Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ધણેજ ખાતે ભગવાન ધન્વંતરીનું વિશ્વનું એકમાત્ર સમાધિસ્થાન:વ્રજ નદી કિનારે આવેલું છે ભગવાન ધન્વંતરીનું વિશ્વનું એકમાત્ર સમાધિસ્થાન અને આશ્રમ; ધનતેરસના દિવસે વિશેષ પૂજા અર્ચના,

    2 days ago

    ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલું મોટી ધણેજ ગામ એક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રખ્યાત સ્થળ છે. જૂનાગઢથી આશરે 60 કિલોમીટર દૂર વ્રજમી (વ્રજ) નદીના કિનારે ઘેઘુર જંગલ અને અલોકિક વાતાવરણ વચ્ચે ભગવાન ધન્વંતરીનું વિશ્વમાં અન્યત્ર ક્યાંય ન હોય તેવું એકમાત્ર સમાધિ સ્થાન અને પવિત્ર આશ્રમ આવેલો છે. આ સ્થળ આયુર્વેદ, દુર્લભ જડીબુટ્ટીઓ અને દૈવી આસ્થાના ત્રિવેણી સંગમ તરીકે જાણીતું છે, જે અગાઉ નાની ડેરી તરીકે ઓળખાતું હતું અને હવે એક વિશાળ મંદિર તરીકે વિકસિત થયું છે. આ પવિત્ર ભૂમિ સાથે આશરે ૫ હજાર વર્ષ જૂની રાજા પરીક્ષિત અને તક્ષક નાગની પૌરાણિક કથા જોડાયેલી છે. સમુદ્ર મંથન બાદ અમૃતનો ઘડો લઈને કાશીના રાજા દેવોદાસ (ભગવાન ધન્વંતરી) સોમનાથ અને વાલકા ક્ષેત્રે ફરતા ફરતા અહીં આવ્યા હતા અને અહીંની સૃષ્ટિ તેમજ ઔષધોનો અપાર જથ્થો જોઈને રોકાઈ ગયા હતા. આ ગામમાં 'ધન્વંતરી સ્ટડ ફાર્મ' પણ આવેલું છે. ​આ સ્થાન પર દર મહિનાના છેલ્લા ગુરુવારે ધન્વંતરી યજ્ઞ અને ચિકિત્સા શિબિરનું આયોજન થાય છે, તેમજ ધનતેરસ અને ભાદરવી તેરસથી અમાસ દરમિયાન ભવ્ય મહાયજ્ઞ તથા મેળો ભરાય છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના આજુબાજુના પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં વૈદ્યો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે. આ સ્થાન પ્રત્યે લોકોની ગાઢ આસ્થા રહેલી છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટે દિવ્ય પાર્શ્વ ચિકિત્સાની માનતા રાખવામાં આવે છે અને આશીર્વાદ મળતા આશ્રમમાં બાળકોના ફોટા મૂકવામાં આવે છે. તેમજ પગના દુખાવા માટે કાચની પગની પ્રતિમાઓ અને કેન્સર જેવા ગંભીર રોગોમાંથી મુક્તિ માટે ઔષધપાનની માનતાઓ રખાય છે. ગામ અને આસપાસના ખેડૂતો વાવણી વખતે તથા પાક ઉતાર્યા પછી નવું ઉત્પાદન અને મગફળી સૌપ્રથમ ભગવાન ધન્વંતરીને અર્પણ કરે છે. આશ્રમની આસપાસ તક્ષક નાગની ગુફા અને વિશ્વમાં અનોખો ગણાતો સફેદ વડ આવેલો છે. શ્રાવણ વદ તેરસે આખા ગામ દ્વારા અહીં ધ્વજારોહણ ઉત્સવ ઉજવાય છે, જેમાં ૧૦૦૦ થી 1500 શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે છે. વિશેષરૂપે, આ વિસ્તાર અને ગામમાં ભગવાન ધન્વંતરીની એવી અસીમ કૃપા છે કે સાપ કરડવાથી (સર્પદંસ) ક્યારેય કોઈનું મૃત્યુ થતું નથી. ​ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી દ્રવ્યગુણ વિભાગમાં એમડી થયેલા વૈદ્ય પાંચાભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારથી એમડીમાં હતા ત્યારથી ભગવાન ધન્વંતરીના દર્શને આવે છે અને દર મહિનાના છેલ્લા ગુરુવારે આયુર્વેદના સ્નાતકો તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધન્વંતરી યજ્ઞ તથા ચિકિત્સા શિબિરનું આયોજન કરે છે. દર વર્ષના અંતે ધન્વંતરી ત્રયોદશીના દિવસે યોજાતા ભવ્ય મહાયજ્ઞમાં આજુબાજુના રાજ્યોમાંથી વૈદ્યો અપાર આસ્થા સાથે પધારે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો ભગવાન ધન્વંતરીને પોતાના ઈષ્ટદેવ કે ગ્રામ્ય દેવતા તરીકે પૂજે છે અને ખેડૂતો નવો પાક ભગવાનના ચરણે ધરીને જ ઘર લઈ જાય છે. ​મોટી ધણેજ ગામના રહીશ હરદાસભાઈ પટાટ જણાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં વ્રજ નદીના કિનારે ધન્વંતરી દાદાનું વિશ્વમાં અન્યત્ર ક્યાંય ન હોય તેવું એકમાત્ર સમાધિ સ્થાન મોટી ધણેજ ગામમાં આવેલું છે. વ્રજ નદીના કિનારે કશ્યપ ઘાટ આવેલો છે જ્યાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી પૂજા કરે છે. કાશીના રાજા દેવોદાસ અહીં આવીને રોકાયા હતા અને ઔષધિઓનું સંશોધન કરી માનવ જાતના દુઃખો દૂર કર્યા હતા. આશ્રમથી અડધો કિલોમીટર દૂર તક્ષક નાગની ગુફા અને સફેદ વડ આવેલો છે, જ્યાં શ્રાવણ વદ તેરસે ધ્વજારોહણ થાય છે અને ઝેરી કાંટો વાગ્યો હોય કે અન્ય પીડા હોય તો લોકો માનતા પૂરી કરી મુક્તિ મેળવે છે. ​મોટી ધણેજ ગામના રહીશ હમીરભાઈ બાવાભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, ધનતેરસ એ ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ છે. કાશીના રાજા દિવોદાસ તરીકે જન્મ લેનાર ભગવાન ધન્વંતરી ભ્રમણ કરતાં કરતાં અહીં આવ્યા અને ઔષધોનો જથ્થો જોઈ રોકાઈ ગયા હતા. આ વિસ્તારમાં ભગવાન ધન્વંતરીની એવી કૃપા છે કે ક્યારેય સર્પદંસથી કોઈનું મૃત્યુ થતું નથી. આજથી ૨૦ વર્ષ પહેલાં અહીંના પુજારીને સર્પદંસ થયો હતો છતાં હોસ્પિટલના રિપોર્ટમાં શરીરમાં ઝેરની કોઈ અસર જોવા મળી ન હતી. અહીં ભગવાન ધન્વંતરીની ઔષધિઓ અને દૈવી શક્તિનું અદ્ભુત સ્થાન છે અને દર વર્ષે ભાદરવી તેરસ તથા અમાસે મોટો મેળો ભરાય
    Click here to Read More
    Previous Article
    સુરતની કંપનીનો લદ્દાખમાં ડંકો:18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનનું સફળ પરીક્ષણ, ભારતીય સેનાને સોંપાયું
    Next Article
    અમદાવાદના રીવરફ્રન્ટ યોગા ગ્રુપે ગણેશજીના વિવાહનું આયોજન કર્યું:ધનતેરસની અનોખી ઊજવણીમાં હળદર, જાન આગમન અને વિદાયની વિધિઓ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment