Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગર-કહીપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:આંબાપુરાના બે પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો

    1 day ago

    ખેરાલુ તાલુકાના આંબાપુરા ગામના રહેવાસી પ્રવીણજી વીરમાજી વલાજી ઠાકોર દ્વારા વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, વડનગર-કહીપુર રોડ પર સર્વિસ સ્ટેશન નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રવીણજીનો મોટો પુત્ર નિકુલ અને કુટુંબી ભત્રીજો અશોકજી વેલાજી ઠાકોર એમ બે યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. ઘટનાની વિગતો મુજબ પ્રવીણજીનું પલ્સર મોટરસાઇકલ લઈને તેમનો પુત્ર નિકુલજી અને ભત્રીજો અશોકજી બંને જણા મલાવ ખાતે આવેલા તેમની સાસરીમાં જવા માટે નીકળ્યા હતા. બપોરે અઢી વાગ્યે પ્રવીણજીના સાઢુ ઠાકોર ગોવિંદજી અભુજીનો ફોન આવ્યો હતો કે, નિકુલ અને અશોક મલાવ આવતા હતા ત્યારે વડનગર-કહીપુર રોડ પર નારસંગાવીર મંદિરથી કહીપુર તરફ સર્વિસ સ્ટેશન નજીક રોડ પર એક ફોર વ્હીલર ગાડી સાથે તેમના મોટરસાઇકલનો અકસ્માત નડ્યો છે અને બંનેને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં સ્ટેચર પર તપાસ કરતા ડૉક્ટરે બંને યુવાનોને મૃત જાહેર કર્યા હતા. પ્રારંભિક તપાસ અને સાઢુ દ્વારા મળેલી માહિતી મુજબ, મોટરસાઇકલ નિકુલ ચલાવતો હતો અને તેની પાછળ અશોક બેઠો હતો, તે દરમિયાન સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ફોર વ્હીલર ગાડી નંબર જી.જે.06 ડી.જી. 2018 ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ થવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વડનગર પોલીસે કાર ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'લધુમતીના ત્રાસથી બચવા બજરંગ દળ પાસે જતા છેડતી કરી':સરોજકુમાર શુક્લા અને તેના સાગરિતો હેરાન કરે છે, હું સુસાઈડ કરી લઈશ, પોલીસ ફરિયાદ લેતી નથીઃ પીડિતા
    Next Article
    Could AI Development Finally Slow Down After Blue Sweep? What Experts Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment