Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢેબર રોડના અંડરબ્રિજને સરકારની મંજૂરી:નવા વર્ષમાં રાજકોટમાં મળશે એક વધુ રેલવે ક્રોસિંગ પર અંડરબ્રિજ

    1 day ago

    રાજકોટમાં રાજકમલ પેટ્રોલ પંપ નજીક રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત જીયુડીસી વિભાગે મંજૂરી આપ્યા બાદ સરકારે મંજૂરી આપતા મનપાએ રૂ.89 કરોડના બ્રિજ માટે ટેન્ડર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને કન્સલ્ટન્ટની નિમણૂક કર્યા બાદ ફાઈનલ ડિઝાઇન બનાવવામાં આવશે. આથી રાજકોટને વધુ એક રેલવે અંડરબ્રિજની ભેટ નવા વર્ષમાં મળશે તેમ મનપાના બાંધકામ વિભાગે જણાવ્યું છે. રાજકોટ શહેરમાં રાજકમલ પેટ્રોલ પંપ નજીક રેલવે અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવી છે. ઉપલબ્ધ વિગતો મુજબ, આ અંડરબ્રિજ રાજકોટના લેવલ ક્રોસિંગ નંબર 13થી આશરે 135 મીટરના અંતરે બનાવવાનું આયોજન છે. આ અંગે ફેબ્રુઆરી-2025નો ATV-107388 સંદર્ભ પણ દર્શાવવામાં આવ્યો છે. પ્રસ્તાવિત અંડરબ્રિજ માટે 70 મીટર લાંબો રેલવે બોક્સ બનાવવામાં આવશે. તેમાં, 06 મીટરના બે સેલ અને 4.5 મીટરની વર્ટિકલ ક્લિયરન્સ રાખવાની યોજના છે. ગોંડલ રોડ તરફ પણ સર્વિસ રોડ ગોંડલ રોડ તરફ પણ 7 મીટર કેરેજવે સાથે 0.6 મીટર મેડિયનની જોગવાઈ કરવામાં આવી છે. આ તરફ રિટેઇનિંગ વોલની લંબાઈ આશરે 360.67 મીટર રહેશે. બંને બાજુ 10.50 મીટરનો સર્વિસ રોડ, સ્થાનિક ટ્રાફિક માટે 6 મીટરનો માર્ગ, પેવિંગ માટે 2.225 મીટર તથા 1.75 મીટર ફૂટપાથની જોગવાઈ દર્શાવવામાં આવી છે. અંડરબ્રિજના બંને તરફના એપ્રોચ રોડ માટે 1:30નો ગ્રેડિયન્ટ રાખવાની દરખાસ્ત છે. પ્રસ્તાવિત કામગીરી માટે અંદાજે 3,211.13 ચોરસ મીટર જમીનની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માતાજીની દેરી પર માથુ પછાડી પિતાએ એકના-એક દીકરાની હત્યા કરી:લાશ ખાટલામાં મૂકી બાજુમાં સૂતો, કહ્યું- મારા પછી કોઈ ભૂવો ન થાય એટલે માર્યો; સાણંદનો બનાવ
    Next Article
    Stock Market Today: Sensex, Nifty Open Higher; ITC Q2, October Manufacturing PMI Eyed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment