Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના બહાદુર સ્મિત મચ્છરની રંગોળીનું આકર્ષણ:રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર કલાકારોની કલાત્મક રંગોળીઓ ખીલી ઉઠી, યુનિટી ઇન ડાયવર્સિટીએ વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા

    7 hours ago

    દુબઈથી ઈઝરાયેલના તેલ અવિવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટને હાઈજેકને નિષ્ફળ બનાવી 174 પેસેન્જરોના જીવ બચાવનાર ગુજરાતના બહાદુર પાયલોટ સ્મિત મચ્છરના સન્માનમાં રાજકોટમાં એક ખાસ રંગોળી રેસકોર્સ રીંગરોડ પર રંગોળી સ્પર્ધા દરમિયાન જોવા મળી હતી. આ ઉપરાંત યુનિટી ઇન ડાયવર્સિટી થીમ પર રંગોળી બનાવવામાં આવી છે. જેની પાછળનો ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવવાનો હતો. જીપ્સા ભુવાએ જણાવ્યું હતું કે, સ્મિત મચ્છરના પ્રેરણાદાયી સાહસને બિરદાવવા માટે રંગોળી બનાવવામાં આવી છે. આ સુંદર રંગોળી બનાવવાની શરૂઆત બપોરે 4 વાગ્યાથી કરવામાં આવી હતી. જે રાત્રે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ હતી. આ રંગોળી નિહાળવા આવતા લોકો અને કલાકારો વચ્ચે એકબીજાને પ્રેરણા પૂરી પાડવાનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના આ સાહસિક નાગરિકનું આ પ્રકારે સન્માન કરવું એ સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે. જ્યારે કાવ્યા પીઠડીયાએ જણાવ્યું હતું કે, અમે અહીં યુનિટી ઇન ડાયવર્સિટી (વિવિધતામાં એકતા) થીમ પર રંગોળી તૈયાર કરી છે. આ થીમ પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હાલમાં દેશમાં યુદ્ધ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે આ થીમ દ્વારા એવો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જો જોડાણ અને એકતા હશે તો ઘણું બધું બચી શકશે અને નાની-નાની બાબતોમાં થતા વિવાદો અટકી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને દર વર્ષે અહીંથી જ થીમ પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે થીમ તેમણે જાતે ચૂઝ કરવાની હતી. આ સુંદર રંગોળી તૈયાર કરવા માટે તેઓ સવારે 4 વાગ્યાથી મહેનત કરી રહ્યા છે અને રાત્રે 11:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. કલાકોની સખત મહેનત અને અથાગ પરિશ્રમ પછી આ કલાત્મક રંગોળી તૈયાર થઈ છે.
    Click here to Read More
    Previous Article
    2000 કરોડની રામાયણ પાર્ટ-1ની કમાણી 200 કરોડને પાર:અંદાજ કરતાં 25 કરોડ ઓછા, નિષ્ણાતો બોલ્યા- ધુરંધરનો રેકોર્ડ તોડવો મુશ્કેલ, હિટ થયા પછી પણ સવાલ
    Next Article
    E20 पेट्रोल विवाद पर कर्नाटक मंत्री बोले- 'कट-कॉपी-पेस्ट' बोलने वाली कंपनियों को दिवाली बाद जवाब देंगे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment