Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી એકનું મોત:દિવાળીની રજામાં બાઈક પર વતન મધ્યપ્રદેશ જતાં યુવકોને અકસ્માત નડ્યો, એકને ગંભીરઈજા

    8 hours ago

    દિવાળીના પર્વ ટાણે જ વડોદરાના નેશનલ હાઇવે નંબર-48 પર જાંબુઆ બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી બાઇક પર પોતાના વતન મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા બે યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી રોડ પર ફંગોળાયેલા બન્ને યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને લઈ ઉત્સવના માહોલ વચ્ચે પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટનામાં મૃતકનું નામ સંજય મહિડા અને ઇજાગ્રસ્તનું નામ રાજપાલ ચરપોટા છે. બંને યુવકો મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના લૂખીપાડા ગામના રહેવાસી છે તેમજ બન્ને સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘરે તહેવાર મનાવવા જતા હતા સંજય મહિડા અને રાજપાલ ચરપોટા લાંબા સમયથી સુરત ખાતે રહીને કામ કરતા હતા. દિવાળીની રજાઓ શરૂ થતા તેઓ પોતાના ઘરે તહેવાર મનાવવા માટે બાઇક દ્વારા રતલામ જવા માટે રવાના થયા હતા. વડોદરાના જાંબુવા બ્રિજ પાસે પહોંચતા જ અચાનક આ ગોઝારી ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજય મહિડા બે સંતાનોના પિતા હતા. તેઓના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજપાલ ચરપોટાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ કપૂરાઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. હાલ અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, અકસ્માતનું સાચું કારણ પોલીસ તપાસ અને એફએસએલ રિપોર્ટ બાદ જ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    રણબીરની 'રામાયણ' રણવીરની 'ધૂરંધર-2'ને પછાડી ન શકી:ઓપનિંગ ડે પર ₹65 કરોડ કમાણી; પ્રભાસની 'આદિપુરુષ'થી પણ પાછળ રહી ગઈ
    Next Article
    Democrats Inch Towards Historic House Majority Since 2008 Amid Trump's Rout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment