Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા ઝાપટાં પડી શકે

    10 hours ago

    હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના છે. 3 નવેમ્બરે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી જ્યારે આવતીકાલે એટલે કે, 3 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સુકુ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણની શક્યતા આજે અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. બીજી તરફ, સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને તે આગામી સમયમાં વધુ તીવ્ર બની આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું છે, પરંતુ હાલ તેની ગુજરાત પર કોઈ મોટી અસર જણાતી નથી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 33.6 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 32.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 34 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 36 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 33.7 ડીગ્રી સેલ્સિયસ, ડીસામાં 35.1 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 34.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ, જુનાગઢમાં 35 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 35.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 36.6 ડીગ્રી સેલ્સિયસ, ઓખામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 37 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 36 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુરમાં હનુમાન ચાલીસાનો ચોથો પાઠ યોજાયો:સંત સિયારામદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ બાલ હનુમાન ચાલીસા મંડળે કાર્યક્રમ કર્યો
    Next Article
    બોટાદના મેલડી માતા મંદિરે ભક્તિ મેળો યોજાયો:તુરખા રોડ પર હજારો ભક્તોએ દર્શન કર્યા, ગરબા ગાયા અને પ્રસાદીનું ભોજન લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment