Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોળિયાએ મોઢેથી પકડી દીપડીને બે ગુલાટી મરાવી:પલસાણામાં અઢી વર્ષની દીપડી પર અઢી ફૂટનો નોળિયો ભારે; ગુજરાતની પ્રથમ ઘટના કેમેરામાં કેદ

    2 days ago

    સુરતના પલસાણા તાલુકાના વણેસા ગામે 'દુર્લભમાંથી અતિ દુર્લભ' ઘટના સામે આવી છે. અહીં પડતર જગ્યામાં એક દીપડી નોળિયાનો શિકાર કરવા જાય છે. આ સમયે નોળિયો તેની સામે પડકાર ફેકી સામે હુમલો કરે છે. આ જંગમાં નોળિયોએ દીપડીને મોઢાથી પકડીને બે ગુલાટી ખવડાવી દીધી હતી. આ ચારથી પાંચ મિનિટની રોમાંચક ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના કદાચ ગુજરાતની પ્રથમ હશે. રોમાંચક ઘટનાની ત્રણ તસવીરો ગ્રામજને દીપડીને જોઈ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરી વણેસા ગામના આયુષ હળપતિ સાંજના સમયે ભિમાડાથી અમલસાડી દૂધ આપવા મંડળી જઈ રહ્યા હતા, તે દરમિયાન ભિમાડાથી ગોટિયા ફળિયા વચ્ચે એક પડતર જગ્યામાં દીપડી બેઠેલી જોવા મળી હતી. આયુષે તુરંત જ 'ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ'ના જતીન રાઠોડને જાણ કરી હતી. જતીન રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. તપાસ કરતા તે અઢી વર્ષની દીપડી હોવાનું સામે આવ્યું હતું, જે શિકારની તાલાપીમાં બેઠી હતી. નોળિયાએ દીપડી પર સામો હુમલો કર્યો થોડીવાર પછી દીપડી ઊભી થઈને ધીમા પગે એક નોળિયા પાસે પહોંચે છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે દીપડી કૂદકો મારીને નોળિયા પર તરાપ મારતા માત્ર અઢી ફૂટના નોળિયાએ દીપડી પર વળતો હુમલો કર્યો હતો. બન્ને વચ્ચેની લડાઈમાં નોળિયાએ દીપડીનું મોઢું પકડી લીધુ હતું ને બે ગુલાટી ખવડાવી દીધી હતી. ભાગવાની જગ્યાએ નોળિયો દીપડી તરફ આગળ વધી રહ્યો હતો. નોલિયાના આ વર્તનથી શિકાર કર્યા વગર જ દીપડી ભાગી છૂટી હતી. ચારથી પાંચ મિનિટની ઘટના કેમેરામાં કેદ થઈ આ અદ્ભુત અને રોમાંચક ચારથી પાંચ મિનિટની ઘટના જતીન રાઠોડે પોતાના કેમેરોમાં કેદ કરી હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે કદ ભલે નાનું હોય, પણ બહાદુરી આગળ મોટા શિકારીઓએ પણ પાછા પગ કરવા પડે છે. વિજ્ઞાનની ભાષામાં 'જર્નલિસ્ટિક ડાયટ' કહેવાય છેઃ ધીરજ કુમાર સુરત ડીસીએફ ધીરજ કુમારે જણાવ્યું કે, જંગલના દ્રષ્ટિકોણથી દીપડાનો ખોરાક લેવાનો વ્યાપ ખૂબ મોટો અને નોન-સિલેક્ટિવ હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'જર્નલિસ્ટિક ડાયટ' કે 'કેથોલિક ડાયટ' કહેવામાં આવે છે. દીપડો 1-2 કિલોથી લઈને 30-40 કિલો સુધીના કોઈપણ નાના-મોટા પ્રાણીનો શિકાર કરી શકે છે અને તે માત્ર એ જ ગણતરી કરે છે કે શિકાર કરવામાં તેની કેટલી ઊર્જા વપરાશે. નોળિયા પાસે ઝેર હોતું નથી, પરંતુ તેની ઝડપી હલનચલન કરવાની ક્ષમતાને કારણે તે આ મુકાબલામાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. સામાન્ય રીતે નોળિયો દીપડાનો મનપસંદ ખોરાક નથી પણ એક 'ઓપર્ચ્યુનિસ્ટિક ફૂડ' (તક મળ્યે ખાતો ખોરાક) છે. આવી ઘટનાઓ ખાસ કરીને 2થી 4 વર્ષના નવા અને ઓછો અનુભવ ધરાવતા 'સબ-અડલ્ટ' દીપડાઓમાં વધુ જોવા મળે છે, જેઓ પોતાના નવા વિસ્તારની શોધમાં હોય છે. ‘દક્ષિણ ગુજરાતમાં 100થી વધુ દીપડાનો વસવાટ’ વધુમાં ધીરજ કુમારે ઉમેર્યું કે, 2023ની વસ્તી ગણતરી મુજબ સુરત જિલ્લામાં 103 દીપડા નોંધાયા હતા અને આગામી વર્ષે ફરી નવી વસ્તી ગણતરી હાથ ધરાશે. દીપડા માનવ વસ્તી કે ગ્રામીણ વિસ્તારો તરફ ન ભટકે અને તેમને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા વિશેષ ઉપક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં માંડવી ખાતે 'સ્પોટેડ ડિયર' (હરણ) અને 'રેડ જંગલ ફાઉલ' (જંગલી મરઘા) માટે બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયા છે, તેમજ ગીરના જંગલમાંથી પણ હરણોને લાવવામાં આવ્યા છે, જેમનું સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. વીડિયોમાં દેખાતા દીપડા અંગે તેમણે સંભાવના વ્યક્ત કરી હતી કે, તે અંદાજે બેથી અઢી વર્ષની ઉંમરનો સબ-અડલ્ટ દીપડો હોઈ શકે છે, જેને અનુભવના અભાવે આ શિકાર કરવામાં સફળતા મળી ન હતી.
    Click here to Read More
    Previous Article
    રતલામમાં 2 કરોડની નોટોથી સજાવાયું મહાલક્ષ્મી મંદિર:40 દેશોની કરન્સી, ચાંદીના 52 હાથી પણ; સોના-ચાંદીના દાગીનાથી શણગાર
    Next Article
    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી:પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, બોમ્બ-ડોગ સ્ક્વોડ પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment