Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શું અમે આટલા દિવસોથી લાશ સાથે રહેતા હતા?':ઘરમાં દાટેલો મૃતદેહ શોધવા પહોંચી પોલીસ ને ભાડુઆતના ઊડી ગયા હોંશ

    19 hours ago

    સપ્ટેબર મહિનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રૂટિન કામગીરી ચાલી રહી હતી. બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતા. એ જ રીતે PSI રાજુ ઓડેદરા પણ પોતાની ચેમ્બરમાં કામગીરી કરી રહ્યાં હતા. એ દરમિયાન એક વ્યક્તિ આવીને બોલી- 'સાહેબ, એક માહિતી આપવી છે.' PSI ઓડેદરાઃ બોલો, શું છે? એ વ્યક્તિએ જવાબ આપ્યો- 'મારી પત્નીએ એની દાદીને મારી નાખી છે.' આવી મહિતીઓની ક્રાઇમ બ્રાન્ચને કોઇ નવાઇ નથી હોતી કેમ કે તેના માટે આ રોજનું હોય છે પણ આ વ્યક્તિ પોતાની જ પત્ની વિષે વાત કરી રહી હતી. તેણે આગળ કહ્યું- 'સાહેબ, કેટલાક વર્ષ પહેલાં મારી પત્ની અને એના પિતરાઇ ભાઇ અફઝલે ભેગા થઇને એની શાંતાબેન વસાવાને મારી નાખી હતી. એ પછી તેની લાશ ઘરના ફળિયામાં જ દાટી દીધી છે. મેં મારી સગી આંખે જોયું હતું. અમે ત્યાં ગયા હતા એ સમયે આ બધી ઘટના બની હતી. મેં દૂર રહીને બધું જોયું હતું. એ બન્નેનું અફેર હશે એટલે તેમણે મળીને શાંતાબેનનું મર્ડર કરી દીધું છે. હું ત્યાં રોકાવા ગયો હતો ત્યારે હું મંદિરે બેઠો હતો પણ હું જ્યારે ઘરે ગયો ને ત્યારે અફઝલ શાંતાબેનના પગ પકડીને બેઠો હતો અને ઊર્મિલા ઓશિકાંથી તેનું મોઢું દબાવતી હતી. આ રીતના મેં મારી નજરે મર્ડર થતાં જોયું છે.' એ અજાણી વ્યક્તિએ પોતાની વાત પૂરી કરતાં જ PSI ઓડેદરાએ પ્રશ્નાર્થભરી નજર સાથે કહ્યું- આમાં કંઇ ખોટું નીકળ્યું તો? એ વ્યક્તિએ ખાતરી આપતાં કહ્યું- 'સર, 100% સાચું છે. હું કહું ત્યાં ખોદજો. તમને લાશ મળી જ જશે અને ના મળે તો મને જેલમાં નાખી દેજો.' આ માહિતી આપનારી અજાણી વ્યક્તિ એટલે અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામે રહેતો 37 વર્ષનો માધવદાસ ભક્તિરામ સાધુ. માધવ કલોલમાં રહેતી પોતાની પત્ની ઊર્મિલા ઉર્ફે જયા વિશે આ બધું કહી રહ્યો હતો. માધવે આટલો કોન્ફિડન્સ બતાવતા PSIને પણ તેની વાત પર વિશ્વાસ આવ્યો. PSI સીધા તેના ઉપરી અધિકારી PI નિખિલ બ્રહ્મભટ્ટ પાસે પહોંચ્યા અને તેમને બધી વિગતે વાત કરી. PIએ કેસની ગંભીરતા સમજીને ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજિયાન સુધી માહિતી પહોંચાડી. અજિત રાજિયાને કહ્યું- આપણે આમાં આગળ વધીને ખુલાસો કરવો જોઇએ. બસ આ સાથે જ ઘટનાની તપાસ કરવા માટે લીલીઝંડી મળી ગઇ. *** ક્રાઇમ બ્રાન્ચે કોસંબાથી અફઝલને ઉઠાવ્યો મર્ડર જેવા હિનીયસ ગુના ક્રાઇમ બ્રાન્ચ માટે કોઇ નવી વાત નથી પરંતુ કોઇ પૌત્રી જ પોતાની દાદીને મારીને મકાનમાં દાટી દે એ કમકમાટીભર્યું હતું. હજુ થોડા મહિના પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક PIએ આવી અન્ય ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે અમદાવાદના વટવા વિસ્તારનો 34 વર્ષ જૂનો મર્ડરનો ભેદ ઉકેલાયો હતો. તેમાં પણ મહિલાની હત્યા કરીને મકાનમાં દાટી દેવામાં આવી હતી. જોકે દરેક કેસમાં ઘણી સામ્યતા હોવા છતાં બધા કેસ પોતાની રીતે અલગ હોય છે. તેમ આ કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ માટે એક અનોખો કેસ સાબિત થવાનો હતો. લીલીઝંડી મળ્યાંના બીજા જ દિવસે PSI ઓડેદરા પોતાની ટીમ સાથે કોસંબા પહોંચી ગયા. ત્યાંથી અફઝલને લઇને અમદાવાદ આવ્યા. જેની હત્યા થયાની માહિતી મળી હતી એ શાંતાબેનની દીકરી એમના પાડોશમાં જ રહેતા એક મુસ્લિમને પરણી હતી. જેનાથી થયેલો દીકરો એટલે અફઝલ, જે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો અને તેની પત્ની એક નાનકડી દુકાન ચલાવતી હતી. શાંતાબેનના પરિવારના તાણાવાણાને નીચેના ગ્રાફિક્સની મદદથી સમજો. ક્રાઇમ બ્રાન્ચે અફઝલની પૂછપરછ શરૂ કરી પરંતુ અફઝલ પોતે અવાક હતો. તેણે કહ્યું- શું વાત કરો છો, સર? મારી નાની તો કોરોનામાં મરી ગઇ. નાની તો મારી પિતરાઇ બહેન ઊર્મિલા અને બનેવી માધવ સાથે ગઇ હતી. થોડા દિવસો પછી મે નાની સાથે વાત કરવા માટે ફોન કર્યો તો એમણે મને એવું કહ્યું હતું કે નાની તો કોરોનામાં મૃત્યુ પામી છે. મેં અંતિમવિધિ કરવાની વાત કરી તો બહેન-બનેવીએ કહ્યું કે કોરોનાથી જેનું મોત થાય છે તેની લાશ નથી આપતા. આમ નાની કોસંબાથી ગઇ એ પછી મેં તો તેને જોઇ જ નથી. અફઝલની આ વાત પછી પોલીસે જુદી-જુદી રીતે તેને પ્રશ્નો પૂછ્યા પણ દરેક વખતે તેના જવાબ એક જ હતા. બીજું એ કે PSI રાજુ ઓડેદરા કોરોના સમયમાં કામ કરી ચૂક્યા હતા. જેથી મૃતકના પરિવારની જાણ બહાર જ અંતિમ સંસ્કાર કરી દેવાય તેવું ક્યારેય નથી બનતું તેમ તેઓ સારી રીતે જાણતા હતા એટલે તેમને માધવની વાતમાં કંઇક અજુગતું લાગ્યું. PSI ઓડેદરાએ માધવને ફરી બોલાવ્યો. એ આવ્યો એટલે તેણે આપેલી બાતમી અંગે પૂછપરછ કરી. જુદી-જુદી રીતે સવાલો પૂછ્યા, દરેક વખતે અલગ અલગ જવાબ આવ્યા. આ દરમિયાન કલોલમાં ઊર્મિલાને એવી જાણ થઇ કે મારા પિતરાઇ ભાઇ અફઝલને કોઇ ઉપાડી ગયું છે એટલે તે પ્રાઇવેટ વાહન કરીને સીધી કોસંબા પહોંચી ગઇ. તેણે ત્યાંથી પોતાના પતિ માધવને ફોન કર્યો કે મારા ભાઇ અફઝલને કેમ પકડ્યો છે? તેણે તારૂં શું બગાડ્યું છે? તું એને છોડી દે. આના પછી તે અફઝલના પરિવારને લઇને સીધી લોકલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ. *** ઊર્મિલા ફરિયાદ કરવા પહોંચી ને ફસાઇ આ તરફ અમદાવાદમાં માધવની ઊલટ તપાસ થઇ રહી હતી. જેમાં છેવટે તે ભાંગી પડ્યો. હવે આખી ઘટનાની એક પછી એક કડીઓ જોડાવાની હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને કહ્યું કે ઊર્મિલા નામની જે મહિલા ત્યાં પોલીસ સ્ટેશનમાં આવી છે તેને ત્યાંથી જવા ન દેતા. આ સૂચના બાદ ઊર્મિલાને ત્યાં જ બેસાડી રખાઇ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કોસંબા પહોંચી અને ઊર્મિલાને ત્યાંથી લઇ આવી. અહીં તેની પૂછપરછ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચઃ માધવ કહે છે કે તે અને અફઝલે ભેગા મળીને તારી દાદી શાંતાબેનની હત્યા કરી છે અને એમની લાશ ઘરની અંદર દાટી છે. ઊર્મિલાઃ ના, મને એવી કંઇ ખબર નથી. 'અમને પૂરતી જાણકારી છે.' પોલીસે કહ્યું. ઊર્મિલાએ જવાબ આપ્યો, 'સર, માધવ પોતે જ દાદીને કોસંબા માટે લઇ ગયો હતો પછી દાદી સાથે રસ્તામાં શું કર્યું એ મને ખબર નથી.' પોલીસે પોતાની યુક્તિ અજમાવી એટલે ઊર્મિલાએ સામો આક્ષેપ કર્યો. ‘ મારી દાદીને માધવે જ મારી છે. તેણે ફક્ત એક નહીં 3-3 મર્ડર કર્યા છે. મારી બેન, દાદી અને મારી સાસુ એટલે કે માધવની પોતાની સગી મા. આ ત્રણેયને તેણે મારી નાખી છે.’ હવે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એવો સીન ઊભો થયો કે 3 આરોપીઓ હતા અને એક વૃદ્ધાની હત્યાની 3 અલગ અલગ સ્ટોરી હતી. આટલા ઘટનાક્રમ પરથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ હતી કે હત્યા થઇ છે એ વાત નક્કી છે પણ કેટલી હત્યા થઇ છે અને કોણે કરી છે તે નક્કી નહોતું થઇ શકતું એટલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાછા માધવ પાસે આવ્યા. માધવની કડક પૂછપરછ શરૂ કરી એટલે તે પોપટની જેમ બોલવા લાગ્યો. તેણે હત્યાની કબૂલાત કરતાં કહ્યું- સર, મેં હત્યા કરી છે એ વાત સાચી પણ મારી સાથે ઊર્મિલા હતી. એ પણ એટલી જ ભાગીદાર છે. *** ભાડુઆતને સવાલ થયો- અમે આટલા દિવસોથી લાશ સાથે રહેતા હતા? પતિ-પત્ની એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં હતા એટલે પોલીસે હવે બન્ને પાસેથી માહિતી કઢાવવાનું નક્કી કર્યું. તેમની પાસેથી જે માહિતી મળી તે સ્ફોટક હતી. 9 જે શાંતાબેનની હત્યાની વાત થઇ રહી હતી તેની તપાસ કરવાની હતી. ક્રાઇમ બ્રાન્ચે મેજિસ્ટ્રેટને જાણ કરી. કોસંબામાં આવેલા શાન્તાબેનના ઘરે પોલીસ, જમીન ખોદનારી ટીમ અને મેજિસ્ટ્રેટ એમ બધા પહોંચ્યા. એ સમયે શાંતાબેનનું ઘર ભાડેથી આપેલું હતું. પોલીસને પોતાના ઘરે જોઇને ભાડુઆત પણ ગભરાઇ ગયા અને શું થયું એમ વિચારતા થઇ ગયા. પોલીસે ભાડુઆતને આખી ઘટના વિશે જાણ કરી તો તેમને એમ થયું કે શું અમે આટલા દિવસોથી લાશ સાથે રહેતા હતા? પોલીસે લાશ શોધવાની કામગીરી શરૂ કરી પણ આ કામગીરી પોતાની સાથે ઘણા સવાલો લઇને આવી. આ સવાલોના જવાબ મેળવવા જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
    Click here to Read More
    Previous Article
    OpenAI Doubles ChatGPT Pro, Business Premium Usage Limits After Subscriber Feedback
    Next Article
    દિવાળી વેકેશનમાં જામનગર એસટી વિભાગ વધારાની બસો દોડાવશે:4થી 24 નવેમ્બર સુધી પાંચ ડેપોમાંથી બસો; 51 મુસાફરના ગ્રૂપને પિક-અપ અને ડ્રોપની સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment