Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગરોની હાજરી વચ્ચે અસ્થિર યુવક વિશ્વામિત્રીમાં ફસાયો:ભારે જહેમત ફાયર વિભાગે સીડી વડે રેસ્ક્યૂ કર્યું, અસ્થિર હોવાથી બોટ પણ લઈ જવાઈ

    10 hours ago

    વડોદરાની મધ્યમાં આવેલ વિશ્વામિત્રી નદીમાં એક યુવક ફસાયેલ હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળતા તત્કાલીન દાંડીયા બજારની ટીમને કોલ મળતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે. મગરોની હાજરી વચ્ચે નદીમાં પોહચેલા યુવકને બચાવવા ફાયરે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી પોલીસને સોંપ્યો હતો. ફાયરને કોલ મળતા ટીમ સ્થળે પહોંચી સયાજીગંજ વિસ્તારમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં એક યુવક કૂદી અંદર એક પથ્થર પર બેસી ગયો હતો અને ફસાયો હોવાનું જાણવા મળતા દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં નદીની કોતરોમાં પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમ્યાન યુવક અસ્થિર મગજનો હોવાથી અપશબ્દો પણ બોલતો હતો. યુવક ફાયરના જવાનોની વાત માનતો નહોંતો ફાયરના જવાનોએ સીડી અને બોટ સાથે નદીના પટમાં પહોંચી યુવકને રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આ યુવક અસ્થિર હોવાથી ફાયરના જવાનોને વાત માનતો ન હતો અને જેમતેમ ગાળો બોલતો હતો. મગજ અસ્થિર હોવાથી તે ફાયર ટીમ સાથે રકજક બાદ સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. પોલીસને ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરી વચ્ચે આ સ્થિતિમાં રેસ્ક્યૂ કરવું ખુબજ મુશ્કેલ હોવા છતા ફાયરે ગણતરીની મિનિટોમાં આ યુવકને સમજાવટથી બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગે 112ને કોલ આપતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને રેસ્ક્યૂ બાદ પોલીસે પકડી વધુ પૂછપરછ હાથ ધરી હતી, જો કે યુવક અસ્થિર મગજનો હોવાનું હાલમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘ધ ફિક્સ’માં લિયામ નીસન સાથે જોવા મળશે એલનાઝ:કહ્યું- હોલિવૂડના કલાકારો સહજ હોય છે, ભારતમાં ફિલ્મમેકિંગની રીત બદલાઈ શકે છે
    Next Article
    હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો, ગુજરાતના યુવકનું મોત:14 ભારતીય સવાર હતા, 13ને બચાવી લેવાયા; વિદેશ મંત્રાલયે કહ્યું- હુમલા તાત્કાલિક બંધ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment