Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના ગોઝારીયામાં વાંદરાનો આતંક:સોસાયટીમાં રમતા બાળક પર હુમલો, દાદાના મોબાઈલ કેમેરામાં ઘટના કેદ

    16 hours ago

    જિલ્લાના વિસનગર તાલુકાના ગોઝારીયા ગામે આવેલી અલકાપુરી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલા એક પાંચ વર્ષીય માસૂમ બાળક પર વાંદરાએ અચાનક હુમલો કરી તેને નીચે પાડી દીધો હતો. સદનસીબે આ અણધારી આફતમાં બાળકને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી, પરંતુ આ સમગ્ર ઘટના બાળકના દાદાના મોબાઇલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રમતા પૌત્રને દાદા વીડિયો ઉતારી રહ્યાં હતાં ગોઝારીયાની અલકાપુરી સોસાયટીમાં રહેતા પાંચ વર્ષીય વેદ પંડ્યા આજે સવારે પોતાના ઘરના આંગણામાં આનંદથી દોડીને રમી રહ્યો હતો. આ દરમિયાન સવારનો સમય હોવાથી વેદના દાદા સંજયભાઈ પંડ્યા સોસાયટીમાં યોગ કરી રહ્યા હતા. દાદા યોગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ પોતાના પૌત્ર વેદનો વીડિયો મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી રહ્યા હતા. બાળકનો પગ પકડી નીચે પાડી દીધો વીડિયો શૂટ થઈ રહ્યો હતો તે જ ક્ષણે એક વાંદરો અચાનક પાછળથી દોડીને આવ્યો અને બાળક પર હુમલો કર્યો હતો. વાંદરાએ દોડીને પૌત્ર વેદના પગ ખેંચી તેને અચાનક જમીન પર પછાડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ રાહતની વાત એ રહી કે આ હુમલામાં બાળક વેદને કોઈપણ પ્રકારની શારીરિક ઇજા કે વાગ્યું નહોતું. બાળકના દાદા સંજયભાઈ પંડ્યાએ જણાવ્યું કે, અમારી અલકાપુરી સોસાયટીમાં હાલમાં વાંદરાઓનો અવારનવાર ખૂબ જ ત્રાસ વધી ગયો છે. આ વિસ્તારમાં વાંદરાઓના ઉપદ્રવના કારણે સોસાયટીના રહીશો ઘરની બહાર કે ઓસરીમાં બેસવાનું પણ ટાળી રહ્યા છે. વહેલી સવારે કે સાંજે બાળકો અને વડીલો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. સોસાયટીના રહેવાસીઓમાં ભય સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ અબોલ પશુઓ કે વાંદરાઓના આતંક સામે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હવે વહેલી તકે વન વિભાગ અથવા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાંથી વાંદરાઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગો માટે દિવ્ય-દૃષ્ટિ એપ:નજીક આવતાં વાહનો-પ્રાણીઓ, જોખમ અંગે સાવચેત કરશે
    Next Article
    સ્મિતાબેન રાવલને સેવાકીય પ્રવૃત્તિ માટે એવોર્ડ:જાઇન્ટ્સ વેલફેર પરિવારે ‘બેસ્ટ સેવાકીય પ્રવૃત્તિ એવોર્ડ’ એનાયત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment