Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર હત્યા કેસના ચાર આરોપીઓનું દોરડાથી બાંધી રી-કન્સ્ટ્રક્શન કરાયું:ટીબી હોસ્પિટલ પાછળથી ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

    12 hours ago

    સુરેન્દ્રનગર હત્યા કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓનું આજે મોડી સાંજે પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ચારેય આરોપીઓને દોરડાથી બાંધીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ચારેય આરોપીઓ હત્યાના ગુનામાં ફરાર હતા, જેમને LCBની ટીમે 2 નવેમ્બર 2026ના રોજ ટીબી હોસ્પિટલ પાછળથી ઝડપી પાડ્યા હતા. દોરડાથી બાંધી ઘટનાસ્થળે લઈ જવાયા પોલીસે હત્યા કેસમાં આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ જાણવા માટે રી-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ચારેય આરોપીઓને દોરડાથી બાંધીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. મોડી સાંજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું. ટીબી હોસ્પિટલ પાછળથી ચાર આરોપીઓ ઝડપાયા હતા LCBની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ પાછળ બાપા સીતારામની મઢુલી પાસેથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રવીભાઇ રાજુભાઇ ઝીંઝુવાડીયા, રોહિત ઉર્ફે ભાણો ચકાભાઇ કોરડીયા, પીંટુ ઉર્ફે બોદીયો નિલેશભાઇ ગાદલીયા અને રણજીતભાઇ લાલજીભાઇ ઝીંઝુવાડીયાનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારના રહેવાસી છે. સિટી એ ડિવિઝન પોલીસને સોંપાયા આ મામલે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓ BNSની કલમ 103(1), 189(4), 190, 191(2), 191(3), 61(2), 115(2) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. LCBએ ચારેયને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે સિટી એ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    India Set to Join EU's 93.5 Billion Euro Horizon Europe Research Program
    Next Article
    Nilesh Shah On India's Market Outlook: Asset Allocation, Valuations, Sector Bets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment