Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી કાર લેવા ગયેલા પરિવારના ઘરે બનેવીએ ચોરી કરી:ઉમરગામના કચિગામમાં ભિલાડ પોલીસે નરોલીના મહેશ પટેલની ધરપકડ કરી; રોકડ અને સોના-ચાંદીના દાગીના કબજે કર્યા

    6 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચિગામ ભરી ફળિયા ખાતે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પરિવારની ખુશીની પળો વચ્ચે જ સગા બનેવીએ પોતાના જ સાળાના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વિશ્વાસઘાતની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ગાડી ખરીદવા ગયા અને ઘર ખાલી થઈ ગયું પ્રાપ્ત માહિતી અનુસાર, કચિગામ ભરી ફળિયામાં રહેતા રાજેશભાઈ લાલુભાઈ પટેલ અને તેમનો પરિવાર ગત તારીખ 05/11/2025 ના રોજ નવી ગાડી ખરીદવા માટે શોરૂમમાં ગયા હતા. પરિવાર ઘરને તાળું મારીને ગયો હતો, પરંતુ આ દરમિયાન ઘરની દેખરેખ રાખી રહેલા મિત્રએ ફોન કરીને પરિવારને જાણ કરી હતી કે ઘરના બહારના ભાગે લાગેલા સીસીટીવી કેમેરા ઉપર કોઈએ આડાસ કરી દીધી છે. માહિતી મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા અને તપાસ કરી તો મુખ્ય દરવાજાનું તાળું બરાબર હતું. જેથી સભ્યોએ ફરીથી કાર શોરૂમમાં જઈને ગાડીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગાડી લઈને ઘરે આવ્યા બાદ જ્યારે શોરૂમમાંથી મળેલા કાગળો કબાટમાં મૂકવા ગયા, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. બેડરૂમમાં મુકેલા લોખંડના કબાટની તિજોરી કોઈ અજાણ્યા ઇસમે તોડી નાખી હતી અને અંદર મૂકેલી કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી તસ્કરોએ કબાટમાંથી અંદાજે ₹1,10,000 ની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના કિંમતી દાગીના ચોરી લીધા હતા. જેમાં આશરે 7.500 ગ્રામ સોનાની ચેન (કિંમત ₹30,000), આશરે 3 ગ્રામ સોનાની એક જોડી બુટ્ટી (કિંમત ₹12,000) તથા અંદાજે ₹1,42,000 ની કિંમતની અન્ય મત્તા મળીને કુલ મોટો મુદ્દામાલ ચોરાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું સગા બનેવીનું નામ ઘટનાની ગંભીરતા જોતાં પરિવારજનોએ તુરંત જ સ્થાનિક આગેવાનો અને ભિલાડ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ભિલાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરી કરનાર શખ્સ બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદીનો સગા બનેવી મહેશ નગીન પટેલ (રહે. નરોલી, દાદરા અને નગર હવેલી) હોવાનું સ્પષ્ટ થયું હતું. ભિલાડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી બનેવી મહેશ પટેલની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે. સગા બનેવી દ્વારા જ સાળાના ઘરે કરવામાં આવેલા આ ચોરીના કાંડથી પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    U-19 એશિયા કપમાં ભારત હાર તરફ ધકેલાયું:પાકિસ્તાનને હવે માત્ર 10 રન જોઈએ; PAKનો હમઝા ઝહરુર સદીની નજીક પહોંચ્યો; સ્કોર 198/7
    Next Article
    પાટણમાં સ્લમ વિસ્તારના પરિવારો સાથે દિવાળી ઉજવાઈ:બાળકો સાથે ફટાકડા ફોડ્યા, પરિવારોને મીઠાઈ વહેંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment