Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રણવીર સિંહનો ફોન ચેક કરવાની ઇચ્છા છે':'સેક્રેડ ગેમ્સ' ફેમ એલનાઝ નોરૌઝીએ બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર્સના વખાણ કર્યા; 'રેપિડ ફાયર' ઇન્ટરવ્યૂ

    1 day ago

    એલનાઝ નોરૌઝીએ ભારતીય મનોરંજન જગતમાં કામ કરતી વખતે ઘણા મોટા કલાકારો સાથે સમય વિતાવ્યો છે. દરેક કલાકારની પોતાની ખાસિયત હોય છે અને એલનાઝના જણાવ્યા મુજબ, તેણે પણ પોતાના સહ-કલાકારો પાસેથી કંઈક ને કંઈક શીખ્યું છે. શાહરુખ ખાનનું ક્રૂ પ્રત્યેનું સન્માન, સલમાન ખાનની મહેનત અને નવાઝુદ્દીન સિદ્દીકીનું કામ પરનું ધ્યાન તેમને ખાસ કરીને પ્રભાવિત કરે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એલનાઝે આ અનુભવો સાથે મજેદાર રેપિડ ફાયરમાં પણ ભાગ લીધો. પ્રશ્ન: શાહરુખ ખાન પાસેથી તમે શું શીખ્યા? જવાબ: શાહરુખ ખાન જે રીતે પોતાની ટીમ અને ક્રૂના લોકોને સન્માન આપે છે, તે ખૂબ ખાસ છે. તેઓ દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તે છે. આ વાત મેં તેમની પાસેથી શીખી છે. પ્રશ્ન: સલમાન ખાન પાસેથી શું શીખવા મળ્યું? જવાબ: સલમાન ખાન પાસેથી મેં મહેનત અને સતત કામ કરતા રહેવાની શીખ લીધી છે. તેમનું પોતાના કામ પ્રત્યેનું સમર્પણ પ્રેરણાદાયક છે. પ્રશ્ન: નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન અને હોલિવૂડના કલાકારો પાસેથી શું શીખ્યું? જવાબ: નવાઝુદ્દીન સિદ્દીકી સેટ પર પોતાના કામ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ફોનથી દૂર રહે છે. સૈફ અલી ખાન રિહર્સલને મહત્ત્વ આપે છે. જેક ક્વેઇડ ખૂબ સ્પષ્ટવક્તા છે, લિયમ નીસન ખૂબ સહજ છે અને જેરાર્ડ બટલરનો હ્યુમર સેન્સ કમાલનો છે. દરેક કલાકાર પાસેથી કંઈક અલગ શીખવા મળે છે. પ્રશ્ન: લિયમ નીસન કે શાહરુખ ખાન, તમે કોની સાથે ગપસપ કરવા ઈચ્છશો? જવાબ: લિયમ નીસન સાથે. પ્રશ્ન: અને ડાન્સ કોની સાથે કરવા ઈચ્છશો? જવાબ: શાહરુખ ખાન સાથે. પ્રશ્ન: બોલિવૂડના કયા સ્ટારનો ફોન ચેક કરવાની તક મળે તો કોનો ફોન ચેક કરશો? જવાબ: રણવીર સિંહનો. પ્રશ્ન: પોતાને ત્રણ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો? જવાબ: ‘ધ રિલેન્ટલેસ’. હું સરળતાથી હાર માનતી નથી. પ્રશ્ન: કોઈ વ્યક્તિની કઈ વાત તમને સૌથી વધુ આકર્ષે છે? જવાબ: જ્યારે કોઈ વ્યક્તિ સમજદાર હોય, દુનિયા અને રાજકારણની સમજ ધરાવતો હોય, અન્ય લોકો પ્રત્યે દયાળુ હોય અને એક જેન્ટલમેનની જેમ વર્તે. થોડી પુરુષત્વભરી ઊર્જા પણ મને આકર્ષે છે. પ્રશ્ન: આગળ કયા પ્રોજેક્ટમાં જોવા મળશે? જવાબ: આગામી વર્ષે મારી એક નવી ફિલ્મ આવશે. હાલમાં હું તેના વિશે વધુ માહિતી શેર કરી શકતી નથી. ___________ એલનાઝ નોરૌજી સાથે જોડાયેલો આ ઇન્ટરવ્યૂ પણ વાંચો ‘ધ ફિક્સ’માં લિયામ નીસન સાથે જોવા મળશે એલનાઝ:કહ્યું- હોલિવૂડના કલાકારો સહજ હોય છે, ભારતમાં ફિલ્મમેકિંગની રીત બદલાઈ શકે છે હોલિવૂડ ફિલ્મ ‘ધ ફિક્સ’માં લિયમ નીસન અને જેક ક્વેઇડ જેવા કલાકારો સાથે કામ કરી રહેલી એક્ટ્રેસ એલનાઝ નોરૌઝી હાલમાં પોતાની કારકિર્દીના એક નવા પડાવ પર છે. ઈરાનમાં જન્મેલી, જર્મનીમાં ઉછરેલી અને ભારતમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે લોસ એન્જલિસમાં તકો શોધી રહેલી એલનાઝની સફર સરળ રહી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Samsung Shares Behind-the-Scenes Look at Galaxy Z Fold 8 Manufacturing and Testing
    Next Article
    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, હવે 53 દેશમાં તબાહી!:જગત જમાદાર બોલ્યા પોલિટિકલ પંડીત બનીશ, 100માંથી 63 લોકોએ કહ્યું હતું ખેલ ખતમ, હારની ભારત પર પાંચ મોટી અસર થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment