Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેકની રોમેન્ટિક કેમેસ્ટ્રી:મલાઇકા અરોરા રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી, અર્જુન કપૂર પણ હાજર રહ્યો; કરીનાના લૂકે 'પૂ'ની યાદ અપાવી

    2 days ago

    પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ગુરુવારે રાત્રે મુંબઈમાં પોતાની વાર્ષિક દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું. જ્યારે , મલાઈકા અરોરા પોતાના કથિત બોયફ્રેન્ડ અને બિઝનેસમેન હર્ષ મહેતા સાથે જોવા મળી હતી. આ ઉજવણીમાં નીતા અંબાણી, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, અક્ષય કુમાર, ક્રીતિ સેનન, દિશા પટાની અને કરણ જોહર જેવી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. ઐશ્વર્યા અને અભિષેક હાથમાં હાથ નાખીને જોવા મળ્યા ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને એકસાથે એન્ટ્રી લીધી. ઐશ્વર્યા લાલ રંગના પરંપરાગત લુકમાં જોવા મળી, જ્યારે અભિષેક બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો. બંનેએ પાપારાઝીની સામે હાથમાં હાથ પકડીને પોઝ આપ્યા. તસવીરો માટે પોઝ આપતી વખતે બંને એકબીજા તરફ જોઈને સ્મિત કરતા અને શરમાતા જોવા મળ્યાં. મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીની તસવીરો જુઓ- રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પહોંચી મલાઈકા, એક્સ-પાર્ટનર અર્જુન પણ રહ્યો હાજર પાર્ટીમાં એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ અને બિઝનેસમેન હર્ષ મહેતા સાથે પહોંચી હતી. મલાઈકાએ પિંક અને વ્હાઇટ કોમ્બિનેશનવાળો શિમરી લહેંગો પહેર્યો હતો, જેને તેણે ડાયમંડ નેકલેસ સાથે સ્ટાઇલ કર્યો હતો. બીજી તરફ, હર્ષ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા અને બંને એકસાથે પાર્ટીમાં પહોંચ્યા તથા બહાર નીકળ્યા. રસપ્રદ વાત એ રહી કે આ જ દિવાળી પાર્ટીમાં મલાઈકાનો પૂર્વ પાર્ટનર અને એક્ટર અર્જુન કપૂર પણ હાજર હતો. ગોલ્ડન સાડીમાં કરીનાએ સૈફ સાથે પોઝ આપ્યા એક્ટ્રેસ કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂર સાથે મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી. કરીનાએ ગોલ્ડન સિક્વન્સ સાડી સાથે મેચિંગ બેકલેસ બ્લાઉઝ પહેર્યો હતો, જે તેની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના 'પૂ' પાત્રની યાદ અપાવતો હતો. સ્મોકી આઈ મેકઅપ સાથે તેણે લુક કમ્પ્લિટ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Delhi Trade Body States 2 Key Demands For 20 Markets Ahead Of Diwali
    Next Article
    સુરતની કંપનીનો લદ્દાખમાં ડંકો:18,000 ફૂટની ઊંચાઈએ એક્ટિવ જામિંગ વચ્ચે દેશના પહેલા કામિકાઝે FPV ડ્રોનનું સફળ પરીક્ષણ, ભારતીય સેનાને સોંપાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment