Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલમાં માતાઓ માટે ત્રણ સ્પર્ધા યોજાઈ:રંગોળી, દીવા અને આરતી ડેકોરેશનમાં વિજેતાઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો અપાયા

    1 day ago

    ઇનોવેટિવ કિડ્સ સ્કૂલમાં બાળકોની માતાઓ માટે રંગોળી, દીવા ડેકોરેશન અને આરતી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ. તેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ રંગોળી, દીવા અને આરતીની સજાવટની કૃતિઓ તૈયાર કરી હતી. શાળા પરિવાર તરફથી તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અપાયાં હતાં. રંગોળી સ્પર્ધામાં અંજલીબેન ઝીંઝુવાડિયા પ્રથમ, શીતલબેન જાદવાણી બીજા અને નિધિબેન વાગડિયા ત્રીજા ક્રમે રહ્યાં હતાં. દીવા ડેકોરેશનમાં ખુશ્બુબેન વાગડિયા અને આરતી ડેકોરેશનમાં નયનાબેન ગોહિલ વિજેતા બન્યાં હતાં. વિધિબેન અને ડો. શ્રેયસભાઈ ગાંધીએ જજ તરીકે કૃતિઓનું મૂલ્યાંકન કર્યું હતું. વિજેતાઓને સર્ટિફિકેટ સાથે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. શાળા પરિવારે સ્પર્ધકો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. આવી પ્રવૃત્તિઓથી માતાઓની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન મળે અને શાળા તથા વાલીઓ વચ્ચેનો સંબંધ મજબૂત બને તેવો પ્રયાસ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCની રેડ:સિંધુભવન, ચાંદખેડા, ગુજરાત કોલેજ રોડ અને ઈન્ફોસિટીમાં સપાટો, 94 હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Ramayana: Decoding VFX Behind Nitesh Tiwari's Global Mythological Spectacle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment