Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવીને યુવકની હત્યા:પિતાએ પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, તપાસ તેજ

    18 hours ago

    સુરેન્દ્રનગરના નિર્મળનગરમાં જૂના મનદુઃખને પગલે હાર્દિક ભરતભાઈ સાતંલપરા પર છરીથી હુમલો થયો હોવાનો આક્ષેપ છે. હુમલામાં હાર્દિકનું મોત થયું. તેના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હાર્દિકે આશરે દોઢ વર્ષ પહેલાં મનીષા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને ટી.બી. હોસ્પિટલ પાછળ નિર્મળનગરમાં રહેતા હતા. આશરે 15 દિવસ પહેલાં બોટાદ જિલ્લાના બોરડી ગામનો અંકિત નામનો યુવક આસ્થા નામની યુવતીને ભગાડીને સુરેન્દ્રનગર લાવ્યો હતો. હાર્દિકે બંનેને પોતાના ઘરે આશરો આપ્યો હતો. આ બાબતે યુવતી પક્ષના લોકો સાથે મનદુઃખ અને બોલાચાલી થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 2 નવેમ્બરની રાત્રે હાર્દિકનો મિત્ર આનંદ રાતોજા અને કાનાભાઈ ભરવાડ કુંતુનાથ દેરાસર પાસે હતા. ત્યારે રવિ રાજુભાઈ ઝીંઝુવાડિયાનો ફોન આવ્યો હતો. તેણે બંનેને નિર્મળનગરમાં સચીન દુધલિયાના ઘર પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. ત્યારબાદ હાર્દિકના કાકા શૈલેશભાઈ તેને મોટરસાઇકલ પર બેસાડીને ત્યાં લઈ ગયા હતા. ત્યાં રવિ ઝીંઝુવાડિયા, સચીન દુધલિયા, રોહિત ઉર્ફે ભાણો કોરડીયા, પિન્ટુ ઉર્ફે બોદીયો ગાડલિયા અને અન્ય લોકો હાજર હતા. ફરિયાદ મુજબ, હાર્દિક પર છરીથી હુમલો કરાયો હતો અને અન્ય લોકોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. હાર્દિક નીચે પડી જતાં આનંદ, કાનાભાઈ અને શૈલેશભાઈએ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. હુમલો કરનારા ત્યાંથી નાસી ગયા હતા. હાર્દિકને મોટરસાઇકલ પર ટી.બી. હોસ્પિટલ લઈ જવાયો હતો. ફરજ પરના તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. તેના પિતા ભરતભાઈ સાતંલપરા સહિત પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હાર્દિકના પિતા ભરતભાઈ નાથાભાઈ સાતંલપરાએ રવિ રાજુભાઈ ઝીંઝુવાડિયા, સચીન જીવણભાઈ દુધલિયા, રોહિત ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડીયા, પિન્ટુ ઉર્ફે બોદીયો નિલેશભાઈ ગાડલિયા અને રણજીત લાલાભાઈ ઝીંઝુવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સમાધાનના બહાને બોલાવી, એકસંપ થઈ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે પુત્રની હત્યા કર્યાનો આક્ષેપ કરાયો છે. એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ:45 મિનિટ પહેલાં પેસેન્જર ટ્રેન પસાર થઈ હતી; 200 મીટર દૂર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, 4 ટ્રેનો રદ
    Next Article
    દેશભરમાં 30% મૃત્યુ સરકારી રેકોર્ડની બહાર:122 જિલ્લાઓમાં મહિલાઓના મૃત્યુની નોંધણી 40%થી ઓછી; ગામડાઓમાં દર ત્રીજા મૃત્યુનો ડેટા ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment