Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાજકોટની સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી, અનેક મોટા માથા સામેલ, રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમાર જેલ જશે; વાવાઝોડા અર્નબ પછી હવે મુરાસુનું જોખમ

    18 hours ago

    નમસ્તે, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ના રાજીનામાની માંગ પર વિપક્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી કરી. બંગાળની ખાડીમાં એક સપ્તાહમાં બીજું વાવાઝોડું ઉદ્ભવ્યું છે. આગળ જાણો કે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં AAPના બે ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલ પર આરોપો લગાવ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. એક્ટર ઈમરાન ખાનની ‘લીવ ઈન્ડિયા નોટિસ’ વિરુદ્ધની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી. 2. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ ગાંધીએ કહ્યું-મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર જેલમાં જશે:મમતાએ કહ્યું- બંગાળમાં હાર્યા નથી, હરાવવામાં આવ્યા; CEC વિરુદ્ધ 19 વિપક્ષી પાર્ટીઓની રેલી INDIA બ્લોકે રવિવારે દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં પહેલા માર્ચ અને પછી રેલી યોજી. ચાર કલાક ચાલેલા વિરોધ પ્રદર્શનમાં 20 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ. રામલીલા મેદાનમાં લેફ્ટના નેતા એમ.એ. બેબી, તેજસ્વી યાદવ, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને અંતમાં રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું. રાહુલે કહ્યું, 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વોટ ચોરી કરાવી છે, તેમણે જેલ જવું પડશે.' મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ પાતાળમાં પણ ચાલ્યા જાય, તેમને શોધીને લાવીશું. તેમને છોડીશું નહીં. અખિલેશ યાદવે યુપીનો ઉલ્લેખ કરીને કહ્યું કે જે લોકો ક્યારેક યુપીથી આવ્યા હતા, તેઓ યુપીથી જ જશે. 2027માં વિદાય નક્કી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુ બન્યું:3 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાશે; એક અઠવાડિયામાં બીજું ચક્રવાત, ઓડિશાના બે જિલ્લામાં પૂર બંગાળની ખાડીમાં બનેલું ઊંડું દબાણનું ક્ષેત્ર મુરાસુ નામના ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર, તે 3 નવેમ્બરની સવારે આંધ્રપ્રદેશના કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક અને ઝાપટા સાથે 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. એક અઠવાડિયાની અંદર બંગાળની ખાડીમાં આ બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલાં 26 ઓક્ટોબરે ચક્રવાત ‘અર્નબ’ ઊભું થયું હતું. તે 28 ઓક્ટોબરે આંધ્રના કિનારે ટકરાયું હતું. તેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઓડિશાના ગંજામ અને ગજપતિ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પૂર જેવી સ્થિતિ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 4 નવેમ્બરે થશે મહાયુદ્ધ?:ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- ઈરાનના એક-બે ઠેકાણા ઉડાવવાના બાકી; ઇરાને પણ વળતા હુમલાની તૈયારી બતાવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ માહિતી વોલ સ્ટ્રીટ જર્નલે આપી છે. ત્યારબાદ રવિવારે ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા એક કે બે ઠેકાણાં પર હજુ હુમલો કરવાનો બાકી છે. તેમાં પિકૈક્સ માઉન્ટેન પણ સામેલ છે. આ દરમિયાન, અમેરિકન ન્યૂઝ ચેનલ MS NOWએ જણાવ્યું કે વોશિંગ્ટને ખાડી દેશોને ઈરાન પર નવા હુમલાઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ હુમલાઓ 4 નવેમ્બરથી શરૂ થઈ શકે છે. આ તારીખ અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીના બીજા દિવસની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પંજાબમાં AAPના બે ધારાસભ્યોએ પાર્ટી છોડી:કહ્યું- કેજરીવાલની ગેરંટી પૂરી થઈ નથી, BJPમાં જોડાઈશ; જૌડામાજરા મંત્રી રહ્યા, પઠાણમાજરા પર બળાત્કારનો કેસ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ 2 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. તેમાં પટિયાલાના સમાનાથી ધારાસભ્ય ચેતન સિંહ જૌડામાજરા અને સનૌરથી ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી તેમની બેઠકો પરથી કોઈ નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જૌડામાજરા AAP સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ થોડા સમય પહેલાં પાર્ટીએ પૂર્વ અકાલી નેતા સુરજીત સિંહ રાખડાને તેમની જગ્યાએ સમાના વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ બનાવી દીધા હતા. બીજી તરફ, હરમીત સિંહ પઠાનમાજરા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પાંચમી T20Iમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવ્યું:સેફર્ટે 93 રન બનાવ્યા; શ્રેયસ-ઈશાનની ફિફ્ટી બેકાર ગઈ, ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-2થી જીતી ન્યૂઝીલેન્ડે પાંચમી T20માં ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે. ટીમે 192 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને 18 ઓવરમાં ચેઝ કરી લીધો. જોકે ભારતે 3-2થી સિરીઝ પોતાના નામે કરી. ટિમ સેફર્ટે હેમિલ્ટનમાં 50 બોલ પર 93 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે નોટઆઉટ 65 રનની ઇનિંગ રમી. ભારત તરફથી અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને નીતિશ રેડ્ડીને 1-1 વિકેટ મળી. આ પહેલા શુક્રવારે ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા. ઈશાન કિશને 32 બોલ પર 61 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે 23 બોલ પર 50 રનની ઇનિંગ રમી. ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્નેએ 4 વિકેટ લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી:રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસ રેડ, 30 દંપતી સહિત 76 ઝડપાયા; મોરબી ઉદ્યોગપતિઓની હાજરી, 38 સામે FIR 31 ઓક્ટોબરની રાત હતી એટલે કે સરદાર જયંતિ. રાતના 12 વાગતા કેલેન્ડર 1 નવેમ્બર, 2026 તારીખ બતાવી રહ્યું હતું. બરાબર આ જ સમયે પાલીસ પાસે એક વીડિયો પહોંચે છે. આ વીડિયોમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની શંકા પડતા પોલીસ તપાસ આદરે છે અને તેનો છેડો રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝા સુધી પહોંચે છે. ત્યારબાદ LCB ઝોન-2ની ટીમ હોટલ પર પહોંચે છે. જ્યાં જઈને જુએ છે તો મોટાભાગના ટેબલ પર મોંઘા ભાવની બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કી, બીયરના ટીન તેમજ બીયરની બોટલો જોવા મળે છે. અમુક ટેબલ પર દારૂ અને બીયર ગ્લાસમાં ભરીને રાખવામાં આવ્યા હતા. જાણે દારૂબંધી વાળા ગુજરાતમાં આરામથી મદિરાપાન કરાતું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સતત ત્રીજા દિવસે તાલાલામાં ધોધમાર વરસાદ:ખેતરોમાં તૈયાર પાક માવઠાથી બચાવવા ખેડૂતોની મથામણ, બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે 1 નવેમ્બરે તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજ્યના ચાર જિલ્લામાં દુષ્કાળ છે અને ચોમાસાની પણ સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. ત્યારે ફરી એક વાર ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે. તાલાલા શહેર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આંકોલવાડી, આંબળાશ, બામણશા, હડમતીયા, માધુપુર, વાડલા, ગુંદરણ, પીપળવા સહિતના ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેતરમાં તૈયાર પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીમાં વિપક્ષની રેલી વિરુદ્ધ ભાજપની માર્ચ:નડ્ડાએ કહ્યું- આજના દિવસે શીખોનો નરસંહાર થયો, રાહુલ પોતાની રાજનીતિ માટે શહીદોને ભૂલી ગયા (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં આઇઝેનકોટે ગઠબંધન માટે 4 શરતો મૂકી:હરેદી સમુદાયે પણ સૈન્ય સેવા આપવી પડશે; નેતન્યાહૂને હટાવવા માટે વિપક્ષ સાથે વાતચીત (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : વોટ્સએપ પર EPFO સેવા શરૂ, 5 નવા ટ્રાન્ઝેક્શન જોઈ શકાશે:નિષ્ક્રિય EPF ખાતાઓમાં 1000 રૂપિયા સુધીનું બેલેન્સ આપમેળે સેટલ થશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પનો 'વૉલ સ્ટ્રીટ જર્નલ' સામેનો માનહાનિ કેસ ફગાવાયો:ન્યાયાધીશે કહ્યું- દલીલો પાયાવિહોણી; અહેવાલમાં ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : મસ્કે કહ્યું- રિટાયરમેન્ટ ફંડની જરૂર નહીં રહે:પૈસા અર્થહીન થઈ જશે; નિષ્ણાતોએ કહ્યું- દાવો ખોટો સાબિત થયો તો લોકો રસ્તા પર આવી જશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ગંભીરે કહ્યું- મારી ડિક્શનરીમાં ડર શબ્દ નથી:કેપ્ટન અય્યરે કહ્યું- બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારાની જરૂર; ફિલિપ્સ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દિવાળી પર કરો ગોમતી ચક્ર પ્રયોગ:8 નવેમ્બરે તમારું ભાગ્ય, એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર પાસેથી તેનું મહત્ત્વ સમજો (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 5 વર્ષથી માંકડોને લોહી પાઈ રહ્યો છે વૈજ્ઞાનિક બ્રિટનના વૈજ્ઞાનિક ડો. રિચર્ડ નેલર 5 વર્ષથી માંકડોને પોતાનું લોહી પાઈ રહ્યા છે. તેઓ સપ્તાહમાં બે વાર હાથ પર 20 હજાર માંકડ ચોંટાડે છે. તેમની પાસે 60 હજાર માંકડ છે, જેના પર તેઓ નવા કીટનાશકોનું પરીક્ષણ કરે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : અબ તક 21, ગુજરાતમાં દે ધનાધન એન્કાઉન્ટર: દાદાની પોલીસ હવે યોગી બાબાના પગલે? પૂર્વ IPS બોલ્યા-સજા આપવી ખાખીનું નહીં પણ કોર્ટનું કામ 2. ખાખી કવર : ફેસબુકની ‘શ્રીદેવી’એ બે સ્ત્રીઓના બલિ ચડાવ્યા!: બે લાશના 60 ટુકડા કર્યા, રાંધીને ખાધા અને ઘરની પાછળ દાટી દીધા, કોઇને ગંધ સુદ્ધાં ન આવી 3. ગોલ્ડ ગાઈડ : સોનું-ચાંદી ખરીદવા જઈ રહ્યા છો?: એક્સપર્ટ્સે જણાવેલી 7 વાતો યાદ રાખજો, તમને કોઈ છેતરી નહીં શકે; ફાયદામાં રહેશો 4. આજનું એક્સપ્લેનર: શું 4 નવેમ્બરે અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરશે? 3 સંકેતો; આ વખતે ઈરાન કેટલું તૈયાર છે, આખરે ટ્રમ્પ ઇચ્છે શું છે? 5. જ્યાં ઐશ્વર્યાના નામે કોલેજ બનવાની હતી, ત્યાં તાંત્રિક વિધિ ચાલુ: 4 પૂર્વ મુખ્યમંત્રીઓ સાથે શિલાન્યાસ, 18 વર્ષ પછી પણ અમિતાભનું વચન અધૂરું 6. 'તહેવારો આવતાં જ ડર-બેચેની વધવા લાગે છે':'બાળપણનો ટ્રોમા ટ્રિગર થઈ જાય છે', 'ઘરે જવાનું મન થતું નથી, ખુશીઓની શોધ કેવી રીતે કરું?' 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃશ્ચિક-મીન રાશિના જાતકોને અટકેલા પૈસા પાછા મળશે, ધન રાશિના લોકોને મળશે બિઝનેસમાં મોટો ઓર્ડર વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Jerry Jones Refuses To Fire Brian Schottenheimer Even After Dallas Cowboys Blow A 14-Point Lead To Arizona Cardinals
    Next Article
    ટ્રમ્પના ઘરથી 11 કિમી દૂર જ મિસાઈલની જેમ પડ્યું પ્લેન:9નાં મોત, પાયલટના છેલ્લાં શબ્દ- હે ભગવાન, હવે સમય નથી બચ્યો, રસ્તા પર આગ લાગી; VIDEO

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment