Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'એક વર્ષમાં મોદી સરકાર પડી જશે', રાહુલનો દાવો, મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, ઇરાને હોર્મુઝ રૂટ પર પ્રતિબંધ હટાવતા પેટ્રોલ-ડીઝલ સસ્તાં થઇ શકે

    8 hours ago

    નમસ્તે, હવે તમામ અગ્નિવીરોને કાયમી સૈનિક બનવાની તક મળશે. 8 મહિનાથી બંધ હોર્મુઝનો માર્ગ હવે ભારત માટે ખુલી ગયો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી મોદી એશિયાઈ પેરા રમતો 2026માં ભાગ લેનારા ભારતીય દળ સાથે વાતચીત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. હવે તમામ અગ્નિવીર કાયમી સૈનિક બની શકશે:સેવા પણ 4 વર્ષથી વધારીને 6 વર્ષ; હાલમાં 25%ને કાયમી નોકરી, બાકીના બહાર થઈ જતા હતા અગ્નિવીર હવે 4 નહીં, 6 વર્ષ સુધી નોકરી કરી શકશે. ત્યારબાદ પણ સેનામાં રહેવા માંગતા હશે, તો તેમણે આ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેમાં સફળ થયા તો કાયમી કમિશન પણ મળશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણીએ બુધવારે આ જાહેરાત કરી. તેનાથી ત્રણેય સેનાઓમાં તૈનાત આશરે 3.18 લાખ અગ્નિવીરોને લાભ થશે. વધારાની બે વર્ષની નોકરી દરમિયાન અગ્નવીરોને વધારેલા પગાર-ભથ્થાં મળશે. આ પહેલાં દરેક બેચના 25% અગ્નીવીરોને મેરિટના આધારે નિયમિત સૈનિક બનાવવાની અને બાકીના 75%ને ચાર વર્ષની સેવા બાદ સેનામાંથી મુક્ત કરવાની જોગવાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે:ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી, આ જ રૂટથી ભારત 40% ક્રૂડ ઓઈલ મંગાવે છે ઈરાને આશરે 8 મહિના બાદ ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે ભારતીય જહાજો આ માર્ગ પરથી કોઈપણ રોકટોક વિના પસાર થઈ શકશે. ઈરાને ચીન, ઈરાક અને કતારનાં જહાજોને પણ આ છૂટ આપી છે. 28 ફેબ્રુઆરીથી આ માર્ગ પર જહાજોની અવરજવર પર પ્રતિબંધો લાગુ હતા. ભારત પોતાના કુલ ક્રૂડ ઓઈલની આયાતમાંથી આશરે 40% આ જ માર્ગેથી મંગાવે છે. ઈરાનની સમાચાર વેબસાઇટ ઈરાનવાયર અને અનાદોલૂ એજન્સીના અહેવાલ અનુસાર, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અહમદ હયાત-મોગદ્દમે મંગળવારે આ માહિતી આપી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ બંને ગૃહોમાં હાર્યા, ડેમોક્રેટ્સને બહુમતી:અમેરિકાના પહેલાં મુસ્લિમ સેનેટર બનશે અબ્દુલ અલ-સૈયદ, ટ્રમ્પે તેમને 'જેહાદી' કહ્યા હતા અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ, મિશિગનમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સૈયદે જીત મેળવી છે. આ સાથે જ તેઓ અમેરિકાના ઇતિહાસમાં સેનેટર તરીકે ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ બની ગયા છે. ટ્રમ્પે અબ્દુલને ખુલ્લા મંચ પરથી 'જિહાદી' કહ્યા હતા. 25 ઑક્ટોબરે મિશિગનમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું, "હું અહીં એક જિહાદી અને મુસ્લિમ બ્રધરહૂડના સભ્યને અમેરિકન સેનેટર બનવાથી રોકવા આવ્યો છું." વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'બે કરતાં વધુ બાળકો હોવા પર ચૂંટણીથી રોકવું ખોટું':સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયદા પર વિચાર કરવાની જરૂર; 5 રાજ્યોમાં લાગુ છે નિયમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બે કરતાં વધુ બાળકો હોવા પર ચૂંટણી લડવાથી રોકતા કાયદા હવે પ્રાસંગિક રહ્યા નથી. કોર્ટે જણાવ્યું કે ભારતમાં કુલ પ્રજનન દર 2003માં 3 હતો, જે હવે ઘટીને 1.9 રહ્યો છે. 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ રેટ માનવામાં આવે છે. આનાથી ઓછા પ્રજનન દરનો અર્થ એ છે કે એક પેઢી પોતાના સ્થાને આવનારી પેઢીને સંપૂર્ણ રીતે સ્થાન આપી શકશે નહીં. કોર્ટે કહ્યું કે પ્રજનન દરમાં ઘટાડાથી વૃદ્ધોની વસ્તી વધી શકે છે અને કામકાજ કરતા લોકોની સંખ્યા ઘટી શકે છે. આ ફેરફારોને અવગણવાના ગંભીર પરિણામો આવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કોહલીએ તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો:વનડે રનચેઝમાં સૌથી વધુ રન, રોહિત 17મી વાર શૂન્ય પર આઉટ; અર્શદીપનો ગર્લફ્રેન્ડ માટે ડાન્સ ભારતે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલી ટાર્ગેટ કરતા સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયા. તેમણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો. રોહિત શર્મા 17મી વખત શૂન્ય પર આઉટ થયા. જ્યારે અર્શદીપ સિંહે કાઇલ જેમિસનને આઉટ કર્યા બાદ ડાન્સ કર્યો. તેમણે આ ડાન્સ પોતાની ગર્લફ્રેન્ડને સમર્પિત કર્યો. કોહલીએ વનડે ક્રિકેટમાં ટાર્ગેટ ચેઝ કરતા સૌથી વધુ 8741 રન બનાવી લીધા. તેમણે સચિન તેંડુલકરના 8720 રનને પાછળ છોડી દીધા. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 1,971 રન પૂરા કરી લીધા છે. આ સાથે જ તેમણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. બંને બેટર આ મામલે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યના 9.69 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સના DAમાં 3%નો વધારો:પડતર દિવસે રજા જાહેર, હવે દિવાળીથી લઈ ભાઈબીજ સુધી ચાર દિવસ લોંગ વિકેન્ડ દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. દિવાળીના તહેવારને લઈ 9 નવેમ્બરે પડતર દિવસે સરકારે રજા જાહેર કરી છે. ત્યારે દિવાળીથી લઈને ભાઈબીજ સુધી સરકારી કર્મચારીઓને ચાર દિવસની રજા છે. જો કે 9 નવેમ્બરના બદલે 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રાહુલની રેલીમાં ન ગયા એ 'લગ્નના ઘોડા'ને કોંગ્રેસે ઘરે બેસાડ્યા:યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ-કોર્પોરેશનમાં ટિકિટ મળી હોય તેનો પણ સમાવેશ ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. દિલ્હીમાં એક નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા સ્ટેટ સેક્રેટરી સહિત જિલ્લા પ્રમુખોને પદ પરથી દૂર કરવામાં આવ્યા. એટલું જ નહીં આગામી સૂચના ન મળે તે ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેમાં 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશમાં 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનશે:વીજળી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે 14,500 કરોડ રૂપિયા મંજૂર (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં 3 બાળકો પેદા કરવાનો ટ્રેન્ડ વધ્યો:વધુ બાળકો અમીરો માટે પ્રતિષ્ઠાની નિશાની, ઉછેર પાછળ કરોડો ખર્ચી રહ્યા છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધી:₹2 કરોડની લાંચ ને સુસાઇડ કેસમાં 20 વર્ષ જૂની તપાસ ફરી શરૂ, વિપક્ષનો રાજીનામા માટે હલ્લાબોલ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : યુરોપમાં અનેક વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઇટાલીએ ફાઇટર જેટ મોકલ્યા, પોલેન્ડે એરપોર્ટ બંધ કર્યું; તમામ ધમકીઓ ખોટી સાબિત થઈ (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : દિવાળી પહેલાં જ અમુલે ઘીના ભાવ વધાર્યા:1 કિલો ઘી ₹50 વધીને ₹680નું થયું, 100 ગ્રામ બટરનો ભાવ પણ વધીને ₹66 થયો; નકલી ઘી સામે કાર્યવાહી બાદ વધી માગ (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : CSK લિવિંગસ્ટનને ટ્રેડ કરવા માગે છે:SRHએ હજુ સુધી નિર્ણય લીધો નથી; 13 કરોડમાં ખરીદાયેલો છે ઇંગ્લિશ ઓલરાઉન્ડર (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : માત્ર ધન નહીં, બુદ્ધિ અને જ્ઞાન પણ જરૂરી:જાણો દિવાળી પર મહાલક્ષ્મી સાથે ગણેશજી અને મા સરસ્વતીની પૂજા શા માટે કરવી જોઈએ (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દિવાળી પર કર્મચારીઓને આઇફોન ગિફ્ટ દિલ્હીની એક કંપનીએ દિવાળી પર કર્મચારીઓને મીઠાઈ નહીં, સીધા આઇફોન-16 ગિફ્ટ કરી દીધા. દરેક ડેસ્ક પર રિબનથી શણગારેલા ફોનના બોક્સ રાખેલા હતા. વીડિયો વાયરલ થયો તો લોકો પૂછવા લાગ્યા- ભાઈ, નોકરી મળશે કે શું? 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : મા-બાપ સંતાનોની હત્યા કેમ કરવા લાગ્યાં: 3 ઘટનાથી ગુજરાત શર્મશાર; ત્રણેયમાં કોમન વાત, આવું ઝૂનુન ચડે છે કેવી રીતે 2. Editor's View : ટ્રમ્પનો ફુગ્ગો ફૂટ્યો: અમેરિકાની સંસદમાં 83 વર્ષની સૌથી ભૂંડી હાર, હજુ બે વર્ષ હાહાકાર મચાવવા પ્લાન-B તૈયાર, ભારતને 3 મોટા ફાયદા થઇ શકે 3. સંપત્તિનું સિક્રેટ : ‘શોર્ટકટથી મળેલી સંપત્તિ સુખેથી જીવવા દેતી નથી’: 12th ફેલ અને 3000 કરોડની કંપનીના માલિક બિપિન હદવાણીએ કહ્યું-દિલથી કરેલી મહેનતના ધનથી જીવવાની મજા આવશે 4. પથારીવશ લાચાર માતાને ઉતારી મોતને ઘાટ: પતિ-પત્ની બન્યા સીરિયલ કિલર, પીપમાં પડી હતી લાશ ને બાજુમાં બેસી લોકોએ ગાયા મરસિયાં 5. પારકી પંચાત : કોંગ્રેસના નેતાની હુક્કા પાર્ટીનો VIDEO: ગાંધીનગરના નવા મેયરની પહેલી સ્પીચ જ વિવાદમાં આવી, રૂપાલાની ‘બાંધી મૂઠી લાખની’ 6. ભાસ્કર એક્સપ્લેનર : ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા, શું ચાલુ કાર્યકાળમાં જ ખુરશી છીનવાશે?: ભારત પર કેટલો પ્રભાવ, શું હવે ઈરાન યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે? 7. આજનું એક્સપ્લેનર: પાઇલટ નતાલિયાએ કહ્યું- અમારી પાસે સમય નથી; મિસાઇલની જેમ જમીન સાથે કેવી રીતે અથડાયું જેટ, અંતિમ પળોની રેકોર્ડિંગથી શું જાણવા મળ્યું? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃષભ સહિત ચાર રાશિઓ માટે શુભ દિપાવલીની શરૂઆત, મીન રાશિના જાતકોને રોકાણમાં બમણો ફાયદો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    LeBron James Injury Update: Philadelphia 76ers Star's Availability Against Detroit Pistons, Latest Status and Return Timeline
    Next Article
    How Trump Tried To 'Interfere' In Elections With A 'Non-Citizen Voters' List

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment