Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈની હાય લીધી તો અહીં જ ચૂકવવી પડશે':પોલીસ સાથેના શુભેચ્છા કાર્યક્રમમાં હર્ષ સંઘવીની ટકોર, કહ્યું- 'અધિકારીઓ કે મંત્રીથી છુપાવી શકશો પણ કર્મના ફળથી નહીં બચી શકો'

    2 days ago

    નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2083ના પ્રારંભ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ખાસ શુભેચ્છા કાર્યક્રમ યોજી સૌને સાલમુબારક પાઠવ્યા હતા. સ્નેહમિલન સમારોહમાં તેમણે દિવાળી દરમિયાન સામાન્ય નાગરિકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે દિવસ-રાત જોયા વગર ખડેપગે બંદોબસ્તમાં રહેનારા પોલીસ જવાનો, મુસાફરોને સલામત વતન પહોંચાડનારા એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર તેમજ આગની ઘટનાઓમાં જીવના જોખમે બચાવ કામગીરી કરનારા ફાયર બ્રિગેડના જવાનો અને સફાઈ કર્મીઓની ખુલ્લા મનથી સરાહના કરી હતી. પોલીસ મથકો અને સરકારી આવાસમાં સ્વચ્છતા રાખવા તાકીદ પોલીસ અધિકારીઓ સાથે સંવાદ સાધતા હર્ષ સંઘવીએ સરકારી આવાસ અને પોલીસ સ્ટેશનોની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ટકોર કરતાં જણાવ્યું કે સરકારી આવાસને પોતાનું ઘર સમજીને જાળવવું જોઈએ અને પાન-માવાની પિચકારી મારનારા સામે કડકાઈ દાખવવી જરૂરી છે. આવાસોમાં સ્વચ્છતા કમિટી બનાવી નીચે ગંદકી ન થાય અને બાળકો રમી શકે તેવી સુંદર વ્યવસ્થા ઊભી કરવા તેમજ પોલીસ સ્ટેશનના શૌચાલયો અને પરિસર સામાન્ય નાગરિકો માટે હંમેશા સ્વચ્છ રાખવા તેમણે તમામ અધિકારીઓને આહવાન કર્યું હતું. “હું આશીર્વાદ આપવા નહીં, દુઆઓ લેવા આવ્યો છું” પોલીસ કમિશનરના વક્તવ્યનો સંદર્ભ આપતાં ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "મારી આશીર્વાદ આપવાની ઉંમર નથી, હું આશીર્વાદ આપતો નથી પરંતુ લોકોની દુઆઓ લેવા વાળો માણસ છું." મારું આખું જીવન લોકોની દુઆઓથી જ ચાલ્યું છે. તેઓ કોઈ ઉપરી અધિકારી તરીકે નહીં પરંતુ 1 ટીમ મેમ્બર તરીકે સૌની સાથે મળીને કામ કરવા ટેવાયેલા છે. કામના ભાગરૂપે ક્યારેક કડકાઈ દાખવવી પડે છે, પરંતુ મનમાં કોઈના પ્રત્યે ક્યારેય દુર્ભાવના રાખી નથી અને ભવિષ્યમાં પણ નહીં રાખે. કર્મનો હિસાબ: “કોઈની હાય લીધી તો અહીં જ ચૂકવવી પડશે” પોલીસ અધિકારીઓને કર્તવ્યનિષ્ઠા અને નૈતિકતાનો પાઠ ભણાવતાં હર્ષ સંઘવીએ કર્મના સિદ્ધાંત પર ભારપૂર્વક કહ્યું કે, "પોલીસ સ્ટેશનમાં આવેલા કોઈ ગરીબ કે સામાન્ય નાગરિકને ભૂલથી હક્ક ન મળે તો વાંધો નહીં, પરંતુ જો તેને છેતરવામાં આવશે તો તેની 'હાય' ક્યારેય પીછો નહીં છોડે." તેમણે ઉમેર્યું કે કોઈ ખોટું કામ તમે ડિપાર્ટમેન્ટ કે સિનિયર અધિકારીઓથી છુપાવી શકશો, કદાચ ગૃહમંત્રીથી પણ છુપાવી લેશો, પરંતુ કર્મના ફળમાંથી કોઈ નહીં બચી શકે. કર્મના ફળનો હિસાબ આવતા જન્મે નહીં, પરંતુ કોઈની લીધેલી હાયનો હિસાબ આ જ જન્મમાં અહીં જ ચૂકવવો પડશે. દિલ પર હાથ મૂકીને પ્રજા સેવા કરવા અનુરોધ અંતમાં ગૃહમંત્રીએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા અને પ્રોટોકોલ કરતાં ઈમોશનને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. તેમણે સૌને અંતરાત્મા અને દિલ પર હાથ મૂકીને પ્રજાલક્ષી સેવા કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સમગ્ર પોલીસ દળ 1 મજબૂત ટીમ તરીકે પ્રજાહિતમાં કાર્ય કરી રહ્યું હોવા બદલ ગર્વ વ્યક્ત કરી સૌ અધિકારી-કર્મચારીઓનું નવું વર્ષ સુખ-શાંતિથી ભરેલું રહે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનની TV એન્કરની ગોળી મારીને હત્યા:આરોપી પતિ બોલ્યો- ભૂલથી ગોળી વાગી ગઈ, ફરિયાદ બાદ પોલીસે કસ્ટડીમાં લીધો
    Next Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું- મારા અને ભૂપેન્દ્રભાઈના મત વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા, બહેનોમાં રોષ હોવા છતાં અવિવેક ન કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment