Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમા એકાદશી બે દિવસ ઉજવાશે:જાણો અગિયારસનું વ્રત ક્યારે કરવું, વ્રતની પૂજા વિધિ અને પૌરાણિક કથા

    4 days ago

    આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશી 4 અને 5 નવેમ્બરે છે. આ તિથિએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. રમા મહાલક્ષ્મીનું જ એક નામ છે. માન્યતા છે કે, રમા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમ જળવાઈ રહે છે. ગુજરાતી પંચાંગ મુજબ, આસો કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 4 નવેમ્બરે સવારે લગભગ 11:03 વાગ્યે શરૂ થશે અને 5 નવેમ્બરે સવારે લગભગ 10:35 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે રમા એકાદશીનું વ્રત 5 નવેમ્બરે રાખી શકાય છે. એકાદશીનું વ્રત દ્વાદશી તિથિ સાથેના દિવસે કરવું વધુ શુભ માનવામાં આવે છે. વ્રતનું પારણું બીજા દિવસે એટલે કે શુક્રવાર, 6 નવેમ્બરે કરી શકાય છે. રમા એકાદશીએ આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, રમા એકાદશીએ સવારે વહેલા ઊઠવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યાર બાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવીને વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીકૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો. પૂજામાં ભગવાનને ફૂલ, ફળ, મીઠાઈ અને તુલસીદળ અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. સવારે પૂજા કર્યા બાદ સાંજે પણ ભગવાનની આરતી કરો. રાત્રે ઘરના મંદિરમાં એકાદશી વ્રતની કથા વાંચો અથવા સાંભળો. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. દાન-પુણ્ય કરો. રમા એકાદશી વ્રત સાથે જોડાયેલી માન્યતાઓ અને કથા માનવામાં આવે છે કે, રમા એકાદશીનું વ્રત કરવાથી જાણતાં-અજાણતાં થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની પૂજા કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય વધે તેવી કામના કરવામાં આવે છે. દીપાવલી પહેલાં આવતી આ એકાદશીને પણ મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે છે એવી માન્યતા છે. પૌરાણિક કથા છે કે, જૂના સમયમાં મુચુકુંદ નામના એક રાજા હતા. દેવરાજ ઇન્દ્ર તેમના મિત્ર હતા. રાજા ધાર્મિક સ્વભાવના હતા અને હંમેશાં સત્ય બોલતા હતા. તેમના રાજ્યમાં બધા લોકો એકાદશીનું વ્રત રાખતા હતા. રાજાની એક પુત્રી હતી, જેનું નામ ચંદ્રભાગા હતું. તેના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા. એક વાર શોભન પોતાની પત્ની ચંદ્રભાગા સાથે તેના પિતાના ઘરે પહોંચ્યો. તે દિવસે એકાદશી હતી. રાજા મુચુકુંદના રાજ્યમાં બધા લોકો એકાદશીના દિવસે અન્ન-જળનો ત્યાગ કરીને વ્રત રાખતા હતા. શોભને પણ એકાદશીનું વ્રત રાખવાનો નિર્ણય કર્યો. આ જોઈને ચંદ્રભાગા ચિંતિત થઈ ગઈ, કારણ કે તેને લાગ્યું કે તેનો પતિ ભૂખ-તરસ સહન કરી શકશે નહીં. શોભને પત્નીને એવો કોઈ ઉપાય પૂછ્યો, જેથી તે વ્રત પણ કરી શકે અને તેને ભૂખ્યું પણ ન રહેવું પડે. જોકે, ચંદ્રભાગાને એવો કોઈ ઉપાય ખબર નહોતો. ત્યારબાદ શોભને ભગવાન પર વિશ્વાસ રાખીને વ્રત શરૂ કર્યું, પરંતુ ભૂખ અને તરસને કારણે તેની હાલત બગડી ગઈ અને અંતે તેનું મૃત્યુ થયું. પતિના મૃત્યુથી ચંદ્રભાગા ખૂબ દુઃખી થઈ. રમા એકાદશીના વ્રતના શુભ ફળથી શોભનની આત્માને મંદરાચલ પર્વતના શિખર પર સ્થિત દેવનગરમાં સ્થાન મળ્યું. ત્યાં તેને સુખ-સુવિધાઓ સાથે જીવન પ્રાપ્ત થયું. એક દિવસ રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના જમાઈ શોભનને સુખી અને પ્રસન્ન અવસ્થામાં જોયો. પરત ફરીને રાજાએ આ વાત પોતાની પુત્રી ચંદ્રભાગાને જણાવી. આ સમાચાર સાંભળીને ચંદ્રભાગા ખૂબ પ્રસન્ન થઈ. ત્યારબાદ તેણે પણ રમા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના શુભ ફળથી ચંદ્રભાગા પોતાના પતિ શોભન પાસે પહોંચી ગઈ. આ રીતે રમા એકાદશીની કથામાં વ્રત, શ્રદ્ધા અને ભગવાન વિષ્ણુની ભક્તિના મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Using Claude To Write? Top Models Will Now Use Text Watermarking As Identifiers
    Next Article
    આંધ્રના કિનારા તરફ આગળ વધ્યું ચક્રવાત મુરાસુ, આજે રાત્રે ટકરાશે:3 NDRF ટીમો તૈનાત, વિજયવાડામાં 10 ફ્લાઇટ્સ રદ; ચેન્નઈમાં ભારે વરસાદ, શાળાઓ બંધ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment