Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી:ઢોલ- શરણાઈના તાલે મહિલાઓ ગરબે ઘૂમી, પરિવાર સાથે અવનવા ફટાકડા ફોડ્યાં

    6 hours ago

    રાજકોટમાં દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઉનડકટ પરિવારે અનેકવિધ પ્રકારના ફટાકડા ફોડી પરિવાર સાથે આ પર્વને આવકારવામાં આવ્યો હતો. અહીં ઢોલ- બંસરીના તાલે મહિલાઓ ગરબે ઘૂમી હતી. ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા આગમન વખતે દિવાળીની જમણી કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે દિવાળી ઉજવાય છે. ઉનડકટ પરિવારનું કહેવું છે કે, ઘરના દરેક સભ્યો એક સાથે હોય અને દિવાળીની ઉજવણી થાય તો તે જ ખરી ઉજવણી ગણાય છે. પરિવાર સાથેની જ ઉજવણી ખરી ગણાઈઃ ગોપાલભાઈ ગોપાલભાઈ ઉનડકટે જણાવ્યું કે, દીપાવલીની આજે અમારા પરિવાર સાથે ઉજવણી કરી છીએ. શ્રીરામ ભગવાન જ્યારે રાવણનો વધ કરીને અયોધ્યા પધાર્યા, ત્યારે અયોધ્યા વાસીઓએ શ્રીરામ ભગવાનના સ્વાગતમાં આખું અયોધ્યા લાખો દીવડાથી શણગાર્યું હતું. એ વખતથી આપણે દીપાવલીનો પર્વ ઉજવીએ છીએ. મારી દ્રષ્ટિએ એક એક દીવડાથી તમારું અંધકાર મટી નથી જતું. તમે તમારા પરિવાર સાથે છો અને તેમનો તમને સહકાર મળે છે તે જ દિવાળીની ખરી ઉજવણી ગણાય છે. ફટાકડા ફોડવાથી એક અલગ જ મજા મળે છેઃ ક્રિશા જ્યારે યુવતી ક્રિશાએ જણાવ્યું કે, દિવાળીની ઉજવણી અમે આજે પરિવાર અને મિત્રો જોડે કરીએ છીએ. બહુ જ ખુશહાલથી અને ખુશીથી અમે દિવાળીની ઉજવણી કરીએ છીએ. બધા સાથે ઉમંગથી અમે ગરબા રમશું, દિવાળીની ઉજવણી પણ કરશું. બધા સાથે હસશું અને ખેલશું. ફટાકડા ફોડવાથી એક અલગ જ મજા મળે છે. આજે એક દિવસ જાત-જાતના ફોડી અને બસ મજા જ કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- ED કોઈ સુપર કોપ નથી:દરેક કેસની તપાસ કરી શકતી નથી, કાયદાની મર્યાદામાં રહીને કામ કરે; કોંગ્રેસ નેતા વિરુદ્ધની કાર્યવાહી રદ
    Next Article
    दिवाली के मौके पर जहरीली हुई दिल्ली की हवा, जानिए क्या है आपके शहर का AQI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment