Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'પતિ પત્ની ઔર વો'નો હાઈવોલ્ટેજ ડ્રામા:મધરાતે ડાયમંડ કંપનીના એકાઉન્ટન્ટ પતિને પ્રેમિકા સાથે પકડી પત્નીએ ચંપલથી ધોઈ નાખ્યો, પ્રેમિકાને રસ્તા વચ્ચે વાળ ખેંચી ઢીબી

    9 hours ago

    સુરતમાં 'પતિ પત્ની ઔર વો'નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ સ્થિત એક હીરા પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને ઓફિસની જ ડેટા ઓપરેટર સાથે પ્રેમલીલા માણવી ભારે પડી ગઈ હતી. મધરાતે પોણા ત્રણ વાગ્યે પ્રેમિકાને બાઇક પર બેસાડી લોંગ ડ્રાઇવ પર નીકળેલા પતિને પત્ની અને સાસરી પક્ષના સભ્યોએ કતારગામ GIDC ચાર રસ્તા પાસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ પછી રસ્તા વચ્ચે જ પત્નીએ પતિને ચંપલથી ફટકાર્યો હતો અને પ્રેમિકાના વાળ પકડી માર મારતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. શંકા જતાં પત્નીએ પીછો કર્યો, કાર આડી મૂકી બાઇક રોકી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેને પોતાની સાથે જ ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિની હરકતો પર પત્નીને ઘણા સમયથી શંકા હતી કે તે બહાર કોઈ સાથે ગુપચુપ રંગરેલિયા મનાવે છે. પહેલી નવેમ્બરની મધરાતે લગભગ પોણા ત્રણ વાગ્યે પતિ યુવતીને બાઇક પર બેસાડીને નીકળ્યો ત્યારે પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કાર લઈને તેની પાછળ વોચમાં લાગી ગયા હતા. કતારગામ GIDC ચાર રસ્તા આવતાં જ પરિવારે આગળ કાર આડી નાખી બાઇકને આંતરી લીધી હતી. સરાજાહેર ચંપલ અને દંડાથી ધોલાઈ, પ્રેમિકાના વાળ પકડ્યા પતિ અન્ય યુવતી સાથે રંગેહાથ પકડાતાં જ પત્નીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. પત્ની અને તેની સાથે આવેલી મહિલાઓએ મધરાતે કતારગામના રસ્તા પર જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો હતો. પત્નીએ જાહેરમાં જ પતિને ચંપલે-ચંપલે ફટકારવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે સાથે આવેલા સંબંધીઓએ દંડા વડે પણ ધોલાઈ કરી હતી. એટલું જ નહીં, બાઇક પાછળ બેઠેલી કથિત પ્રેમિકાને પણ નીચે ખેંચી તેના વાળ પકડીને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન પરિવારના સભ્યો મોબાઇલમાં વીડિયો પણ ઉતારતા રહ્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, પોલીસ મથકે NC ફરિયાદ મધરાતે રસ્તા પર થયેલી આ જોરદાર મારામારી અને તમાશાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી તમામને કતારગામ પોલીસ મથકે લઈ ગયો હતો. પોલીસ મથકે પહોંચ્યા બાદ મારનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીએ પોતાના પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ જાહેરમાં માર મારવા બદલ એન.સી. (નોન-કોગ્નિઝેબલ) ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 800 અંક ચઢીને 75,000ને પાર પહોંચ્યો:નિફ્ટી પણ 200 અંક ઉપર 23,250 પર, ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    પસ્તીમાંથી વિદ્યાદાન:એકત્ર રકમમાંથી 3000 વિદ્યાર્થીને અપાય છે નોટબુક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment