Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠકમાં ખાતરી અપાઈ:થરા નાગરિક શરાફી સહકારી મંડળીના દરેક થાપણદારોને એક મહિનામાં નાણાં પરત મળશે

    19 hours ago

    બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળી લિ.માં કરોડો રૂપિયાની થાપણો ફસાતાં 400થી વધુ થાપણદારોમાં ચિંતા અને આક્રોશનો માહોલ સર્જાયો છે. મંડળીનું કામકાજ લાંબા સમયથી બંધ રહેતાં પોતાની જીવનભરની બચત અને મહેનતની કમાણી જમા કરાવનારા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તાણા ગામે ચામુંડા માતાજીના મંદિર ખાતે મંડળીના ડિરેક્ટરો અને થાપણદારોની બેઠકમાં એક માસમાં નાણા પરત આપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં મોટી સંખ્યામાં થાપણદારો સાથે મંડળીના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન થાપણદારોએ પોતાની ફિક્સ ડિપોઝિટ સહિતની જમા રકમ પરત મેળવવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. મંડળીમાં નાણાં જમા કરાવ્યા બાદ લાંબા સમયથી પરત ન મળતાં અનેક પરિવારોની આર્થિક મુશ્કેલીઓ વધી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. બેઠકના અંતે થાપણદારોનાં નાણાં પરત મળે તે માટે ખાસ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં મંડળીમાં કોના કેટલા નાણાં જમા છે તેની સંપૂર્ણ ચકાસણી કરી હિસાબો અને થાપણોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ નાણાં પરત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને તાત્કાલિક નાણાંની જરૂરિયાત ધરાવતા થાપણદારોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર:શક્તિનગરથી અંબાજી રોડને જોડતા માર્ગ ઉપર પડેલું ગાબડું પુરી દેવાયું
    Next Article
    પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત, ભાજપ કાઉન્સિલરોને તક:થરા પાલિકાના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી, ઠક્કર અથવા જૈન સમાજને તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment