શકે છે, પરંતુ લોકો પ્રત્યેની પોતાની જવાબદારી અંગેનો નિર્ણય ભયના આધારે બદલશે નહીં.
    Click here to Read More
    Previous Article
    School Assembly News Headlines (November 11): Top National, International News
    Next Article
    વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં 49 ભારતનાં:દિલ્હી-ભોપાલમાં AQI 400ને પાર; તમિલનાડુમાં વરસાદ, યુપીના 4 શહેરોની હવા ખરાબ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment