Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદમાં ધોવાઈ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે:ટીમ ઈન્ડિયાએ ગઈકાલે પ્રેક્ટિસ ન કરી, ન્યૂઝીલેન્ડે ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી; આજે વેલિંગ્ટનમાં મેચ

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ વેલિંગ્ટનમાં રમાશે. મેચ આજે સવારે 7:30 વાગ્યાથી હેનરી સ્ટેડિયમમાં શરૂ થશે. જોકે મેચ ત્યારે જ યોજાશે, જ્યારે વરસાદ નહીં પડે, પરંતુ વેલિંગ્ટનમાં શનિવારે 60% સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મેચ શરૂ થવાના 1 કલાક પહેલાંથી જ વરસાદ પડવાની આગાહી છે. ત્યારબાદ સમગ્ર મેચ દરમિયાન પણ તેનો ખતરો યથાવત રહેશે. વરસાદને કારણે જ ભારતીય ટીમે આજે પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરી દીધું. જ્યારે ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટન કોલેજની ઇન્ડોર સુવિધામાં પ્રેક્ટિસ કરવી પડી. પહેલી મેચમાં પણ વરસાદને કારણે 3 વખત રમત રોકાઈ હતી ભારત વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું નથી કેપ્ટન ગિલ અને કોહલી પર નજર રહેશે ન્યૂઝીલેન્ડને ડેરીલ મિચેલ પાસેથી આશાઓ ડેરિલ મિચેલ આ વર્ષે ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 2026માં 7 મેચમાં 501 રન બનાવ્યા છે. તેણે ભારત સામે પણ સતત સારું પ્રદર્શન કર્યું છે. ભારત સામેની છેલ્લી 8 મેચમાં તે 4 સદી અને 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેેફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નેથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    "He's Been Out Of The UFC Rankings": Islam Makhachev Shuts The Door On Shavkat Rakhmonov Wait
    Next Article
    મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ:13 વર્ષની કારકિર્દી રહી, 64 મેચમાં 229 વિકેટ લીધી, હવે વનડે અને ટી-20 રમતા રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment