Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર બાદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં બળવો:નેતાઓએ રક્ષા મંત્રીને ઘેર્યા, કહ્યું- ઈરાન યુદ્ધમાં ફસાવ્યા; ટેરિફથી પણ વાત બગડી

    12 hours ago

    મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં આંતરિક નારાજગી સામે આવી રહી છે. ટેક્સાસના ભૂતપૂર્વ રિપબ્લિકન કાર્યકારી નિર્દેશક ચેડ વિલબેન્ક્સે ઈરાન યુદ્ધ, ટેરિફ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો પક્ષ લેતા ટ્રમ્પના નિર્ણયોને હારનું કારણ ગણાવ્યું. CNN મુજબ, ટ્રમ્પના નજીકના નેતાઓએ રક્ષામંત્રી પીટ હેગસેથ પર આરોપ લગાવ્યો કે તેમણે રાષ્ટ્રપતિને ઈરાન યુદ્ધમાં ફસાવી દીધા, પરંતુ તેમાંથી બહાર નીકળવાની કોઈ સ્પષ્ટ યોજના બનાવી નહીં. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ સ્વીકાર્યું કે ઈરાન યુદ્ધને કારણે ટ્રમ્પના ઘણા જૂના સમર્થકોએ આ વખતે રિપબ્લિકન પાર્ટીથી અંતર રાખ્યું. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ હાઉસમાં કુલ 435 બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 242 અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 151 બેઠકો જીતી છે. 42 બેઠકો પર મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ગઈ છે. ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધને કારણે મિડટર્મ ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થયું. જોકે, તેમણે તેનો બચાવ કરતાં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો. CNBC મુજબ ટ્રમ્પે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ઈરાન યુદ્ધને કારણે થોડા સમય માટે પેટ્રોલના ભાવ વધી ગયા હતા. પરંતુ જો મને ફરીથી નિર્ણય લેવાની તક મળે, તો હું ફરીથી આવું જ કરીશ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ હાઉસમાં કુલ 435 બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 242 અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 151 બેઠકો જીતી છે. 42 બેઠકો પર મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ચૂકી છે. સેનેટ સેનેટની 100 બેઠકોમાંથી 35 પર ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં 33 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકીની 2 બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને સામેલ કરતાં ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે. ગવર્નર ચૂંટણી કુલ 36 બેઠકોમાંથી 34 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 22 ડેમોક્રેટ્સ અને 12 રિપબ્લિકન્સે બેઠકો જીતી છે. 2 રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    Trump on Iran: Mid Term Election में हार के बाद घबराए ट्रंप ? ईरान युद्ध पर किया बड़ा एलान | US-Iran
    Next Article
    ઉત્તરકાશીમાં કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોનાં મોત:બેની શોધખોળ ચાલુ, ગુજરાતના 6 શ્રદ્ધાળુઓ ગંગોત્રી જઈ રહ્યા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment