Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો:સાબરમતીથી વેરાવળથી ટ્રેન પર અજાણ્યા શખસોએ હુમલો કર્યો, એક કોચનો કાચ તૂટ્યો, પોલીસ ઘટનાસ્થળે

    7 hours ago

    અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. જેમાં અજાણ્યા શખસોએ હુમલો કર્યો લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા ઈસમો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નથી. ઘટના બાદ સુરક્ષિત રીતે ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લાઠી પોલીસ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે. પોલીસ અને તંત્રની પ્રતિક્રિયા ઘટના અંગે ધોળા RPF ગોલકરે જણાવ્યું હતું કે, “વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અમારી ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મુસાફરોએ પણ પથ્થર ફેંકનારને જોયા નથી, પરંતુ કાચ ફૂટ્યો છે. હાલ મળેલી માહિતીના આધારે લાઠી અને ખીજડીયા વચ્ચે સઘન તપાસ ચાલી રહી છે.”
    Click here to Read More
    Previous Article
    આજે શેરબજારમાં 1 કલાક ટ્રેડિંગ:સેન્સેક્સ 350 અંક વધીને 81350 પર પહોંચ્યો, નિફ્ટી લગભગ 100 અંક ઉપર; મેટલ શેરોમાં ખરીદી
    Next Article
    દિવાળીને પગલે અમીરગઢ બોર્ડર પર વાહનોની તપાસ:રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકિંગ; પ્રતિબંધિત વસ્તુઓ અને કેફી પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment