Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોહિલવાડમાં નવી આશાઓ અને ઉમંગ-ઉત્સાહ સાથે નૂતનવર્ષની ઉજવણી કરાઈ:ભાવનગર મનપા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા

    9 hours ago

    ગોહિલવાડ પંથકમાં આ વર્ષે પણ નવી આશાઓ, ઉમંગ અને અસીમ ઉત્સાહ સાથે વિક્રમ સંવતના નૂતન વર્ષના હર્ષોલ્લાસભેર વધામણાં કરવામાં આવ્યા હતા. દિવાળી બાદના પડતર દિવસ પછીના આજના દિવસે સંસ્કૃતિ અને લોકપરંપરા મુજબ નગરજનોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વહેલી સવારથી જ મંદિરો અને ધાર્મિક સ્થળોએ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પરસ્પર મીઠાઈઓ વહેંચી સાલમુબારકના આદાન-પ્રદાન સાથે નવવર્ષનું સ્વાગત કર્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલમાં મનપાનું સ્નેહમિલન ભાવનગરની વર્ષો જૂની ગૌરવવંતી પરંપરાને જાળવી રાખતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના શાસક અને સંગઠનના અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌ મહાનુભાવોએ એકબીજાને સાલમુબારક અને ‘રામ રામ’ પાઠવી પરસ્પર આત્મીયતા વ્યક્ત કરી હતી. "વિક્રમ સંવત 2081 સૌના સંકલ્પો પૂર્ણ કરનારું બને": કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી કાર્યક્રમ દરમિયાન નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિક્રમ સંવત ૨૦૮૧ના પ્રથમ પ્રભાતના સૂર્યકિરણો સમગ્ર ગુજરાત, ભારત અને ખાસ કરીને ભાવનગરવાસીઓ માટે નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહ લઈને આવે તથા સૌના સંકલ્પો સિદ્ધ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુના આસને બિરાજવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યો છે, ત્યારે એક જાગૃત ભારતીય તરીકે આપણે સહુએ આપણી ફરજ અને રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ આંબી છે, ત્યારે આ નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયી નીવડે તેવા ભાવ સાથે તેમણે સૌને ‘રામ રામ, જય માતાજી અને જય સિયારામ’ પાઠવ્યા હતા. ભાવનગર અને દેશ સતત પ્રગતિના પંથે આગળ વધે: ધારાસભ્ય સેજલબેન પંડ્યા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ ઉપસ્થિત સૌ નાગરિકોને નૂતન વર્ષના રામ રામ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિકના જીવનમાં ઉત્તમ આરોગ્ય, અપાર સુખ અને શાંતિ રહે તેમજ સમગ્ર દેશમાં અખંડ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી મંગલ કામના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત, આપણું ગુજરાત અને આપણું ભાવનગર અવિરત પ્રગતિ અને વિકાસના માર્ગે અગ્રેસર રહે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરના અગ્રણી નાગરિકોએ હાજરી આપી પરસ્પર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી:મુખ્યમંત્રી અને રાજ્યપાલે શાહ પરિવારને શુભેચ્છા પાઠવી, સુરતમાં પાટીલનો સ્નેહમિલન સમારોહ
    Next Article
    'Will Have To Come For Pa's Funeral': Sonia Gandhi Recalls Rahul's Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment