Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડરની ધમકીને મસ્તી ગણી'ને મોત મળ્યું:વડોદરામાં ધોળા દિવસે ખંજરના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપીએ નશો કરી હત્યા કર્યાનો આક્ષેપ, ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો

    1 day ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર યુવકની હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જય ઉર્ફે ટિંકુ નામના શખસે યુવરાજ ડોડિયા પર ખંજરથી ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવરાજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને આરોપી દૂરના પિતરાઈ ભાઈ થાય છે. વડોદરામાં યુવકની હત્યા કેસમાં આરોપી જય ઉર્ફે ટિંકુ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો છે. બીજ આરોપી પ્રદીપ જાધવની શોધખોળ ચાલી રહી છે. ઉપરાછાપરી ખંજરના ઘા મારતા ઘટનાસ્થળે જ મોત વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પરથી યુવરાજ ડોડિયા પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જય ઉર્ફે ટિંકુ નામના શખ્સે તેના પર ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવરાજને ઉપરાછાપરી ઘા ઝીંકતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જાહેરમાં થયેલા આ હુમલાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જય ઉર્ફે ટિંકુ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ગોત્રી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની સાથે પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો પણ મેળવવામાં આવી રહ્યાં છે. મૃતક અને આરોપી દૂરના સંબંધી ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી બંને દૂરના કઝીન તથા એકબીજાના પરિચિત છે અને આ ઘટના ચાની દુકાને બોલાચાલી બાદ ઘટી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ અંગે એફ.આઈ.આર. નોંધીને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આરોપીની ધરપકડ અને તપાસ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના કારણો અને અદાવત વિશે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે, અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બપોરના સમયે મર્ડરની ધમકી આપી'ને સાંજે હત્યા કરી મૃતકના મામા નીતિનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મૃતક યુવક સાથે આરોપીઓ પિયુષભાઈ મનોજભાઈ ભાવસાર અને તેમના મિત્રોને અગાઉથી જૂની અદાવત ચાલતી હતી. અગાઉ પણ મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જ અદાવતના કારણે ટીંકુ ઉર્ફે બબલુભાઈ સાહુ અને અન્ય સાક્ષીઓની ચઢામણીથી મામલો વણસ્યો હતો અને બપોરના સમયે ધમકી પણ આપવામાં આવી હતી કે, તારું મર્ડર કરી નાખીશ. જેને સામાન્ય મસ્તી સમજીને નજરઅંદાજ કરવામાં આવી હતી. આરોપીએ નશો કરી હત્યા નિપજાવ્યાનો આક્ષેપ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ઘટનાના દિવસે પ્રદીપ નામના વ્યક્તિ દ્વારા બિયર મંગાવવામાં આવી હતી અને આરોપીઓએ તે પીધી હતી. ત્યારબાદ પ્રદીપ અને અન્ય શખ્સો ત્યાં આવીને સીધા મૃતક પર ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આશિષભાઈના જણાવ્યા અનુસાર, હુમલાખોરોનો ઇરાદો અન્ય લોકોને પણ નિશાન બનાવવાનો હતો, પરંતુ તેઓ પાછળ હોવાના કારણે બચી ગયા હતા. મૃતકના મિત્ર અને પ્રત્યક્ષદર્શી આશિષભાઈએ જણાવ્યું હતું કે, અમે ત્યાં બેઠા હતા, ત્યારે જય ઉર્ફે ટીંકો અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક જ્યારે પોતાનું કામ પતાવીને જઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ તેને રોકીને દુકાને બેસવાનું કહ્યું હતું. ત્યારબાદ ભઈલો નામના શખ્સે છાતીના ભાગે ખંજર મારીને જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલા પાછળ અગાઉની ધંધાકીય અદાવત અને બોલાચાલી કારણભૂત છે. આરોપીઓ દ્વારા અગાઉ પણ ધમકીઓ આપવામાં આવતી હતી અને ધંધાકીય બાબતોને લઈને મગજમારી તથા અદાવત ચાલતી હતી. ઘટનાના દિવસે આરોપી નશાની હાલતમાં આવ્યો હતો અને અચાનક હુમલો કરીને હત્યા કરી નાખી હતી.
    Click here to Read More
    Previous Article
    CSK લિવિંગસ્ટનને ટ્રેડ કરવા માગે છે:SRHએ હજુ સુધી નિર્ણય લીધો નથી; 13 કરોડમાં ખરીદાયેલો છે ઇંગ્લિશ ઓલરાઉન્ડર
    Next Article
    What Voters Care About As US Midterms Go Underway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment