Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારધામની યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત:ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકી, પાડોશીએ કહ્યું- 'ખબરઅંતર પૂછવા ફોન કર્યો તો પોલીસે મોતની જાણ કરી'

    6 hours ago

    સુરતમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ પટેલ અને તેમના પરિવારને ઉત્તરકાશઈમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાહર માટે ખસેડવામાં આવ્યા છે. અશોકભાઈ પટેલ, પત્ની, બે સંતાનો અને અન્ય ત્રણ સંબંધી સાથે 31 ઓક્ટોબરે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આજે તેઓ ઈનોવા કારમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ઊંડી ખીણમાં થઈ નદીમાં ખાબકી હતી. પાડોશીએ કહ્યું- 'ગંગોત્રીમાં હતા ત્યારે દર્શન કરાવ્યા હતા' સુરતની શિવાલિક રેસિડેન્સીમાં આવેલા અશોકભાઈ પટેલના નિવાસસ્થાને ભાસ્કર પહોંચ્યું ત્યારે ઘર બંધ જોવા મળ્યું. પાડોશમાં રહેતા યુવાને જણાવ્યું હતું કે, વેદાંત(અશોકભાઈ પટેલનો પુત્ર) અને તેના પરિવારજનો ગંગોત્રીમાં હતા ત્યારે દર્શન કરાવ્યા હતા પરંતુ, વધુ વાતચીત થઈ નહોતી. આજે તેઓ કેદારનાથ જવા માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. વેદાંત અને તેના પરિવારના લોકો 31 ઓક્ટોબરે ચારધામની યાત્રા પર નીકળ્યા હતા. માતા-પિતા અને પુત્રીનું મોત, પુત્ર સારવાર હેઠળ મળતી વિગત મુજબ ઉત્તરકાશીમાં સર્જાયેલા અકસ્માતમાં અશોકભાઈ પટેલ, તેમના પત્ની સુધાબેન પટેલ અને પુત્રી રૂતિકા પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે વેદાંતને ગંભીર ઈજા પહોંચી હોય તેની સારવાર ચાલી રહી છે. અશોકભાઈ પટેલ વકીલ તરીકે પ્રેકટિસ કરતા અકસ્માતમાં ભોગ બનેલા અશોકભાઈ પટેલ વકીલાત કરતા હતા. જ્યારે પુત્રી રૂતિકાએ બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને સરકારી નોકરી માટે તૈયારી કરતી હતી. પુત્ર વેદાંત 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પટેલ પરિવાર મૂળ ધંધુકાના પચ્છમ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. સુધાબેન અને તેના પરિવારના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું- પિન્ટુબેન પરિવાર ખૂબ જ ભક્તિભાવ વાળો અને રમુજી સ્વભાવનો હતો વહેલા 4:30 વાગે જાગીને સુધાબેન કાંતારેશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરવા માટે જતા હતા એટલે અમે સપને પણ નહોતું વિચાર્યું કે આવું થશે અને આજે સવારમાં ખૂબ જ દુઃખદ સમાચાર સાંભળીને અમને પણ દુઃખ થયુ છે. આ સમાચાર પણ વાંચોઃ ઉત્તરકાશીમાં ઈનોવા નદીમાં ખાબકતા 3 ગુજરાતી સહિત ચારના મોત ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર સુરતના શ્રદ્ધાળુઓની ઇનોવા કાર લગભગ 300 મીટર ઊંડી ખીણમાં પડ્યા બાદ ભાગીરથી નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 17 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ છે. બીજી તરફ, 2 મહિલાઓ હજુ પણ ગુમ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં સોસાયટીમાં સફાઈ:ટ્રેક્ટર અને JCBની મદદથી કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરાયા
    Next Article
    A 'Diwali' before Diwali in the stock market | શેરબજારમાં દિવાળી પહેલા દિવાળી | Sensex | Nifty

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment