Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં જુનાગઢ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર:ઉપરકોટ, ગીર સફારી, ગિરનાર રોપ-વે અને મોહબ્બત મકબરો, નવાબી મ્યુઝિયમ, વિલિંગ્ડન ડેમ અને બૌદ્ધ ગુફાઓ

    13 hours ago

    દિવાળીની રજાઓમાં હવે જૂનાગઢ જિલ્લો ફરવા માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીંના ઐતિહાસિક સ્મારકો, પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક સ્થળોની મુલાકાતે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ​ગિરનાર પર્વત અને રોપ-વે પ્રાકૃતિક સૌંદર્ય, પવિત્રતા અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમ સમાન ગિરનાર ક્ષેત્રમાં દિવાળીના તહેવારો પર લાખો પ્રવાસીઓ આવે છે. ગિરનાર રોપ-વે શરૂ થવાથી યાત્રાળુઓ ખૂબ જ ઓછા સમયમાં ઉપર પહોંચી શકે છે. આ પવિત્ર ભૂમિ પર નવનાથ, સિદ્ધ ચોર્યાસી, ચોસઠ જોગણી અને બાવન વીરના બેસણા હોવાથી તેને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. રોપ-વે ટિકિટના દરોમાં પુખ્ત વયના માટે રાઉન્ડ ટ્રિપ ₹700 (ઓનલાઈન અંદાજે ₹630-₹699), વન-વે ₹400, બાળકો (5 થી 10 વર્ષ) માટે રાઉન્ડ ટ્રિપ ₹350 / વન-વે ₹200 છે. 5 વર્ષથી નાના અથવા 90-110 સે.મી.થી નીચેની ઊંચાઈ ધરાવતા બાળકો માટે મુસાફરી નિઃશુલ્ક છે. કોમ્બો પાસ અંદાજે ₹899 થી ₹974, પર્સનલ કેબિન ₹5,600 અને ગ્લાસ-બોટમ કેબિન ₹4,200 માં ઉપલબ્ધ છે. રોપ-વે નો સમય સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે અને ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચતા 7 થી 10 મિનિટ લાગે છે. સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન બુકિંગ થઈ શકે છે. ​જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો જૂનાગઢનો ઇતિહાસ અને રોમાંચનું પ્રતિક એવા ઉપરકોટ કિલ્લાનો ઇતિહાસ અંદાજે 2300 વર્ષ જૂનો છે, જેનું નિર્માણ મૌર્ય રાજા ચંદ્રગુપ્ત દ્વારા ઈ.ਸ.પૂર્વે 319માં કરાવવામાં આવ્યું હતું. આ ભવ્ય કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, બૌદ્ધ ગુફાઓ, અનાજના ભંડાર અને તોપો જેવી અનેક ઐતિહાસિક ધરોહરો આવેલી છે. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ભવ્ય રિનોવેશન અને બ્યુટીફિકેશન બાદ ઉપરકોટનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કિલ્લામાં પ્રવેશવાનો સમય સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધીનો છે. ટિકિટના દરોમાં ભારતીય પુખ્ત વયના (૧૨ વર્ષથી ઉપર) માટે ₹100, ભારતીય બાળક માટે ₹50, સ્થાનિક જૂનાગઢવાસી પુખ્ત વયના માટે ₹50 અને સ્થાનિક બાળક માટે ₹25 છે (સ્થાનિક લાભ માટે માન્ય દસ્તાવેજ ફરજિયાત છે). 12 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે ₹50 અને 85 સેમીથી વધુ ઊંચાઈ અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ₹25 છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે ગાઇડ શુલ્ક ₹20 પ્રતિ વિદ્યાર્થી છે.સાંજનો આકર્ષક 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' સાંજે 7:15 થી 9:00 PM દરમિયાન યોજાય છે (ટિકિટ: પુખ્ત વયના માટે ₹177 અને બાળકના ₹88). વિશેષ પૂછપરછ માટે કસ્ટમર કેર નંબર +918735047350 ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ અને સોવેનિયર્સ સ્ટોર ('ઇમલી') ની પણ ઉત્તમ વ્યવસ્થા છે. ​પ્રકૃતિ અને સિંહનું ઘર: ગીર (સાસણ) ની સુંદરતા ભારતભરમાં માત્ર ગુજરાતના ગીરના જંગલો એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, ગાઢ જંગલો અને વિવિધ વન્યજીવો પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અમદાવાદથી સાસણ ગીરનું અંતર રોડ માર્ગે આશરે 400 કિમી (7 થી 8 કલાક) છે. ટ્રેન દ્વારા જૂનાગઢ કે વેરાવળ થઈને અને હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ (ત્યાંથી 70 કિમી) અથવા રાજકોટ એરપોર્ટ થઈને પહોંચી શકાય છે. ગીર જંગલ ટ્રાયલ (કોર સફારી) માટે ફોરેસ્ટ પરમિટ ચાર્જ સોમવારથી શુક્રવાર ₹800 થી ₹1,000, વીકેન્ડ અને તહેવારોમાં ₹1,000 થી ₹1,200 અને વિદેશીઓ માટે ₹5,600 થી ₹7,000 છે. ઓપન જીપનું ભાડું પ્રતિ વાહન ₹2,100 થી ₹2,600 અને ફરજિયાત ફોરેસ્ટ ગાઈડ ફી ₹400 થી ₹500 છે. દેવળીયા સફારી પાર્ક ઇન્ટરપ્રિટેશન ઝોનમાં ઇકો-બસ સફારી પુખ્ત વયના માટે ₹150-₹190 અને બાળકો માટે ₹75-₹95 છે, જ્યારે દેવળીયા ઓપન ગિપ્સી સફારીનો કુલ ખર્ચ અંદાજે પ્રતિ વાહન ₹3,200 છે. સફારીનો સમય શિયાળામાં સવારે 06:30 થી 11:30 અને સાંજે 03:00 થી 06:00 નો રહે છે. બુકિંગ સત્તાવાર પોર્ટલ દ્વારા કરવાનું રહે છે અને એન્ટ્રી સમયે મૂળ ઓળખપત્ર અનિવાર્ય છે. જૂનાગઢ મોહબ્બત મકબરો અને અન્ય સ્થળો જૂનાગઢની મધ્યમાં આવેલો ઐતિહાસિક મોહબ્બત મકબરો એ ગોથિક, ઇસ્લામિક અને ફ્રેન્ચ વાસ્તુશૈલીનો અદ્ભુત સમન્વય છે, જેનું નિર્માણ 1892 થી 1901 દરમિયાન થયું હતું. તેની બેજોડ કોતરણી, જટિલ ઝરૂખાઓ અને ભવ્ય ગુંબજોને કારણે તેને 'મિની તાજમહેલ' પણ કહેવામાં આવે છે. તાજેતરમાં થયેલા જીર્ણોદ્ધાર અને સુંદર બ્યુટીફિકેશન બાદ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ મુખ્ય સ્થળો ઉપરાંત દર વર્ષે જૂનાગઢ શહેરમાં નવાબી મ્યુઝિયમ, સકરબાગ ઝૂ, વિલીંગ્ડન ડેમ અને બૌદ્ધ ગુફાઓની મુલાકાતે પણ બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
    Click here to Read More
    Previous Article
    Merab Dvalishvili Reunites With Old Rival Marlon Moraes In RAF Abu Dhabi Clash
    Next Article
    Israel's Gadi Eisenkot Vows To "Deepen" US Ties If Elected PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment