Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં જેલમાંથી છૂટીને આવેલા આરોપીએ રોફ જમાવ્યો:જાહેરમાં ફટાકડા ફોડી, બૂમાબૂમ કરી ભયનો માહોલ ઊભો કર્યો, 'ઝૂકેગા નહીં સાલા' કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરતા ગુનો

    2 days ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં કફ સિરપના કેસમાં જેલમાંથી છૂટીને આવેલા આરોપી સિકંદર શેખે રોફ જમાવવા જાહેરમાં ફટાકડા ફોડી, બૂમાબૂમ કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઝૂકેગા નહીં સાલા જેવા લખાણ સાથે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વટવા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વિવિધ લખાણ સાથે વીડિયો પોસ્ટ કર્યો ​વટવા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઈલીયાસ અહેમદ ઈબ્રાહિમ ખાન ગત 8 નવેમ્બરે ફરજ પર હાજર હતા. તે દરમિયાન રાત્રિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં કફસીરપના ગુનામા જેલથી છૂટીને આવેલા સિકંદર લાઈટવાળાનુ વટવા ચાર માળીયામા સ્વાગત, જુકેગા નહિ સાલા તેવું લખાણ મૂકવામાં આવ્યું હતું. વીડિયોની તપાસ કરતાં શખ્સ જાહેર સુલેહ-શાંતિનો ભંગ થાય તે રીતે જાહેરમાં ફટાકડા ફોડીને ત્રાસદાયક કૃત્ય કરતો હતો. તેમજ હાથ ઊંચો કરી જાહેરમાં બૂમાબૂમ કરીને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઊભો કરતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી હતી. પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી ​પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં વીડિયોમાં દેખાતો શખ્સ મળી આવ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેનું નામ સિકંદર સલીમ શેખ હોવાનું સામે આવ્યું હતું. વટવા પોલીસે સિકંદર શેખ સામે ગુનો નોંધી તેની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- મારા અને ભૂપેન્દ્રભાઈના મત વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા, બહેનોમાં રોષ હોવા છતાં અવિવેક ન કર્યો
    Next Article
    Iran's Abbas Araghchi Says No Peace Talks With US Since 'Shock' Of Midterms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment