Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર શહેર-જિલ્લામાં દિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી, આતશબાજીથી આકાશ ઝળહળ્યું:ઠેર-ઠેર ફટાકડા ફોડી બાળકોથી લઈને વડીલોએ દીપોત્સવની ઉજવણી કરી

    6 hours ago

    દિવાળીના પર્વે ભાવનગર શહેર સહિત જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઘરોથી લઈને વેપારી સંસ્થાઓ અને શહેરના સર્કલો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યાં હતાં. આકર્ષક રોશની નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા, જ્યારે ઠેરઠેર આતશબાજી વચ્ચે લોકોએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. લોકોએ પોતાના ઘરો અને દુકાનોને દીવડાઓથી શણગારી ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ એવા દીપોત્સવની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પાવન અવસરે વહેલી સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘરો, દુકાનો અને વેપારી સંસ્થાઓને રંગબેરંગી રોશની તથા દીવડાઓથી શણગારી દિવાળીના પર્વને આવકાર્યું હતું. સમી સાંજે મંદિરો, દુકાનો, ઓફિસો તેમજ ઘરોમાં પરિવારજનો સાથે લોકોએ વિધિવત્ લક્ષ્મીપૂજન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. લક્ષ્મીપૂજન બાદ ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોએ આતશબાજી કરી દિવાળીના પર્વની ખુશી વ્યક્ત કરી હતી. આકાશમાં રંગબેરંગી ફટાકડાની રોશનીથી દિવાળીની રાત્રિ ઝળહળી ઊઠી હતી. બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે દીપોત્સવની ઉજવણી કરી હતી. આમ, સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના પર્વને લઈને ઉત્સાહ, ઉમંગ અને આનંદનો માહોલ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    Priya Prakash Varrier 20 Photos: प्रिया प्रकाश वारियर की दिवाली स्पेशल 20 फोटो, आंख में काजल, माथे पर बिंदी और कंधे पर मटका
    Next Article
    CEO Skips Expensive Diwali Flights For Train Travel, Calls It 'Mistake'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment