Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું - મોદીજી, જે રાષ્ટ્રવિરોધી છે, તેના પર ચર્ચા કરો, મતદાન પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો, ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ

    7 hours ago

    નમસ્તે, અમેરિકામાં મિડટર્મ ચૂંટણી માટે મતદાન થયું, પરંતુ આના કેટલાક કલાક પહેલાં અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન ફક્ત એકનો નહીં, પરંતુ તમામનો અધિકાર છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે રાહુલ ગાંધીએ પીએમ મોદીને વધુ એક વખત ચર્ચાનો પડકાર આપ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે ઓકલેન્ડમાં રમાશે. 2. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામો આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. મોદીજી ડરો નહીં.. ચર્ચા કરો, દેશ વિરોધી કોણ છે?:રાહુલે કહ્યું- જગ્યા અને જજ તમે પસંદ કરો; શાહ બોલ્યા- કોઈપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર, સંસદ ચાલવા દો રાહુલ ગાંધીએ મંગળવારે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે PM મોદીને ચર્ચાનો પડકાર આપ્યો છે. આશરે 1.50 મિનિટના વીડિયોમાં રાહુલ કહી રહ્યા છે- “24 કલાક થઈ ગયા મોદીજી. મેં તમને પડકાર આપ્યો છે. તમે કહો છો કે વિપક્ષ દેશદ્રોહી છે. કોઈપણ મંચ પસંદ કરો, મારી સાથે ચર્ચા કરો.” વીડિયોમાં રાહુલ કહી રહ્યા છે- બાકીની બાબતો પર તમે માનહાનિનો કેસ કરી રાખ્યો છે, કદાચ મારા પર 45 માનહાનિના કેસ છે. પરંતુ આ ચર્ચાના મામલે, વિદેશી કનેક્શન પર તમે માનહાનિનો કેસ નથી કરી રહ્યા. ત્યાં પણ ચર્ચા કરીએ, ખુલ્લેઆમ. આ બધું ચર્ચા કરીએ, આવો. હેપ્પી દિવાલી, મોદીજી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચૂંટણીનાં થોડા કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો:કેશ્મ દ્વીપ પર 5 વિસ્ફોટ, ઈરાને બે અમેરિકી જાસૂસી ડ્રોન તોડી પાડ્યાનો દાવો ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે ઓછામાં ઓછા પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા. નજીકના બંદર લેંગેહ શહેરમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. અમેરિકામાં મંગળવારે મિડટર્મ ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ દરમિયાન અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાએ કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો છે. જોકે, ઈરાની એજન્સીના અહેવાલમાં આ વિસ્ફોટો પાછળ અમેરિકા અથવા ઇઝરાયલનો હાથ હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાને દાવો કર્યો છે કે તેણે બે અમેરિકન MQM-170 જાસૂસી ડ્રોન તોડી પાડ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પ્રદર્શનના નામે સ્થળ પર કબજો કરી શકાય નહીં:સુપ્રીમે કહ્યું- પ્રદર્શન સ્થળ કોઈ એક સંગઠનની જગ્યા નથી, બીજાને પણ અધિકાર, સમયમર્યાદા નક્કી થવી જોઈએ સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીમાં ઓક્ટોબરમાં થયેલા પ્રદર્શનો સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરી. CJIએ કહ્યું કે પ્રદર્શનકારીઓ હંમેશાં કોઈ એક સ્થળ પર કબજો કરી શકે નહીં, કારણ કે ખેડૂતો, પત્રકારો અને અન્ય સંગઠનોને પણ વિરોધ કરવાનો અધિકાર છે. આ માટે નિર્ધારિત સમય અને વ્યવસ્થા હોવી જોઈએ. તેમણે કહ્યું કે વિરોધ કરવાનો અને વેપાર કરવાનો, બંને અધિકારો જરૂરી છે. એવી જગ્યા નક્કી કરવી જોઈએ, જ્યાં પ્રદર્શનથી લોકોના રોજિંદા કામકાજ પર અસર ન પડે. વેપારીઓના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે પ્રદર્શનને કારણે દુકાનો બંધ રહે છે અને તહેવારોની મોસમમાં વેચાણ પર અસર પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા:ભારતીય ટૂરિસ્ટનું મોત, ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક ઘાયલ; બંને પાયલટ પણ ઈજાગ્રસ્ત નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના એક નાગરિકને ઈજા થઈ. પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને હેલિકોપ્ટરના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત સવારે 8:11 વાગ્યે સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર થયો. અહીં ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પ્રવાસી વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. દીયા મિર્ઝાનો દિવાળી વીડિયો BMC ફરી અપલોડ કરે:હાઈકોર્ટે કહ્યું- ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, અભિનેત્રીએ ગ્રીન ફટાકડા ફોડવાની અપીલ કરી હતી બોમ્બે હાઈકોર્ટે BMCને અભિનેત્રી દિયા મિર્ઝાનો દિવાળીનો વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. આ વીડિયોમાં દિયાએ લોકોને ગ્રીન ફટાકડા ફોડવા અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. કોર્ટે કહ્યું- બંધારણ નાગરિકો પાસેથી બિનસાંપ્રદાયિક ભાવના જાળવવાની અપેક્ષા રાખે છે. પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવતા વીડિયો પર રાજકીય વિવાદ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. BMCના સત્તાવાર X હેન્ડલ અને અન્ય સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દિયા મિર્ઝાનો વીડિયો રવિવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને એ જ રાત્રે તેને હટાવી દેવામાં આવ્યો. ભાજપના નેતાઓએ અભિનેત્રીના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. '2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ':DGP અને કલેક્ટર ઓફિસ, મંદિર, સાબરમતી સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ '2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ'નો ધમકીભર્યો ઈમેઈલ આજે 3 નવેમ્બરે ગુજરાતની DGP ઓફિસને મળ્યો હતા. જે ધમકીભર્યાં મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેઈલ મોકલ્યો હતો. પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને આતંકીઓ પણ કેદ છે , ત્યારે જેલમાં ડોગ સ્ક્વોડે પણ ચેકિંગ હાથ ધર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વડોદરાના 473 કરોડના ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ:દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની તપાસ થશે, વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો વર્ષ 2022માં વડોદરાની ફેક્ટરીમાંથી ઝડપાયેલા રૂપિયા 473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. સલીમ ડોલા વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો. વર્ષોથી અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સાથે આરોપીઓએ ડ્રગ્સનું કામ કર્યું છે. ડોલાના દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની પણ તપાસ કરાશે. સલીમ ડોલા સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સલીમ તુર્કિયેમાં હોવાની જાણ થતા ધરપકડ કરી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા હાલ કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલીમ સામે ભારતમાં અલગ અલગ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : નેહા બોરાનું વિવાદાસ્પદ નિવેદન- મંદિરોમાં પૂજારી રેપ કરે છે:ભાજપે નિશાન સાધ્યું- રાહુલ ગાંધીની પોસ્ટર ગર્લની હિન્દુઓ પ્રત્યે નફરત; INDIA બ્લોકના SP સાંસદે પણ વાંધો વ્યક્ત કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો, દ્વારકાના યુવકનું મોત:14 ભારતીય સવાર હતા, 13ને બચાવી લેવાયા; વિદેશ મંત્રાલયે કહ્યું- હુમલા તાત્કાલિક બંધ કરો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી, ફોર્મ-6 ભરો:ચૂંટણી પંચે કહ્યું- કેસ નહીં થાય, ફરીથી જોડાવો; SIRમાં 30 રાજ્યોનાં 13 કરોડ નામ કપાયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : યુક્રેનમાં રાહત કેન્દ્ર પર રશિયાનો હુમલો, 29નાં મોત:ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયા તણાવ ઘટાડવા માંગતું નથી; 5 દિવસ પહેલાં રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : LICની સ્કીમમાં 5 વર્ષ પ્રીમિયમ ભરો પછી જીવનભર કમાણી:દર મહિને ગેરેન્ડેટ ઈન્કમનો લાભ, પોલિસીધારકોને રિસ્ક કવરની સાથે મળશે લોનની સુવિધા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ગીર-સોમનાથની 17 વર્ષની ખુશ્બુએ યુથ ઓલિમ્પિક્સમાં જુડોમાં સિલ્વર જીત્યો:63 KG કેટેગરીમાં ભારતને મેડલ અપાવ્યો; યુથ ઓલિમ્પિક્સમાં જુડોમાં મેડલ જીતનાર ભારતની બીજી ખેલાડી વાંચો સંપૂર્ણ સમાચાર 7.સ્પોર્ટ્સ : ભારત-પકિસ્તાન મેચની ટિકિટોની માગ ફાઇનલ કરતાં પણ વધુ:વન-ડે વર્લ્ડ કપ માટે સીટો 34 હજાર, અરજીઓ 84 લાખ આવી; જોહાનિસબર્ગમાં હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાશે વાંચો સંપૂર્ણ સમાચાર 8.ધર્મ તહેવાર જ્યોતિષ : દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનનું અનેરું મહત્ત્વ:મહાલક્ષ્મીની તસવીર ખરીદતી વખતે આ 9 બાબતો ધ્યાનમાં રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચીનમાં રોબોટ સંભાળી રહ્યા છે ટ્રાફિક ચીનમાં હવે રોબોટ ટ્રાફિક સંભાળવા લાગ્યા છે. આ વાહનો અને પગપાળા ચાલનારાઓ પર નજર રાખે છે. નિયમ તોડનારાઓને ચેતવણી આપે છે. રોબોટ્સ પર પાણી અને વરસાદની અસર પણ થતી નથી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સંપત્તિનું સિક્રેટ : ‘નોકરી કરતાં ધંધો સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે’: 12000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક ગોવિંદ કાકા બોલ્યા- બિઝનેસમાં સંઘર્ષ પણ પ્રગતિ ટોપ ગિયરમાં થશે 2. Editor's View : ટ્રમ્પ હાર્યા તો 53 દેશમાં તબાહી!: અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં અગ્નિપરીક્ષા, 100માંથી 63 લોકોએ કહ્યું ખેલ ખતમ, હાર-જીતની ભારત પર પાંચ મોટી અસર થશે 3. પારકી પંચાત : પથ્થરનો ઘા અને લાફાવાળી, VIDEO: વડોદરામાં કોર્પોરેટર-અધિકારી વચ્ચે મારામારી; એક્ટરને ફિલ્મમાં સારો રોલ આપવા મંત્રીએ ભલામણ કરી 4. 'શું અમે આટલા દિવસોથી લાશ સાથે રહેતા હતા?': ઘરમાં દાટેલો મૃતદેહ શોધવા પહોંચી પોલીસ ને ભાડુઆતના ઊડી ગયા હોંશ 5. ભાસ્કર એક્સક્લૂસિવ : દીકરો જેલમાં, પાકિસ્તાનથી ફોન આવ્યો-100 ડોલર મોકલો: ખાવામાં એક કપ ભાત, કોળાનો જ્યુસ; ભારતના યુવક-યુવતીઓ કંબોડિયામાં કેદ 6. આજનું એક્સપ્લેનર: અર્નબ ગયું અને મુરાસુ આવ્યું; એક અઠવાડિયામાં બે ચક્રવાત, આખરે સમુદ્રમાં એવું શું ચાલી રહ્યું છે, શિયાળા પર શું અસર પડશે? 7. દિવાળી પર સૂરણ ખાવાની પરંપરા: ફાઇબરથી ભરપૂર, જાણો 9 હેલ્થ બેનિફિટ્સ; રાંધતી વખતે કઈ સાવચેતી ખૂબ જરૂરી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: વૃશ્ચિક રાશિના જાતકોને પ્રોપર્ટી ડીલમાં ચાંદી, મીન રાશિના અટકેલા કામ પાર પડશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Aaj Ka Rashifal: मेष राशि की बढ़ेगी तरक्की, तुला को मिल सकता है प्रमोशन, अन्य जातक जानें शुभ रंग और भाग्य अंक
    Next Article
    Israel Attorney General Asks Intel Services To Provide Proof Of Poll Fraud

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment