Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- તેજીનો નવો ઉત્સાહ:શેરબજારમાં મંગળવારના રોજ સતત તેજીનું વલણ જોવા મળ્યું

    1 day ago

    ભારતીય શેરબજારમાં મંગળવારના રોજ સતત તેજીનું વલણ જોવા મળ્યું હતું. અગાઉના સત્રમાં નોંધપાત્ર ઉછાળા બાદ મંગળવારે પણ બજારમાં ખરીદીનું જોર જળવાયું હતું. સેન્સેક્સમાં દિવસ દરમિયાન મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,700 ની નજીક પહોંચ્યો. કંપનીઓનાં સારા ત્રિમાસિક પરિણામો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની વાપસીની આશાએ બજારને ટેકો આપ્યો હતો. બજારમાં તેજી પાછળનું એક મુખ્ય પરિબળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ અગાઉના સત્રમાં આશરે 7 ટકા ઘટ્યા બાદ પ્રતિ બેરલ 105 ડોલરની આસપાસ રહ્યા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો આગળ વધવાની આશાએ ઊર્જા પુરવઠા અંગેની ચિંતાઓ હળવી થઈ હતી. ભારત ક્રૂડ ઓઈલની મોટી આયાત કરતું હોવાથી ભાવમાં ઘટાડો આયાત ખર્ચ અને મોંઘવારી માટે રાહતરૂપ બની શકે છે. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમેરિકામાં અગાઉના સત્ર દરમિયાન Dow Jones વધ્યો હતો, જ્યારે SP 500 અને Nasdaq માં ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારોમાં પણ એકસરખી દિશા જોવા મળી નહોતી. આમ છતાં, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને મધ્યપૂર્વમાં તણાવ હળવો થવાની આશાએ ભારતીય બજારને ટેકો આપ્યો હતો.અમેરિકાની મધ્યાવધિ ચૂંટણી પણ વૈશ્વિક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ઘટના રહી હતી. ચૂંટણીના પરિણામો અને તેના સંભવિત આર્થિક, નાણાકીય તથા વેપાર નીતિ સંબંધિત પ્રભાવથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા આવી શકે છે. ડોલરની ચાલ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને વ્યાજદર અંગેની અપેક્ષાઓ પણ ભારતીય બજારના વિદેશી મૂડીપ્રવાહને અસર કરી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) એ 2 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં આશરે રૂ. 3,115 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ આશરે રૂ. 392 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. વિદેશી રોકાણકારોની ખરીદી બજારના સેન્ટિમેન્ટ માટે સકારાત્મક સંકેત બની હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારતીય બજાર માટે સૌથી મહત્વપૂર્ણ ચીજવસ્તુ સંકેતોમાંનો એક રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ આશરે 105 ડોલર પ્રતિ બેરલની નજીક રહ્યું હતું. ભાવમાં ઘટાડો ચાલુ રહે તો ભારતના આયાત ખર્ચ, પરિવહન ખર્ચ અને મોંઘવારી પર દબાણ હળવું થવાની શક્યતા છે.સોના અને ચાંદીના ભાવમાં પણ વૈશ્વિક વ્યાજદર, ડોલરની ચાલ અને સુરક્ષિત રોકાણની માંગ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. સોનાના ભાવ અગાઉના સત્રમાં વધ્યા બાદ મંગળવારે મર્યાદિત હલચલ સાથે રહ્યા હતા. તેથી ચીજવસ્તુ બજારની દિશા પર નજર રાખવી શેરબજારના રોકાણકારો માટે પણ જરૂરી રહેશે. ભાવિ દિશા : આગામી સત્રોમાં શેરબજારનું ટૂંકા ગાળાનું વલણ સકારાત્મક રહી શકે છે, જો ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં રહે, કંપનીઓનાં પરિણામો મજબૂત રહે અને વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ રહે.રોકાણકારોએ આગામી દિવસોમાં વૈશ્વિક બજારો, ક્રૂડ ઓઈલના ભાવ, રૂપિયાની ચાલ અને FII/DII ના પ્રવાહો પર નજર રાખવી જોઈએ. ટૂંકા ગાળાના વેપારમાં સ્ટોપલોસ અને જોખમ નિયંત્રણ જરૂરી રહેશે. લાંબા ગાળાના રોકાણકારો માટે મજબૂત નાણાકીય સ્થિતિ અને વાજબી મૂલ્યાંકન ધરાવતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ યોગ્ય રહેશે. તા. 04.11.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે.. તા. 03.11.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23780 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23880 પોઈન્ટના પ્રથમ અને 23979 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23707 પોઈન્ટ થી 23676 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ વારી એનર્જી ( 2318 ) :- રિન્યુએબલ એનર્જી સેક્ટરનો આ સ્ટોક રૂ. 2288 નો પ્રથમ તેમજ રૂ. 2273 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 2344 થી રૂ. 2357 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2360 ઉપર તેજી તરફી ધ્યાન...!! હિન્દુસ્તાન યુનિલીવર ( 1947 ) :- FMCG ગ્રુપનો આ સ્ટોક રૂ. 1923 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1909 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1964 થી રૂ. 1970 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! અદાણી પોર્ટ્સ ( 1862 ) :- રૂ. 1833 નો પ્રથમ તેમજ રૂ. 1818 ના બીજા સપોર્ટથી પોર્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1878 થી રૂ. 1885 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! કોલગેટ પામોલિવ ( 1631 ) :- FMCG સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1647 થી રૂ. 1660 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1588 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! વોલ્ટાસ ( 1047 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1033 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1063 થી રૂ. 1070 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં મિડટર્મ ચૂંટણી માટે મતદાન:ન્યૂયોર્કમાં બેલેટ સ્કેન ન થયા, ફ્લોરિડામાં પૂરના કારણે બૂથ બદલાયા; મતગણતરીમાં ટ્રમ્પ પ્રશાસનના હસ્તક્ષેપનો ડર
    Next Article
    Spain's Transport Minister Resigns Days After Deadly Train Crash

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment