Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-ધોરાજી રોડ પર કારખાનામાં તસ્કરોનો આતંક:તહેવાર ટાણે પોલીસને પડકાર ફેંકતા તસ્કરો; અઢી લાખના ટાયર, ડીવીઆર અને કાર્ટીસ ચોરી ફરાર; સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

    1 day ago

    ​જૂનાગઢ પંથકમાં તહેવારની મોસમ ટાણે જ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ બેફામ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢ-ધોરાજી રોડ પર આવેલ નવા બાયપાસ રોડ પહેલા મીનરવા ટાયર રીટ્રેડીંગ નામના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ કારખાનામાં ત્રાતકેલા તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથ સાફ કરી પોલીસની નાકાબંધી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. બે અજાણ્યા ચોર કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ્યા ગત તારીખ 9 નવેમ્બર, 2026 ના રોજ રાત્રે બે અજાણ્યા ચોર શખ્સો ફરિયાદી જશ્મીનભાઈ મનસુખભાઈ કપુપરાના કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે, જેમણે કારખાનાને સાવ સહેલાઈથી ટાર્ગેટ કર્યું હતું. તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ​2.50 લાખના માલ-સામાનની ચોરી કરી નાસી છૂટ્યા તસ્કરોએ આ કારખાનામાંથી અલગ-અલગ સાઈઝના કુલ 26 નંગ ટાયર, જેની કિંમત રૂ. 2,45,500/- થાય છે, તે ઉપરાંત સીસીટીવી ફૂટેજનું ડી.વી.આર. કિંમત રૂ. 5,000/- તેમજ હથિયાર લાયસન્સની ઓરિજિનલ બુક અને હથિયારના 19 નંગ જીવતા કાર્ટીસ કિંમત રૂ. 2,280/- મળીને કુલ રૂ. 2,52,780/- ના માલ-સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ફફડાટ ​ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે BNS કલમ 331(3), 331(4), 324(2), 305 અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારોની ટાણે જ અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી થતાં વેપારી વર્ગમાં અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર BAPS મંદિરે 1200થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવ્યો:ગોવર્ધન પૂજા બાદ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુપરંપરાને અર્પણ; હજારો ભાવિકોએ દર્શન કર્યા
    Next Article
    Krystle D'Souza Reveals How How Life Changed After Dhurandhar Song, Traitors 2 Win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment