Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણોતધારાની જમીનના પ્રીમિયમ નિયમોમાં મોટો ફેરફાર:મહેસૂલ વિભાગે કબજાની તારીખ અંગે કરી નવી સ્પષ્ટતા, તમામ કલેક્ટરોને આદેશ

    1 day ago

    ગુજરાતમાં ગણોતધારા હેઠળ નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનોના પ્રીમિયમની ગણતરીમાં કબજાની તારીખ નક્કી કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જમીનના કબજાની તારીખ અંગેની મૂંઝવણ દૂર કરવા વિભાગે નવી સૂચનાઓ જાહેર કરી છે. આ નિર્ણયથી ગણોતધારા હેઠળની જમીનોના પ્રીમિયમની ગણતરીમાં એકસૂત્રતા જળવાશે. મહેસૂલ વિભાગ દ્વારા 7 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં અગાઉની સૂચનાઓનો ઉલ્લેખ કરીને નવી જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. પરિપત્ર મુજબ, ગણોતધારાની કલમ 32(ગ) અને 32(ઓ) હેઠળ પ્રાપ્ત થયેલી પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનોના કબજાની તારીખ નક્કી કરવા માટે ગણોતિયાનો હક્ક કઈ તારીખથી સ્થાપિત થયો છે તે મહત્ત્વનું ગણાશે. આવી જમીનોના કિસ્સામાં મામલતદાર અથવા કૃષિપંચના હુકમમાં ગણોતિયાનો હક્ક સ્થાપિત કરતી વખતે દર્શાવેલી અથવા નક્કી કરેલી 'ડેટ ઓફ ડીમ્ડ પરચેઝ' (Date of Deemed Purchase)ની તારીખથી કબજાના હક્કની તારીખ ગણવાની રહેશે. જોકે, સંબંધિત હુકમમાં કબજાની તારીખ કે વર્ષ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું ન હોય તેવા કિસ્સામાં પુરાવા તરીકે રજૂ કરાયેલા પહાણીપત્રકમાં ખેડની રીત નંબર-3ના ઉલ્લેખમાં જે વર્ષ દર્શાવવામાં આવ્યું હોય તે વર્ષથી કબજાની ગણતરી કરવાની રહેશે. ગ્રાંટની તારીખથી 15 વર્ષ સુધી જમીન વેચી શકાશે નહીં પરિપત્રમાં ગણોતધારાની કલમ 32(પી)(2)(સી) અને કલમ 84(સી)(4) હેઠળ ગ્રાંટ થયેલી જમીનો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવી જમીનો પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતે ગ્રાંટ કરવામાં આવી હોય તો કબજાની ગણતરી ગ્રાંટના હુકમની તારીખથી કરવાની રહેશે. સાથે જ જમીન ગ્રાંટ થયાના હુકમની તારીખથી 15 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં કે જૂની શરતમાં ફેરફાર કરી શકાશે નહીં. મહેસૂલ વિભાગે આ પરિપત્ર મારફતે કબજાની સમયમર્યાદા ગણવા અંગેની પ્રક્રિયા સ્પષ્ટ કરી છે. આ સૂચનાઓનો અમલ કરવા રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ આ અંગે આપવામાં આવેલી સૂચનાઓને રદ કરીને હવે નવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગમાં સાગમટે બદલી-બઢતીના આદેશ:7 અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારી, 3ની સ્વવિનંતીથી બદલી
    Next Article
    Over 100 Men Surround Amritsar House, Open Fire. Several Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment