Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં સફાઈ કર્મીઓ અને પોલીસ જવાનોનું સન્માન:રાત્રી સફાઈ અભિયાનના કર્મચારીઓની કામગીરીને બિરદાવાઈ, ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું રીલોન્ચિંગ

    1 day ago

    સેવા, સમર્પણ અને સમાજ પ્રત્યેની જવાબદારીના ઉમદા વિચાર સાથે વેરાવળ ખાતે ‘કર્તવ્ય એક વિચારધારા - વેરાવળ’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુભાષ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે યોજાયેલા આ કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાના રાત્રી સફાઈ અભિયાનમાં કાર્યરત કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રની અવિરત સેવાઓને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં સ્વચ્છતા જાળવવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ અને નાગરિકોની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસ જવાનોની કામગીરીને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણીવાર પડદા પાછળ રહીને શહેરની સ્વચ્છતા અને સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓના યોગદાનને જાહેરમાં બિરદાવવાનો પ્રયાસ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે મુકેશ ચોલેરાએ જવાબદારી નિભાવી હતી. તેઓ સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તેમજ રેલવે કન્સલ્ટન્ટ કમિટીના સભ્ય છે. કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ, ચીફ ઓફિસર, રીતેશ ફોફંડી, જે.એન. ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેવિન કાનાબાર (કારોબારી સભ્ય, વેરાવળ-સોમનાથ શહેર યુવા મોરચા, ભાજપ), હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ જતીન બાપુ, ગિરીશ, એડવોકેટ ચાંદનીબેન, ગજેન્દ્ર બાપુ, લાલચંદ પરશુરામ પ્રભુદાસ સહેતા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે સફાઈ કર્મચારીઓ અને પોલીસ તંત્રના કર્મચારીઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સમાજના સુચારુ સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવા કર્મયોગીઓનું સન્માન કરીને તેમના ઉત્સાહ અને મનોબળમાં વધારો કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાના રીલોન્ચિંગ સાથે સમાજસેવા અને લોકહિતના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. શહેરના વિકાસમાં માત્ર તંત્ર જ નહીં, પરંતુ દરેક નાગરિક અને સામાજિક સંસ્થાની સહભાગિતા પણ એટલી જ જરૂરી છે, તેવો પ્રેરણાદાયી સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફાયર વિભાગમાં ફટાકડા વેચાણ માટેની 373 અરજી આવી:299 મંજૂર, 7 રિજેક્ટ, 67માં સ્થળ તપાસની કામગીરી ચાલુ
    Next Article
    Vivek Ramaswamy To Ro Khanna: How Are Indian-Origin Faces Performing In US Midterms

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment