Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપ કાર્યાલયમાં નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું:રમેશ સિંધવે આગામી સમયમાં જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    11 hours ago

    નવા વર્ષની શરૂઆત નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સ્નેહમિલન યોજાયું. કાર્યકર્તાઓએ એકબીજાને રામ-રામ અને જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા આપી અને આગામી વર્ષ સફળ રહે તેવી કામના કરી હતી. તેમણે કહ્યું કે કાર્યકર્તાઓની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને કેન્દ્ર તથા રાજ્યના નેતૃત્વની લોકકલ્યાણની કામગીરીના આધારે પાર્ટી આગામી સમયમાં પાટણ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો જીતશે. સિંધવે પાટણ જિલ્લાના લોકોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમણે એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપી હતી. કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને બોટાદના પ્રભારી ડૉ. દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ અને એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મિડટર્મ ચૂંટણીમાં હારથી ટ્રમ્પ અકળાયા:અમેરિકા 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરી શકે છે, H-1B વિઝામાં વધુ સખ્તાઈ
    Next Article
    વેરાવળમાં નવા વર્ષની સવારે શહેર સ્નેહમિલન યોજાયું:લોકજાગૃતિ મંચના ઉપક્રમે 14મા વર્ષે કાર્યક્રમ; રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને વેપારી આગેવાનો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment