Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ધનતેરસના શુભ દિને ફોટોગ્રાફરોએ સામૂહિક કેમેરા પૂજન કર્યું:ચોપડા પૂજન સાથે કેમેરા અને વીડિયો કેમેરાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાઈ

    18 hours ago

    દિવાળીના પર્વનો પ્રારંભ થતાં જ ધનતેરસના દિવસે વેપારી વર્ગમાં ચોપડા પૂજનની પરંપરા જોવા મળે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથની પાવન ભૂમિ વેરાવળમાં ફોટોગ્રાફરોએ પણ પોતાની આગવી પરંપરા જાળવી રાખી હતી. વેરાવળના બંદર રોડ પર આવેલા સિદ્ધિ સ્ટુડિયો ખાતે ગીર સોમનાથ જિલ્લાના ફોટોગ્રાફરો એકત્રિત થયા હતા અને સામૂહિક ચોપડા પૂજન સાથે કેમેરા તથા વીડિયો કેમેરાનું પૂજન કર્યું હતું. ચોપડા પૂજન સાથે કેમેરાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે કેમેરા અને વીડિયો કેમેરા માત્ર વ્યવસાયનાં સાધનો નથી, પરંતુ તેમની આજીવિકા અને કળાની ઓળખ પણ છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને યોજાયેલા કાર્યક્રમમાં પરંપરાગત ચોપડા પૂજનની સાથે ફોટોગ્રાફીના મુખ્ય સાધનોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મનીષભાઈ પેરાણી અને દીપભાઈ પેરાણી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી પૂજન કરાવવામાં આવ્યું હતું. પૂજનવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ફોટોગ્રાફરોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વ્યવસાયની પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના આ પ્રસંગે ફોટોગ્રાફર મુકેશ ચોલેરાએ જણાવ્યું હતું કે, ફોટોગ્રાફી વ્યવસાય ફરીથી વધુ વેગ પકડે અને ગીર સોમનાથ જિલ્લાના તમામ ફોટોગ્રાફર ભાઈઓના ધંધા-રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ ફોટોગ્રાફરોના પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. વર્ષોથી સેવા આપતા વરિષ્ઠ કેમેરામેનોનું સન્માન કાર્યક્રમ દરમિયાન ફોટોગ્રાફીના ક્ષેત્રમાં વર્ષોથી પોતાની સેવાઓ આપતા જૂના અને વરિષ્ઠ કેમેરામેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમના વર્ષોના અનુભવ, કાર્ય અને ફોટોગ્રાફીના ક્ષેત્રમાં આપેલા યોગદાનને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડીલો પ્રત્યે આદરની ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સામૂહિક કેમેરા પૂજન કાર્યક્રમમાં મુકેશ ચોલેરા, કરણ ચોલેરા, મનીષભાઈ મેઠીયા, ધવલભાઈ સોની, ભાવિનભાઈ ચાવડા, જીગરભાઈ મહેતા, ધર્મેશભાઈ ધરસેંડા સહિત ગીર સોમનાથ જિલ્લાના અનેક જાણીતા અને અન્ય ફોટોગ્રાફર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય ગૃહ મંત્રી આજથી 4 દિવસ અમદાવાદમાં:રાજ્યના વિવિધ વિકાસ કાર્યો માટે અધિકારીઓ મંત્રી સાથે બેઠક કરશે, નવા વર્ષે નિવાસ્થાને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવશે
    Next Article
    Faf Du Plessis Predicts New Captains For LSG, KKR And MI In IPL 2027

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment