Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી બોલ્યા- હથિયારબંધ નહીં, માનસિક નક્સલીઓ સામે લડવાનું છે; સોનિયાએ કહ્યું- રાજીવની હત્યાનો ડર હંમેશાં હતો; કોંગ્રેસનું ફંડ ઘટ્યું

    8 hours ago

    નમસ્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બસ્તરમાં CRPFના જવાનો સાથે દિવાળી ઉજવી. કોંગ્રેસ પાર્ટીને મળતા દાનમાં ભારે ઘટાડો થયો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીને કયો ડર હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. લંડનમાં બુકર પુરસ્કારની જાહેરાત થશે. 📰 કાલના મોટા સમાચારો 1. PMએ બસ્તરમાં જવાનો સાથે દિવાળી મનાવી:કહ્યું- હથિયારધારી નક્સલીઓ ગયા; હવે માનસિક નક્સલીઓ સામે લડવાનું છે પીએમ મોદીએ રવિવારે છત્તીસગઢના બસ્તરમાં કહ્યું કે હથિયારધારી નક્સલીઓ ચાલ્યા ગયા છે. હવે માનસિક નક્સલીઓ સામે લડવું પડશે. તેમને ઓળખવા પડશે. પીએમએ કહ્યું કે જ્યારે કોઈ દેશની આંતરિક સુરક્ષા મજબૂત હોય છે, ત્યારે બાહ્ય દુશ્મનો સફળ થઈ શકતા નથી. પરંતુ જ્યારે આંતરિક સુરક્ષા નબળી હોય છે, ત્યારે બાહ્ય દુશ્મનો પણ માથું કાઢવા લાગે છે. પીએમએ આ વાત છત્તીસગઢના બસ્તરમાં કોબરા ઓપરેશન્સ બેઝ ખાતે CRPF જવાનોની સામે કહી. તેમણે 42 મિનિટનું ભાષણ આપ્યું હતું. પીએમ સતત 13મી વખત જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હતા. આ પહેલાં 12 પ્રસંગોએ તેમણે દેશના અલગ-અલગ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. સૌથી વધુ 3 વખત જમ્મુ-કાશ્મીર ગયા છે. હિમાચલ પ્રદેશ અને લદ્દાખની બે-બે વખત મુલાકાત લઈ ચૂક્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) 2. ઇન્દિરાની હત્યા પછી ભયમાં હતા સોનિયા ગાંધી:કહ્યું- હંમેશાં ડર લાગતો કે હવે પછી રાજીવનો જ નંબર હશે; 1991માં હત્યા થઈ હતી ઇન્દિરાની હત્યા બાદ ઘર કિલ્લો બની ગયું. કમાન્ડો બાળકોના બેડરૂમમાં તહેનાત હતા. રાહુલ-પ્રિયંકાને શાળા છોડવી પડી હતી. બહુ ડર હતો, ઘણીવાર વિચાર આવતો કે હવે પછીનો નંબર રાજીવનો જ હશે, તેઓ માર્યા જશે. 1991માં આ ડર સાચો સાબિત થયો. આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. સોનિયા ગાંધીએ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી. તેમણે પોતાના આવનારા પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ પર રાજીવની હત્યા સહિત અંગત અને રાજકીય મુદ્દાઓ અંગે પોતાના વિચારો અને અનુભવો શેર કર્યા છે. સોનિયા જણાવે છે- 'રાજીવને મોતની ધમકીઓ મળી રહી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ વાત જાણતી હતી, પરંતુ નવી સરકારે તેની અવગણના કરી. તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી. મને નથી લાગતું કે હવે આપણને ક્યારેય સત્યની જાણ થઈ શકશે.' આ જ ઇન્ટરવ્યૂમાં સોનિયાએ પોતાની અને રાજીવની પ્રેમકહાની વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે તે સમયે તેમને ખબર નહોતી કે રાજીવ ભારતના સૌથી મોટા રાજકીય પરિવારના વારસદાર છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 3. 'તમામ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકો':ટ્રમ્પ સમર્થકે મિડટર્મ ચૂંટણીમાં હારનો બળાપો કાઢ્યો, દિવાળી કાર્યક્રમમાં હિન્દુઓ વિરુદ્ધ નારાબાજી કરી અમેરિકામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ નફરતનો મામલો સામે આવ્યો છે. સિયાટલમાં દિવાળી ઉજવી રહેલા ભારતીયોના કાર્યક્રમમાં ટ્રમ્પ સમર્થકો પહોંચી ગયા. તેમના હાથમાં કેટલાક પોસ્ટર હતા, જેના પર લખ્યું હતું—‘તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢી મુકો’ અને ‘હિન્દુઓ ખ્રિસ્તીઓનું સ્થાન લઈ રહ્યા છે.’ ટ્રમ્પ સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પાછળ ભારતીયોનો હાથ છે. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના નારાબાજી કરતા જોઈને ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો અને તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4. કૉંગ્રેસનો ખજાનો ખાલી, એક વર્ષમાં દાન 75% ઘટ્યું:2025-26માં ₹130.69 કરોડ મળ્યા; 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો કૉંગ્રેસ પાર્ટીને વીસ હજાર રૂપિયાથી વધુના દાનથી મળતી રકમમાં લગભગ 75%નો ભારે ઘટાડો આવ્યો છે. 2025-26માં પાર્ટીને માત્ર 130.69 કરોડ રૂપિયાનું દાન મળ્યું, જ્યારે 2024-25માં આ આંકડો 517.39 કરોડ રૂપિયા હતો. આ ચૂંટણી પંચને સોંપવામાં આવેલી પાર્ટીની ફાઇલિંગના વિશ્લેષણથી સામે આવ્યું છે. છેલ્લા એક દાયકામાં આ પ્રકારના દાનમાં આ સૌથી ઝડપી ઘટાડો છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઘટાડાનું મોટું કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળેલા ફંડમાં ઘટાડો છે. આનાથી મોટો ઘટાડો 2015-16માં આવ્યો હતો, જ્યારે કૉંગ્રેસનું જાહેર કરાયેલું દાન 86% ઘટીને 141.46 કરોડ રૂપિયા રહી ગયું હતું. (વાંતો સંપૂર્ણ સમાચાર) 5. ઇઝરાયલમાં નેતન્યાહૂના હાથમાંથી સત્તા છીનવાઈ:પૂર્વ આર્મી ચીફ ગાદી આઇઝેનકોટ રચશે નવી સરકાર, 6 અઠવાડિયામાં સંસદમાં સાબિત કરવી પડશે બહુમતી ગાદી આઇઝેનકોટ ઇઝરાયલના આગામી વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે તેમને આગામી સરકાર બનાવવા માટે પસંદ કર્યા છે. આઇઝેનકોટને સરકાર બનાવવા માટે 6 અઠવાડિયાનો સમય મળશે. આ દરમિયાન તેમણે અન્ય પાર્ટીઓ સાથે વાતચીત કરીને ગઠબંધન બનાવવું પડશે અને સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. સરકાર બનાવવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. ગાદી આઇઝેનકોટના ગઠબંધનને 6 પાર્ટીઓના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 6. રંગબેરંગી આતશબાજી સાથે દિવાળીના પર્વની ઉજવણી: લોકોએ સહપરિવાર તહેવારની મજા માણી, અમદાવાદ-સુરતમાં ફાયરબ્રિગેડને આગના 60થી વધુ કોલ મળ્યા પ્રકાશના પર્વ દિવાળીની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. લોકોએ પરિવાર સાથે ફટાકડા ફોડી તહેવારની મજા માણી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના આતશબાજીના કારણે આકાશ ઝળહળી ઉઠ્યું. રાજકોટમાં તો લોકોએ ફટાકડા ફોડવાની સાથે સાથે ગરબે ઘૂમવાની પણ મજા લીધી. દિવાળીએ મોટાપ્રમાણમાં ફટાકડા ફૂટતા આગના બનાવો પણ બન્યા હતા. અમદાવાદમાં રાત્રે 9 થી 11 વચ્ચે જ ફાયરબ્રિગેડને આગના 10 કોલ મળ્યા હતા. જ્યારે સુરતમાં 11 વાગ્યા સુધીમાં 50 જેટલા કોલ મળ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 7. અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો:સાબરમતીથી વેરાવળ જતી ટ્રેન પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો, એક કોચનો કાચ તૂટ્યો, પોલીસ ઘટનાસ્થળે અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. જેમાં અજાણ્યા શખસોએ હુમલો કર્યો લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા ઈસમો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નથી. (વાંચો સંપૂર્ણ સમાચાર) 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : E20 પેટ્રોલમાં મર્યાદા કરતાં વધુ ઇથેનોલ હોવાનો દાવો ફગાવાયો:સરકારે કહ્યું- 893 નમૂનાઓની તપાસ કરી, 19.30% ઇથેનોલ મળ્યું; રાહુલે કહ્યું હતું- E20 બનાવ્યું 420 (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : હૂતીઓએ સાઉદી પર મિસાઇલ હુમલો કર્યો:રિયાધમાં ઓઈલ કંપની અરામકોની ઇમારતને નુકસાન થયું; એરસ્ટ્રાઇક બાદ બદલો લેવાની ધમકી આપી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- ED કોઈ સુપર કોપ નથી:દરેક કેસની તપાસ કરી શકતી નથી, કાયદાની મર્યાદામાં રહીને કામ કરે; કોંગ્રેસ નેતા વિરુદ્ધની કાર્યવાહી રદ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : જાપાનમાં રાત્રે 1 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપ:22 લોકો ઘાયલ; આ મહિનાનો ત્રીજો મોટો ભૂકંપ; આવતા અઠવાડિયા સુધી તીવ્ર આંચકાની આશંકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMI સંપૂર્ણપણે ફ્રી નથી:પ્રોસેસિંગ ફી, 18% GSTથી ખિસ્સા પર વધારાનો બોજ પડશે; ખરીદી પહેલાં 5 ફેક્ટ તપાસો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : IPL ઇતિહાસની સૌથી મોટી ને ચોંકાવનારી ટ્રેડ ડીલ થઈ શકે:મુંબઈ અર્શદીપ માટે હાર્દિકનો કરશે સોદો, રોહિત-પંડ્યા ડ્રામાનો અંત! KKR જોતું રહી ગયું ને પંજાબે મારશે બાજી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નૂતન વર્ષનો લાભદાયી પ્રયોગ:આખું વર્ષ રહેશે લક્ષ્મીજીની કૃપા, જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી પ્રોગ્રેસની ચાવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કચરો જોતાં જ નોકરી છોડીને ભાગી ગયો રોબોટ ચીનમાં 6 રોબોટને એક દુકાનમાં 24 કલાકની નોકરી પર રાખવામાં આવ્યા હતા. આમાંથી ચાર રોબોટે તો પોતાની ડ્યુટી પૂરી કરી લીધી, પરંતુ બે વચ્ચેથી જ ફેલ થઈ ગયા. એક રોબોટ કચરાનો ડબ્બો જોતાં જ દુકાનમાંથી બહાર નીકળી ગયો અને બીજો શેલફ પર સામાન ભરવામાં આળસ દર્શાવવા લાગ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : મા વૈષ્ણોદેવીના દરબારમાં ગુજરાતની ભેટ:એવા 2 શ્રીયંત્ર જે વેચી શકાતા નથી; 70 કિલો વજન, 60 દિવસની મહેનત અને 5 ધાતુઓનો સંગમ 2. ખાખી કવર : સ્ત્રીની લાશના બ્લાઉસમાંથી મળી એક કાપલી:બહાર આવી 50 મહિલાઓને ભરખી જનારા સાયકો કિલરની સ્ટોરી, તાડીની દુકાનેથી શિકાર પસંદ કરતો 3. આજનું એક્સપ્લેનર:શું નેતન્યાહૂ જેલમાં જશે? આઇઝનકોટનું ઇઝરાયલના વડાપ્રધાન બનવાનું નક્કી; આરબ પાર્ટીઓ સરકારમાં આવશે તો શું બદલાશે 4. દિવાળી પર બાળકોનું ખાસ ધ્યાન રાખો!:ફટાકડા અને ધુમાડાથી કેવી રીતે બચાવવા, ઈમરજન્સીમાં શું કરવું; જાણો જરૂરી સાવચેતીઓ 5. 'મારી ઠાઠડી અહીંથી કાઢવાની, ઘરે ના લઈ જતા':એક લાખ ખર્ચી લગ્ન કરાવ્યા, દીકરો વહુને લઈ જતો રહ્યો, દિવાળીમાં અમદાવાદના વૃદ્ધાશ્રમમાં પરિવારને યાદ કરી વડીલોની આંખો ભીની 6. 'હેપી દિવાળી'નો મેસેજ ખાતું ખાલી કરી નાખશે:શુભેચ્છાઓમાં છુપાયેલી છે સાયબર ઠગોની જાળ, આ 6 પ્રકારના મેસેજથી સાવધાન; જાણો બચવાની 8 રીતો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ સોમવારનું રાશિફળ:મેષ, વૃષભ અને તુલા રાશિના જાતકોને મળશે પ્રકાશ પર્વની ચમક, કુંભ રાશિના લોકોને મળશે 'ગુડ ન્યૂઝ' (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    "I Was Unfaithful to My Wife": Jensen Huang Admits Affair As Nvidia Board Opens Probe
    Next Article
    Move Over Aloo Samosa, This Punjab Shop Is Selling Crispy Palak Paneer Samosas

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment