Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વિરોધ પક્ષે જાતે મજેવડી દરવાજાનો રસ્તો ખોલ્યો:તૈયાર થયેલા રસ્તાને ખોલવા સામે તંત્રની ઢીલી કામગીરીથી રોષ, તહેવાર ટાણે વેપાર-ધંધા પર અસર

    21 hours ago

    જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાના કામોને લઈને સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મજેવડી દરવાજા પાસે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રસ્તો બનાવવાની કામગીરી ચાલુ હતી. રોડ તૈયાર થઈ ગયા બાદ ક્યોરિંગનો સમય તથા કટીંગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી. છતાં તંત્ર દ્વારા તૈયાર થયેલા આ રસ્તાને સમયસર ખુલ્લો મૂકવામાં આવ્યો ન હતો. જેને પગલે આજે વિરોધ પક્ષે જાતે જ રસ્તાને ખુલ્લો મુકી દીધો હતો. રસ્તો બંધ હોવાને કારણે લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યા, ધૂળ-ડમરી અને ડાયવર્ઝનનો ભારે ત્રાસ વેઠવો પડતો હતો. તંત્રની આ ઉદાસીનતા અને સમયસર રસ્તો ન ખોલવાની નીતિને કારણે લોકોને હાલાકી વધી હતી, જેને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ‘શાસકોને ભ્રષ્ટાચારમાંથી સમય જ નથી મળતો’ જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે, મજેવડી દરવાજા પાસે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રસ્તો બનાવવાનું કામ ચાલુ હતું. નવરાત્રી સમયમાં તો આ રસ્તો ન ખુલ્લો, પરંતુ દિવાળીના બે-ચાર દિવસ જ બાકી રહ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી પાણી પાવાનું ક્યોરિંગ ટાઈમ પૂરો થઈ ગયો હતો અને રોડ કટીંગ પણ થઈ ગયું હતું. પરંતુ શાસકોને ભ્રષ્ટાચારમાંથી સમય જ નથી મળતો કે આ રસ્તો ખુલ્લો મૂકે. દિવાળીમાં વેપાર-ધંધા પર થોડી રાહત થાય લોકોને આ રસ્તો બંધ હોવાને કારણે પુષ્કળ માત્રામાં ટ્રાફિકની સમસ્યા, ધૂળ, ડમરી અને ડાયવર્ઝનને કારણે એટલો ત્રાસદાયક સમય વેઠવો પડતો હતો કે તેની વાત જ ન પૂછવી. એટલા માટે આજે લોકોની પીડા સમજીને કોંગ્રેસ પરિવારના મિત્રો અને મહિલા કોંગ્રેસ દ્વારા આ રસ્તો જાતે જ ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે, જેથી દિવાળીના સમયે લોકોના વેપાર-ધંધા અને ઉદ્યોગો જે 50 ટકા જેટલા પડી ભાંગ્યા છે તેમાં થોડી રાહત થાય તેમજ બહારથી આવતા પ્રવાસીઓને પણ રાહત મળે. ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ હતી ​આ બાબતે સિંગદાણાની ફેક્ટરીના વેપારી શૈલેષ સોઢાએ જણાવ્યું કે, આ રસ્તો આજે ખૂલવાથી ખૂબ જ સારી કામગીરી થઈ છે, કારણ કે હીરોના શોરૂમથી પંપ પાસેના રોડનું કામ 10-15 દિવસ વહેલું થઈ ગયું હોવા છતાં પંપ પાસે હજી રસ્તો ખોલવામાં નહોતો આવ્યો. આ રસ્તો તૈયાર થયાને 6-7 દિવસ થઈ ગયા હોવા છતાં તે ખૂલ્યો ન હતો, જેના કારણે ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતા અને ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ હતી. તહેવારોના દિવસો હોવાથી વિરોધ પક્ષ સૌના સાથ સહકારથી આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જે બદલ તેમણે પોતાની ખુશી અને લાગણી વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં શિવ મહાપુરાણ કથા યોજાશે:કેશવ મહિલા મંડળે નડિયાદના ભગતજી મહારાજને શ્રીફળ અને શાલ આપી આમંત્રણ આપ્યું
    Next Article
    દિવાળી પહેલાં જામનગરમાં ફૂડ શાખા એક્શનમાં:ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ, કાજુ-બદામ-અંજીર સહિતના સેમ્પલ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment