Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ફોર્ચ્યુનરે ચાર લોકોને અડફેટે લેતા માતા-પુત્રના મોત:બે લોકોની ગંભીર હાલત, બિયરના ટીન મળતા ચાલક નશામાં હોવાની આશંકા; લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો

    1 day ago

    અમદાવાદમાં વધુ એકવાર તથ્યકાંડ જેવી ઘટના બની. શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે રાત્રિના પોણા દસ વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કારના ચાલકે ફૂટપાથ પર કપડા વેંચી રહેલા માતા-પુત્ર અને બે ગ્રાહકો મળી ચાર લોકોને અડફેટે લીધા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતાપુત્રના મોત નિપજ્યા. જ્યારે અન્ય બે લોકોની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર એકત્ર થયેલા ટોળાએ કારચાલકને દબોચી મેથીપાક ચખાડ્યો. પોલીસે કારની તલાશી લેતા બિયરના બે ટીન મળી આવ્યા. ચાલક નશામાં હોવાની આશંકા હોય મેડીકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારચાલક વિરલ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદની 5 તસવીર ફૂટપાથ પર કપડા વેચી રહેલા માતા-પુત્રના મોત અમદાવાદના નાના ચિલોડા પાસે રહેતા 36 વર્ષીય વિરલ ચૌધરી નામના યુવકે નિકોલ વિસ્તારમાં પોતાની GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કાર બેફામ સ્પીડે દોડાવી અકસ્માત સર્જયો. દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર કપડા વેચી રહેલા પૂનમબેન નગવાડીયા તેના 15 વર્ષીય પુત્ર સાગર નગવાડીયા અને અન્ય બે ગ્રાહકોને જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી. અકસ્માત બાદ વિરલ ચૌધરી કારમાં ડ્રાઈવીંગ સીટ પર બેસેલો અને કારના વ્હિલ નીચે એક યુવાન ફસાયેલો જોવા મળ્યો. જ્યારે અન્ય ત્રણ લોકો જમીન પર તરફડતા જોવા મળ્યા. લોકોએ 108ને જાણ કરતા ચારેયને સારવાર માટે ખસેડાયા. જો કે, સારવાર દરમિયાન પૂનમબેન અને તેના પુત્ર સાગરનું મોત નીપજ્યું. જ્યારે કાર્તિક વચેજા અને અન્ય એક અજાણી મહિલાની હાલ સારવાર ચાલી રહી છે. લોકોએ વિરલને ઝડપી મેથીપાક ચખાડ્યો અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા. વિરલ પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટે તે પહેલા જ લોકોએ તેને પકડ્યો અને મેથીપાક ચખાડ્યો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચતા આરોપીનો કબજો લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી. કારમાંથી બિયરના બે ટીન મળી આવ્યા પોલીસે ફોર્ચ્યુનર કારની તલાશી લેતા બિયરના બે ટીન મળી આવ્યા. આરોપી વિરલ ચૌધરીએ નશો કર્યો હોવાની આશંકા હોય આરોપીના મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.આઈ.સુમરાએ જણાવ્યું હતું કે, કાર ચાલક વિરલ ચૌધરીએ અકસ્માત કરેલ છે. અક્ષર હોસ્પિટલ ફૂટપાથ પર અકસ્માત થયો હતો. માતા પુત્ર ફૂટપાથ પર ચણીયા ચોળીનો ધંધો કરતા હતા. તેમજ ઇજાગ્રસ્ત બે ગ્રાહકો ખરીદી કરવા આવ્યા હતા. આ અંગે પોલીસે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફેબ્રુઆરી 2026માં ફોર્ચ્યુનરનો ઓવરસ્પીડનો મેમો ઈસ્યુ થયો હતો અમદાવાદમાં GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. તે કારનો 26 ફેબ્રુઆરી 2026ના રોજ ઈ મેમો ઈસ્યુ કરાયો છે. એસપી રીંગ રોડ પર કરાઈ કટ પાસેથી પસાર થતી સમયે ફોર્ચ્યુનર ઓવરસ્પીડમાં હોવાથી મેમો ઈસ્યુ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    "High-Octane, Robust Cricket": Brendon McCullum Sets Clear Template For England Ahead Of 2027 World Cup
    Next Article
    BFI President Ajay Singh To Attend World Boxing Congress As Voter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment