Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાએ ધોળા દિવસે બાળકને ફાડી ખાધો:કપાસના ખેતરમાં કામ કરતા પરિવારના બાળકને ખેંચી ગયો, અમરેલીનો બનાવ

    13 hours ago

    અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કેવી રીતે ઘટના બની? સણોસરા ગામના સીમ વિસ્તારમાં જીતુ સોમલાભાઈ માંજરિયાના ખેતરમાં 20થી વધુ મજૂરો કપાસ વીણતા હતા. આ દરમિયાન બે બાળક પાણી પીવા જતા હતા, જેમાંથી એક બાળક પર દીપડાએ અચાનક હુમલો કર્યો છે. જ્યારે અન્ય બાળક આ દૃશ્ય જોઈ ગભરાઈ ગયો હતો અને ત્યાથી ભાગ્યો હતો. બાળકના શિકાર બાદ અવાજ સંભળાતા લોકો ત્યા દોડી આવ્યા હતા. તેમજ 30 મિનિટથી વધુની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના પેટના ભાગે દીપડાના દાંતનાં નિશાન જોવા મળ્યાં હુમલો એટલો ભયાનક હતો કે દીપડાએ બાળકના માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાસ્થળે બાળકના પેટના ભાગે દીપડાના દાંતનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. આ હુમલામાં બાળક સાહિલ કલાસવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં પણ ફફડાટ ફેલાયો છે. વન વિભાગે ટીમો બનાવી સર્ચ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરી ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા. બીજી તરફ, વનવિભાગે દીપડાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સર્ચ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે. હવે જુઓ ત્રણ તસવીર શેત્રુંજી ડીવીજનના ACF રાજન જાદવે જણાવ્યું કે, સણોસરા ગામમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ જ્યારે મજૂરો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. તેમની સાથે બાળકો પણ હતા, ત્યારે એક બાળક પર દીપડા દ્વારા હુમલો કરી તેનું મોત નિપજાવવામાં આવ્યું છે. હાલ વન વિભાગની તમામ કાર્યવાહી ચાલુ છે. વનવિભાગે લોકોને ખાસ અપીલ કરી લોકોએ અપીલ છે કે, દિવાળી નિમિત્તે અમરેલી જિલ્લામાં બહારથી પણ ઘણા માણસો આવતા હોય છે, તેઓ પોતાના ખેતર-વાડીમાં જતી વખતે વિશેષ ધ્યાન રાખે. વન વિભાગની હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરે. વન વિભાગનો સ્ટાફ બધે ખડે પગે આ બાબતે તૈયાર જ છે. આવા બનાવો ન બને તે માટે આપણે પણ સાવચેતી રાખવી જોઈએ તેવી મારી નમ્ર અપીલ છે. સ્થાનિક મુકેશ ચોવટિયાએ જણાવ્યું કે, અમને સવારે ફોન આવ્યો હતો કે મજૂરના બાળકને દીપડો ઉપાડી ગયો છે. છોકરો પાણી પીવા ગયો હતો ત્યારે દીપડો તેને ત્યાંથી ઉપાડીને ખેતરમાં લઈ ગયો હતો. તેના ગળા તથા પેટના ભાગે ઈજા પહોંચાડી હતી. વન વિભાગે આજે જ પાંચથી છ પાંજરા મૂકવાની અને આ બાબતે તાત્કાલિક સખત પગલાં લેવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના દિલદાર શેઠ, બોનસમાં 1 લાખ રુપિયાની કડકડતી નોટો વહેંચી:કાપડના વેપારી થાળીમાં બંડલો લઈને આવ્યા, પત્નીએ 20 કર્મચારીઓને આપ્યા, સ્ટાફ ભાવુક થઈને રડી પડ્યો
    Next Article
    Jailer 2 BO Collection Day 23: Ramayana Effect? Film Witnesses Major Box Office Dip

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment