Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ વેપારીઓએ ઉત્સાહ અને માહોલ વચ્ચે લક્ષ્મીપૂજન ચોપડાપૂજન કર્યું:લેપટોપ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં પણ ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનું મહત્વ અકબંધ

    6 hours ago

    દિવાળીના પાવન અવસરે ભાવનગર શહેર સહિત સમગ્ર પંથકમાં વેપારી આલમ દ્વારા પરંપરાગત ઉત્સાહ, ભક્તિ અને ધર્મમય વાતાવરણ વચ્ચે લક્ષ્મીપૂજન તેમજ ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં હિસાબ-કિતાબ માટે લેપટોપ અને કમ્પ્યુટર જેવા અદ્યતન ઉપકરણો અનિવાર્ય બન્યા હોવા છતાં, વર્ષો જૂની ચોપડાપૂજનની ધાર્મિક પરંપરાનું મહત્વ આજે પણ એટલું જ અકબંધ જોવા મળ્યું હતું. અક્ષરવાડી સહિત વિવિધ સંસ્થાઓમાં સમૂહ પૂજનના ભવ્ય આયોજન દિવાળીના શુભ મુહૂર્તે શહેરના સુપ્રસિદ્ધ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત વિવિધ જ્ઞાતિની વાડીઓ, ધાર્મિક મંદિરો અને સામાજિક સંસ્થાઓના કોમન હોલમાં વિશાળ પાયે સમૂહ ચોપડાપૂજન તેમજ લક્ષ્મીપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પરિવારોએ ઉપસ્થિત રહી સમૂહમાં પૂજાવિધિ સંપન્ન કરી હતી. મંત્રોચ્ચાર અને વૈદિક ઋચાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પેઢીઓ અને દુકાનોમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન નાના-મોટા વેપારીઓએ પોતાની દુકાનો, ઓફિસો અને વ્યવસાયિક પેઢીઓ ખાતે કુળગોર કે વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન સંપન્ન કરાવ્યું હતું. ચોપડા પર કંકુથી સ્વસ્તિક, શુભ-લાભ અને સરસ્વતી માતાનું આહ્વાન કરી પુષ્પ, ધૂપ-દીપ તથા મિઠાઈ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે નવા નાણાકીય વર્ષમાં વેપાર-રોજગારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે માતા લક્ષ્મીજીની સ્તુતિ કરાઈ હતી. ડિજિટલ ક્રાંતિ છતાં આસ્થાની પદ્ધતિ અણનમ આજના સમયમાં નાના વ્યવસાયિક એકમોથી માંડીને મલ્ટીનેશનલ કંપનીઓ સુધી નાણાકીય લેવડ-દેવડ અને એકાઉન્ટ્સ કમ્પ્યુટર સ્ક્રીન સુધી સીમિત થઈ ગયા છે. જોકે, હિસાબો રાખવાની પદ્ધતિ ભલે ડિજિટલ બની હોય, પરંતુ સંસ્કૃતિ અને રિવાજોમાં કોઈ કચાશ આવી નથી. વેપારીઓએ કમ્પ્યુટર અને લેપટોપની સાથે પરંપરાગત લાલ ચોપડાનું પણ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પૂજન કરી પોતાની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાનો ફાયર વિભાગ સંપૂર્ણપણે સજ્જ:8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા, 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડ ટુ
    Next Article
    ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે દિવાળી મનાવી:જામનગરમાં જનસંપર્ક કાર્યાલયે મીઠાઈ વહેંચી અને બાળકો સાથે ફટાકડા ફોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment