Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી બાયપાસ પર કારમાં આગ લાગી:પરશુરામ ઓવરબ્રિજ પર પિતા-પુત્રો સહિત ત્રણ લોકોનો બચાવ; કાર બળીને ખાખ

    7 hours ago

    મોરબીના બાયપાસ રોડ પર પરશુરામ ઓવરબ્રિજ પરથી પસાર થતી કારમાં આગ લાગી હતી. પિતા-પુત્રો સહિત કારમાં બેઠેલા ત્રણેય લોકો સમયસર બહાર નીકળી ગયા. કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના સાંજે સાડા પાંચથી છ વાગ્યાની વચ્ચે બની હતી. કારના આગળના ભાગમાં એન્જિન પાસે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પરશુરામ ઓવરબ્રિજ ઉપરથી સાંજના સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં કાર પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર કારમાં આગળના ભાગમાં મશીન પાસે આગ લાગવાની ઘટના બની હતી જેથી કારની અંદર બેઠેલા વ્યક્તિઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. જોકે, જોતજોતામાં આખી કાર આગની જપેટમાં આવી ગઈ હતી. જેથી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર વિભાગની ટીમ પાસેથી મળતી વિગત પ્રમાણે કારની અંદર પિતા-પુત્રો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ બેઠા હતા જે કારમાં આગ લાગવાના કારણે તાત્કાલિક નીચે ઉતરી જતા આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    School Holiday: Check Which States Have Suspended Classes For Post-Diwali Festivities And Chhath Puja
    Next Article
    Pawan Kalyan's Ex Renu Desai Shares Cryptic Post On 'Difficult Times' After His Separation From Anna Konidala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment