Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળમાં ચાલુ બાઈકમાં આગથી અફરાતફરી:ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો; કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રસ્તા પર અચાનક ચાલુ બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. અચાનક બાઈક આગની ચપેટમાં આવી જતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. ધુમાડાના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો. રસ્તા પર દોડધામ મચી ગઈ હતી અને લોકો ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો તાત્કાલિક માંગરોળ ફાયર ફાઇટરની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ આ ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક અને અફરાતફરીની સ્થિતિ હતી. બાઈકમાં આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ થશે ​આ બનાવ અંગે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બાઈકમાં આગ કયા કારણોસર લાગી હતી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેક્નિકલ ખામી જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે કે આ પ્રકારે ચાલતી ગાડીમાં અચાનક આગ કઈ રીતે પ્રગટી.
    Click here to Read More
    Previous Article
    નારણપુરા પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓનું લોકાર્પણ:કાલોલ તાલુકાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા
    Next Article
    Gandhinagar Municipal Corporation | ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની વરણી | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment