Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દિવાળીની ભવ્ય ઉજવણી:રંગબેરંગી આતશબાજી અને લાઈટ શોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા

    6 hours ago

    બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે દિવાળીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. રોશનીના ઝગમગાટથી મંદિર પરિસરનું વાતાવરણ આકર્ષક બની ગયું હતું. ભવ્ય લાઈટ શો અને આતશબાજીનું આયોજન દિવાળીની ઉજવણીના ભાગરૂપે મંદિર ખાતે ભવ્ય લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારાએ ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં જોડાયા દિવાળીની આ ભવ્ય ઉજવણી નિહાળવા માટે હનુમાનજી દાદાના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તિભાવ, ઝગમગતી રોશની અને આકર્ષક આતશબાજી વચ્ચે સાળંગપુર ધામમાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    दिवाली के मौके पर 'जहरीली' हुई दिल्ली की हवा, जानिए क्या है आपके शहर का AQI
    Next Article
    Video: Move Over Aloo Samosa, This Punjab Shop Is Selling Crispy Palak Paneer Samosas

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment