Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર બુલેટ પ્રૂફ શીલ્ડ વિના અમિતાભ ફેન્સને મળ્યા:તબિયત બગડવાના સમાચાર વચ્ચે માઇક લઈ શુભકામનાઓ આપી; ધમકીઓના કારણે અભિષેક સતર્ક દેખાયો

    12 hours ago

    કાળી ચૌદશની રાતે એટલે કે શનિવાર સાંજે મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયતને લગતા ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. તેમ છતાં બિગ બી દર રવિવારની જેમ આ વખતે પણ રવિવારે ચાહકોને મળવા જલસાની બહાર આવ્યા. ગયા અઠવાડિયે ધમકીઓ મળવા વચ્ચે મહાનાયક બુલેટપ્રૂફ શીલ્ડની આડમાં ચાહકોને મળ્યા હતા, પરંતુ આ અઠવાડિયે શીલ્ડ હટાવી દેવામાં આવ્યું. પુત્ર અભિષેક બચ્ચન પણ પાછળ સતર્ક ઊભેલા જોવા મળ્યા. ધમકીઓ મળ્યા બાદ ગયા અઠવાડિયે બુલેટપ્રૂફ કેબિનમાં આપ્યાં સંડે દર્શન અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ઘર જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તેના કારણે ગયા રવિવારે અમિતાભ બચ્ચને બુલેટપ્રૂફ કાચના કેબિનની આડમાં સંડે દર્શન આપ્યાં હતાં. તેઓ કેબિનની અંદરથી જ બહાર હાજર ચાહકો તરફ હાથ હલાવતા અને હાથ જોડીને નમસ્કાર કરતા નજરે પડ્યા હતા. ત્યારે પણ પુત્ર અભિષેક તેમની સાથે હાજર હતો. ભાવુક પોસ્ટ કરીને બિગ બીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અમિતાભ બચ્ચને સત્તાવાર બ્લોગમાં લખ્યું, સૌને દીપાવલીની અનેક અનેક શુભેચ્છાઓ અને ચતુર્દશીની પણ શુભેચ્છા તથા સ્નેહ, આદર અને શુભ મંગળની પ્રાર્થનાઓ. ઈશ્વરની કૃપા હંમેશા આપણને ઘેરીને રહે. આગળ અમિતાભ બચ્ચને લખ્યું છે કે, તેમને એટલી બધી શુભેચ્છાઓ અને ભેટો મળે છે કે હવે તેમની પાસે તેને રાખવા માટેની જગ્યા પણ ઓછી પડવા લાગી છે. તેમણે લખ્યું, હું મારી તરફથી ભેટ મોકલનારાઓને પત્ર લખીને જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. પોતે જવાબ આપવા માગું છું, પરંતુ જે હાથથી લખું છું, તે હાથ ચલાવવામાં તકલીફ થઈ રહી છે. વિલંબ માટે માફી માગું છું. બ્લોગના આગામી ભાગમાં તેમણે લખ્યું છે કે- છેલ્લા કેટલાક દિવસોથી એવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેના કારણે તેમને વારંવાર માફી માંગવી પડી રહી છે. ઉપરાંત, અમિતાભ બચ્ચને સત્તાવાર X એકાઉન્ટ પરથી બે પોસ્ટ પણ શેર કરી. પહેલીમાં લખ્યું, ‘થ..થ.. થઈ ગયું.’ અને બીજીમાં લખ્યું, ‘અને શું? બસ.’ દાવોઃ તબિયત ખરાબ થતાં KBCનું શૂટિંગ અટકાવવામાં આવ્યું ન્યૂઝ એજન્સી આઈએએનએસે કૌન બનેગા કરોડપતિ સાથે જોડાયેલા સૂત્રને ટાંકીને લખ્યું છે કે અમિતાભ બચ્ચનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જેના કારણે શોના નવા એપિસોડનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, તબિયતમાં સુધારો થયા બાદ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નવા એપિસોડનું શૂટિંગ કરશે. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક બ્લોગ શેર કરીને જણાવ્યું કે તેઓ દૈનિક રૂટિન પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    🟠Venezuela Earthquake Update LIVE | ભૂકંપે આખા દેશને હચમચાવી નાખ્યો | Tsunami Alert | N18G
    Next Article
    કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- ED કોઈ સુપર કોપ નથી:દરેક કેસની તપાસ કરી શકતી નથી, કાયદાની મર્યાદામાં રહીને કામ કરે; કોંગ્રેસ નેતા વિરુદ્ધની કાર્યવાહી રદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment