Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડની સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી, બેનાં મોત:કાટમાળમાંથી મોડી રાત્રે કર્મચારીઓની લાશો નીકળતી રહી ને સત્તાધીશો ઠંડા પીણાંની લિજ્જત માણતા રહ્યા!

    1 day ago

    દિવાળીના પાવન પર્વ ટાણે જ તાપી જિલ્લામાં એક હૃદયદ્રાવક ગોઝારી દુર્ઘટના સામે આવી છે. વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલી કોપર કો-ઓપરેટિવ સુગર મિલમાં સમી સાંજે ગરમ અને ઠંડા પાણીની તોતિંગ ટાંકી અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. આ હોનારતમાં ટાંકીના કાટમાળ નીચે દબાઈ જવાથી મિલમાં કામ કરતા બે નિર્દોષ કર્મચારીના કરૂણ મોત નીપજ્યા છે. તહેવારોના દિવસોમાં જ બે ઘરના મોભી ગુમાવતા પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનો માતમ છવાઈ ગયો છે. ધડાકાભેર ટાંકી તૂટતાં નાસભાગ મચી ઘટનાની વિગતો અનુસાર, દાદરિયા સ્થિત કોપર સુગર મિલમાં સમી 5 નવેમ્બરની સાંજે રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ગરમ અને ઠંડા પાણીની વિશાળ ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટાંકી ધરાશાયી થતાં જ અવાજ અને ભયના માર્યા મિલ પરિસરમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડનો કાફલો બચાવ કામગીરી માટે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. મોડી રાત્રે કલાકોની જહેમત બાદ મૃતદેહ મળ્યા કાટમાળ નીચે કર્મચારીઓ દબાયા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગરમ અને ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી ત્યાંથી પસાર થતી લાઈનમાંથી બન્ને કર્મચારીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી પરિવારોને સોંપવાની તજવીજ ધરવામાં આવી છે. બંને કર્મચારીના મૃતદેહ મળતાં જ પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. પરિવારમાં માતમ અને સત્તાધીશોની ઠંડા પીણાંની મહેફિલ આ સમગ્ર દુર્ઘટના વચ્ચે માનવતાને શર્મસાર કરતું સંવેદનહીન દૃશ્ય સામે આવ્યું હતું. એક તરફ કાટમાળ નીચે દબાયેલા પોતાના જ કામદારોને શોધવા ફાયરની ટીમો પરસેવો પાડી રહી હતી અને દિવાળીના ટાણે પરિવારજનો આક્રંદ કરી રહ્યા હતા; ત્યારે બીજી તરફ દાદરિયા સુગર મિલના નઘરોળ અને સંવેદનહીન સત્તાધીશો જાણે કંઈ બન્યું જ ન હોય તેમ નિરાંતે બેસીને ઠંડા પીણાંની લિજ્જત માણતા જોવા મળ્યા હતા. પોતાના કર્મચારીઓના મોતનો મલાજો જાળવવાને બદલે ઠંડા પીણાં ગટગટાવતા સત્તાધીશોની આ મનોવૃત્તિ સામે સમગ્ર તાપી જિલ્લામાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ચેરમેનના દાવા સામે સ્થાનિકોના આકરા સવાલો આ જીવલેણ દુર્ઘટના બાદ સુગર મિલના વહીવટ અને કામદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે: જો ખરેખર તાજેતરમાં જ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું, તો પછી તોતિંગ ટાંકી અચાનક કઈ રીતે ધરાશાયી થઈ? શું મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ કામગીરી બતાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો? હાલ સ્થાનિકોમાં આ અંગે તટસ્થ તપાસ હાથ ધરીને બેદરકાર સત્તાધીશો સામે કડકમાં કડક ગુનો દાખલ કરવાની માગણી પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    दिल्ली: करोल बाग के गफ्फार मार्केट में लगी भीषण आग पर काबू, बैटरियों के ओवरहीट से दुकान में आग लगने का शक
    Next Article
    End Of Debate? How International Farewells Defined Messi, Ronaldo's Legacies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment